________________
૧૬ ૦ અર્થ માન્યતાઓને તેમણે પોતાના લક્ષની સિદ્ધિને અનુકૂળ થાય એવી રીતે જીવનમાં વણી છે અને તે જ તેમનો સ્વતંત્ર ધર્મ બની તેમની અનેકમુખી પ્રવૃત્તિઓનાં દ્વાર ખુલ્લાં કરે છે. આ દૃષ્ટિએ વિચારતાં એમ કહેવું જ પડે કે ગાંધીજીના જીવનમાં જૈન ધર્મ એના મૂળ અર્થ કે પારિભાષિક અર્થમાં નથી જ. એ રીતે એમ કહી શકાય કે તેમના જીવનમાં બૌદ્ધ કે બીજા કોઈ ધર્મો તેના સાંપ્રદાયિક અર્થમાં નથી જ એને છતાં તેમના જીવનમાં જે જાતનો ધર્મ સક્રિયપણે કામ કરી રહ્યો છે તેમાં બધા જ સાંપ્રદાયિક ધર્મોનો યોગ્ય રીતે સમન્વય છે. મહાન આત્મા
ગાંધીજી આપણા જેવા જ એક માણસ છે. પણ તેમનો આત્મા મહાન કહેવાય છે અને વસ્તુત મહાન સિદ્ધ થયો છે; અહિંસા ધર્મના લોકાભ્યદયકારી વિકાસને લીધે જ.
ગાંધીજીને એક વાટકી ઊટકવાના કામથી માંડી મોટામાં મોટી સલ્તનત સામે ઝુંબેશ ઉઠાવવાની પ્રવૃત્તિ કરવી પડી ન હોત અથવા તો એ પ્રવૃત્તિમાં અહિંસા, સંયમ અને તપનો વિનિયોગ કરવાની સૂઝ પ્રકટી ન હોત તો તેમનો અહિંસાધર્મ કદાચ પેલી નિર્માસ ભોજનની પ્રતિજ્ઞા જેવી મર્યાદાઓના અક્ષરશ: પાલનની બહાર ભાગ્યે જ આવ્યો હોત. એ જ રીતે ધારો કે કોઈ સમર્થતમ જૈન ત્યાગી હોય ને તેના હાથમાં સમાજની સુવ્યવસ્થા સાચવવા અને વધારવાનાં સૂત્રો સોંપાય, તેથી આગળ વધીને કહીએ તો તેને ધર્મપ્રધાન રાજતંત્ર ચલાવવાની સત્તાનાં સૂત્રો સોંપવામાં આવે તો તે પ્રામાણિક જૈન ત્યાગી શું કરે? જો ખરેખર એ વારસામાં મળેલ જૈન અહિંસાનો વિકાસ કર્યા સિવાય કાંઈ જવાબદારીઓ લેવા ઈચ્છે તો તે નિષ્ફળ જ નીવડે. કાં તો તેણે એમ કહેવું રહ્યું કે મારાથી સમાજ અને રાજ્યની તંત્ર સુધારણામાં ભાગ લઈ ન શકાય; અને જો તે પ્રતિભાશાળી તેમજ ક્રિયાશીલ હોય તો તે બધાં સોંપાયેલાં સૂત્રો હાથમાં લઈ તેને અમલમાં મૂકવા પ્રયત્ન કરે. આ પ્રયત્નનું પરિણામ એક જ આવી શકે અને તે એ કે જૈન પરંપરાના એક માત્ર નિવૃત્તિપ્રધાન સંસ્કારોને બદલી તે અહિંસાની એવી વ્યાખ્યા કરે, સર્વ વિકસાવે કે જેથી તેમાં ગમે તેટલું સમાજલક્ષી અને વ્યાવહારિક પરિવર્તન છતાં અહિંસાનો મૂળ આત્મા જે વાસનાઓનો ત્યાગ અને સગુણોનો વિકાસ તે સુરક્ષિત રહી શકે. ગાંધીજીનો ધર્મ નવીન છે
જો કોઈ પણ સાધક માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નિત્ય નવા ઊભા થતા કોયડાઓનો ઉકેલ ધાર્મિક દૃષ્ટિથી કરવા ઇચ્છે તો તે સહેલાઈથી ગાંધીજીના જીવનધર્મની દિશા જાણી શકે. તેથી જ હું માનું છું, કે ગાંધીજીનો જીવનધર્મ જીવંત અને નવીન છે. નવીન એટલે તે જૂના ઉપર અભૂતપૂર્વ મહેલ છે. એ જ કાગળ, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org