SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. સર્વ-મિત્ર ગૃહસ્થસંત પંખી આકાશમાં ઊડે ત્યારે એની છાયા નીચે દેખાય છે. ઊડવાનું બંધ પડવું કે છાયા અદશ્ય થઈ. કાળપટમાં આવતા માણસો વિષે પણ એમ જ છે. તેઓ મૃત્યુશ થયા ને તેમની છાયા ગઈ. આ સામાન્ય નિયમનો પણ અપવાદ છે. કેટલાક પુરુષો કાળપટમાં આવી અદશ્ય થાય છે, ત્યારબાદ પણ તેમની છાયા લોપાતી નથી. એટલું જ નહીં પણ ઉત્તરોત્તર તેમની છાયા વધારે ગાઢ અને સ્થિર પણ બનતી જાય છે. બુદ્ધ, મહાવીર, જીસસ આદિ પ્રાચીન પુરુષો આ કોટિના છે. આપણે હમણાં જ ગાંધીજીને પણ જોયા કે તેઓ એ જ કોટિના છે. શ્રી કિશોરલાલભાઈ નથી અવતારી કે નથી કોઈ આચાર્ય, છતા તેમની કોટિ પણ એ જ છે. તેમનું સૂક્ષ્મ પૃથક્કરણપ્રધાન તેમજ દલીલવાળું વિવેકી લખાણ જેમ જેમ વધારે વંચાતું અને સમજાતું જશે, તેમજ તેઓ કેવી અનોખી રીતે જીવન જીવી ગયા એની જાણ વધતી જશે તેમ તેમ તેમની છાયા વાચકોના હૃદયમાં વધારે ને વધારે પડવાની અને સ્થિર થવાની. આપણા દેશમાં પહેલેથી બે પરંપરાઓ ચાલી આવે છે, જે પરસ્પર વિરોધી દેખાય છે. પહેલી પરંપરામાં એવું વિધાન છે કે ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા પછી તેમાં જ રહી સંતતિ, પરિવાર, શિષ્ય આદિને ધાર્મિક બનાવવા અને આત્મસંયત તેમજ અહિંસક રહી આખી જીવનયાત્રા પૂરી કરવી. બીજી પરંપરા એવી છે કે, જે દિવસે વૈરાગ્ય આવે તે જ દિવસે પ્રવ્રજ્યા સ્વીકારી ચાલી નીકળવું – ભલે તે વખતે ઉંમર સાવ નાની હોય. આવી બે પરંપરાઓ હોવા છતાં જૈન, બૌદ્ધ આદિ ભિક્ષુઓના વધતા જતા પ્રભાવને કારણે, બ્રાહ્મણપરંપરામાં સંન્યાસમાર્ગનું પ્રાધાન્ય દિવસે દિવસે વધતું ગયું છે. તેથી સામાન્ય રીતે આખી પ્રજામાં એવું માનસ ઘડાયું છે કે, ગૃહસ્થાશ્રમ અને સંન્યાસનો મેળ નથી. આવા સંસ્કારને લીધે સમાજ તેમજ ધર્મમાં અનેક ગોટાળાઓ દાખલ થયા છે, સંન્યાસનો વાસ્તવિક અર્થ ભુલાયો છે અને તે વેશબદલામાં મનાયો છે. એ જ રીતે ગૃહસ્થાશ્રમનો ખરો અર્થ પણ વીસરાયો છે ને તે કેવળ અર્થ અને કામમાં જ સમાતો હોય એમ મનાયું છે. આવી અધૂરી સમજને લીધે લાંબા વખતથી પ્રજાજીવન અત્યંત વિસંવાદી બની ગયું છે, તેમ છતાં સમયે સમયે આપણા દેશમાં એવા સમજદાર અને વ્યાપક દૃષ્ટિ ધરાવનાર પુરુષાર્થી પાકતા રહ્યા છે કે જેઓએ પોતાની જીવનકળાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy