________________
આજનો યથાર્થ માર્ગ: ભૂદાન ૦ ૩૭ હોય છે. તેના પર ભાર પડે છે, એ રીતે નહીં પણ સહજ રીતે ભૂદાનની આ વાત તેમને સમજાવવી જોઈએ. તેઓ બીજા ગરીબોની સ્થિતિ જાણે છે એટલે તેઓ સાચી રીતનું દાન આપે છે. ગાંધીજી કહેતા કે, “કરોડપતિના દાન કરતાં મારે મન ગરીબની કોડીનું દાન મોટું છે.” રવિશંકર મહારાજ ઘણીવાર કહે છે, જ્યારે ગરીબોનાં દાનની નદીઓ વહેશે ત્યારે પૈસાદારરૂપી ભેખડો તો આપોઆપ ફાંસાઈ પડશે.”
લોકોનાં મનમાં વિચાર થઈ રહ્યો છે કે, આપણે દાન ક્યાં કરવું ? આપણે કહીશું કે માણસો જીવતા રહે ત્યાં ! પાંજરાપોળ તો ઘણી છે પણ માણસપોળો ક્યાં? આનો અર્થ એમ નથી કે પશુપંખીઓ પર દયા ન રાખવી. આજે પ્રથમ માણસનો પ્રશ્ન સામે છે. પહેલાં યજ્ઞોમાં ઘી હોમાતાં, આર્યસમાજીઓએ યજ્ઞોને બદલે હવનમાં ઘી હોમવાં શરૂ કર્યા. આથી સ્વામી રામતીર્થે એકવાર કહેલું કે યજ્ઞમાં ને હવનમાં ઘી હોમાય છે તેને બદલે માણસના જઠરમાં ઘી જાય તેમ કરવું જોઈએ.” ભૂમિદાન એ આજના પ્રશ્નોને લઈને ચાલતો દાનનો યથાર્થ માર્ગ છે.
સામુદાયિક પદયાત્રાના કારણે તમારામાં ઘણી નિર્ભયતા આવશે. અનુભવો થશે, લોકોનો સંપર્ક થશે. લોકોને ઉપયોગી થવા માટે ભૂદાનના કાર્યકર્તાઓને ખેતી, આરોગ્ય, અર્થકારણ વગેરે બીજા ઘણા વિષયોનો અભ્યાસ હોવો જરૂરી છે. તેથી કામ સારી રીતે થશે. અનુભવોથી વધુ જ્ઞાન મળે છે
આજે તમે પદયાત્રાનાં ભાઈ-બહેનોએ પોતપોતાના જે અનુભવો કહ્યા તે જોતાં એમ લાગે છે કે, કંઈક અદ્ભુત થઈ રહ્યું છે. જૂના વખતમાં પરિવ્રાજકો હતા તે વખતોવખત વિચારની આપ-લે કરતા. બૌદ્ધ, જૈન, સાંખ્ય વગેરેમાં આવા પરિવ્રાજકોની પરંપરા હતી. એક આચાર્યની નીચે થોડા ભિક્ષુકો રહેતા હતા પણ જ્યારે આચાર્યમાં શિથિલતા આવતી ત્યારે એ સંઘો તેજહીન થતા. આ પણ એક નવો સંઘ છે. આમાં વિશેષતા એ છે કે દરેક યાત્રી-ટુકડી પદયાત્રા કરીને પાછી આવે છે, પોતાના અનુભવો કહે છે અને વિચારોની આપ-લે કરે છે. મને લાગે છે કે સેંકડો પુસ્તકો વાંચવા કરતાં આવા અનુભવો તમે કહો છો તેમ વધુ જ્ઞાન આપે છે. પુસ્તકોમાં તો ઘણા ભાગે કલ્પનાઓ હોય છે.
જે ધર્મવિચાર આજે ચાલી રહ્યો છે તેની અથડામણ જૂના વિચારો સાથે થશે. કોઈ દિવસ એવું નથી થયું કે જૂના વિચારોએ લડાઈ ન કરી હોય ! તેમ તમારે પણ લડાઈ કરવી પડશે. વખત આવ્યે સરકારનો પણ વિરોધ કરવો પડશે.
તમે બધા પવિત્ર સંકલ્પ માટે ભેગા થયા છો તે માટે હું મારા મનમાં જ આભાર માનું છું, એને સંઘરીને જ જાઉં છું. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org