________________
ક્રાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ • ૪૭ સંસ્કૃતિ વિશે લખવું એટલે શું ? અત્યારે જેઓ પોતાને આર્યકુલોભવ સમજે છે અને જે જે વસ્તુઓને તેઓ મહત્ત્વની માને છે માત્ર તેની જ ગાથા ગાવી એટલું જ, કે સાથે સાથે તેમણે જે વિકૃતિઓ નિર્માણ કરી છે, પોષી છે અને જેના ઉપર સંસ્કૃતિનો ઢોળ ચડાવ્યો છે તેને પણ ખુલ્લી કરવી તે ? જો માત્ર સંસ્કૃતિ-વર્ણનને નામે પ્રિય જ કહેવાનું હોય અને સત્યનો બીજો અપ્રિય અંશ કહેવાનો ન હોય તો એ સંસ્કૃતિનો ઈતિહાસ નહીં પણ વિકૃતિઓને છુપાવવાનો એક પ્રયત્ન થશે એમ મને લાગે છે.
જો સંસ્કૃતિ સાથે વિકૃતિઓ પણ કહેવી એમ તમે કહેશો તો મારી દૃષ્ટિએ વધારે પ્રમાણ વિકૃતિઓનું જ હોવાથી તે વિકૃતિઓનો ઇતિહાસ થશે, જો કોઈ કાળમાં અને કોઈ દેશમાં સંસ્કૃતિરૂપે હતું તે જ કાળાંતરે, સ્થળાંતરે અને સમયાંતરે વિકૃતિમાં પરિણામ પામ્યું છે અને જે જે બાબતો સંસ્કૃતિરૂપે એકસરખી જીવતી રહી છે તેની ભૂમિકા વિકતિઓથી જ પોષાતી રહી છે. આ રીતે જ્યારે સંસ્કૃતિ વિશે લખવાનું મન થાય છે, ત્યારે એની બીજી બાજુ પૂર્ણપણે સ્પર્શવામાં ન આવે તો તે લખાણ સંસ્કૃત નહીં પણ વિકૃત બને છે, એવો વિચાર આવવાથી લખવાનો ઉત્સાહ મોળો પડે છે. સંસ્કૃતિની યશોગાથા ગાવાનો નાદ સૌને એટલો બધો લાગ્યો છે કે પછી તો સાંભળનાર, વાંચનાર બધાના કાન પોતપોતાની માની લીધેલી સંસ્કૃતિની કીર્તનકથા સાંભળવા એકાંતથી ટેવાઈ જાય છે, અને તેની વિરુદ્ધ સોળ સોળ આની સાચું કહેવામાં આવે તો તે સંસ્કૃતિપ્રિય લોકો મરવા કે મારવા તૈયાર થઈ જાય છે.'
મારા આ કથનથી તે ભાઈ મૌન રહ્યા, પણ મારી અંગત વાતચીત અહીં નોંધું છું. તે તો એ દર્શાવવા કે હું જે આર્યવર્ગની વિકૃતિઓ અને ત્રુટિઓને અંશથી પણ વર્ણવતાં કે લખતાં સંકોચ સેવતો હતો તે ત્રુટિઓ અને તે વિકૃતિઓ કિશોરલાલભાઈએ ખૂબ મોકળા મનથી “સમૂળી ક્રાંતિમાં રજૂ કરી છે. જ્યાં સુધી હું સમજવા પામ્યો છું ત્યાં સુધી એમ કહી શકાય કે તેમણે “સમૂળી ક્રાંતિમાં બધા વર્ગોની ધર્મ, સમાજ, અર્થકારણ, રાજકારણ અને શિક્ષણ વિશેના પ્રશ્નો વિશેની ગેરસમજૂતી અને ખોડખામીઓ રૂપે વિકૃતિઓ જ વર્ણવી છે.
તેમણે જોઈ લીધું હોવું જોઈએ કે જે સદ્દગુણો જીવનમાં સંસ્કૃતિરૂપે પચી ગયા છે તે તો છે જ. એને કહી, મોટા રૂપમાં બતાવી, લોકોને ફોસલાવવાની, ફુલાવવાની કે મોટાભા બનાવવાની શી જરૂર છે?
જરૂર હોય તો તેમની ખોડખામીઓ અને ભૂલો બતાવવાની જ છે. આ દષ્ટિથી સમૂળી ક્રાંતિ' એ પ્રજાજીવનનું નબળું પાસું રજૂ કરે છે ને તેને નિવારવા સંકેત કરે
– બુદ્ધિપ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org