________________
૨૦. કેટલાંક સંસ્મરણો [ સદ્ગત સાહિત્યોપાસક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ ]
પ્રબુદ્ધ જૈનના ૧૫-૧૨-૪૫ના અંકમાં શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈના દુઃખદ અવસાનની નોંધ લેતો અને હાર્દિક સામવેદના દર્શાવતો એક લેખ પ્રસિદ્ધ થયો છે. હું તો માત્ર મોહનભાઈ વિષેનાં મારાં કેટલાંક સ્મરણો જે તેમના સ્વભાવની વિવિધ બાજુઓનાં અને તેમની કર્મઠતાનાં નિર્દેશક છે તેને ગ્રથિત કરી તેમના પરલોકગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરું છું. પ્રથમ પરિચય
સને ૧૯૧૭ના ચોમાસામાં મુંબઈના વાલકેશ્વરના ઉપાશ્રયમાં હું તેમને પહેલવહેલો મળ્યો. મોહનભાઈ પોતાના શ્રદ્ધેય મિત્ર વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથે ત્યાં મુનિશ્રી જિનવિજયજી પાસે આવેલા. આ પ્રાથમિક સ્વલ્પ પરિચયથી હું તેમના પ્રત્યે આકર્ષાયો અને એ આકર્ષણ ઉત્તરોત્તર વધારે પરિચયથી અને તેમના કાર્યનિરીક્ષણથી વધતું જ ગયું. વિવેકયુક્ત ગુણપક્ષપાત
તેમનો સૌથી મોટો ગુણ ગુણપક્ષપાતનો હતો. જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાં ત્યાં આકર્ષાવું એ એમનો સહજ સ્વભાવ હતો. આમ છતાં પણ આ ગુણપક્ષપાત વિવેકયુક્ત રહેતો. પોતાના વિશિષ્ટ પક્ષપાતના પાત્રમાં સમયાન્તરે અસાધારણ ત્રુટિઓ માલુમ પડે તો પણ તેની ભક્તિઉપાસના ચાલુ રાખવી એ તેમના માટે કદી શક્ય નહોતું. તેમનામાં કોઈ વિષે કદી આંધળી ભક્તિ નહોતી. દાખલા તરીકેઃ મોહનભાઈ સદ્ગત વા. મો. શાહનાં આકર્ષક લખાણો અને ઉત્તેજક વિચારોથી, તેમની પોતાની ભાષા વાપરીને કહું તો શાહના અનન્ય ભક્ત થયેલા; પણ વખત જતાં તેઓ તેમના પ્રત્યે તટસ્થ થઈ ગયા. તેથી ઊલટું શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથેની તેમની મૈત્રી છેવટની ઘડી લગી કાયમ રહી હતી, એટલું જ નહિ પણ ઉત્તરોત્તર વધતી ગઈ હતી. મોહનભાઈ હંમેશાં કહેતા કે પ્રેમીજી જેટલા સરળ છે તેટલા જ અસાંપ્રદાયિક ઐતિહાસિક દૃષ્ટિવાળા પણ છે. પ્રેમીજીની નિખાલસવૃત્તિ અને સાહિત્યિક તેમજ ઐતિહાસિક ઉપાસનાએ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org