________________
૨૬૦ અર્ધ્ય
કહેવું પડશે કે ના, ના, અમારો હિંદુ ધર્મ અને અમારી હિંદુ સંસ્કૃતિ એવાં છે કે જેણે ગાંધીજીને જન્મ આપ્યો અને ગાંધીજી દ્વારા આત્મશોધન કર્યું. ગોડસેના હાથને લોહિયાળ કરાવનાર વક્રમતિ વર્ગને પણ પોતાની નવી પેઢીમાં પ્રતિષ્ઠા મેળવવી હશે તો તે ગાંધીજીની અહિંસાને આગળ ધરીને જ મેળવી શકશે. ગાંધીજીએ કોઈનું કદીયે અહિત ચિંતવ્યું જ નથી. આવી કલ્યાણ-ગુણ-ધામ-વિભૂતિ પોતાના સ્થૂળ મૃત્યુ દ્વારા પણ કલ્યાણવૃત્તિ પ્રસારવાનું જ કામ કરવાની. ઈશ્વર આ કે તે રસ્તે સૌને સદ્ગુદ્ધિનો જ પાઠ શીખવે છે. વક્રમતિ અને દુર્બુદ્ધિ લોકોને એક રીતે તો બીજાઓને બીજી રીતે સુધારવાની જ તક પૂરી પાડે છે. એટલે આપણે દૃઢ વિશ્વાસ સેવવો જોઈએ કે ગાંધીજીની મૃત્યુઘટનામાં પણ કોઈ ગૂઢ ઈશ્વરીય કલ્યાણસંકેત છે, જેનાં ચિહ્નો અત્યા૨થી દેખાવા લાગ્યાં છે.
ગાંધીજીએ ગીતાનો અર્થ પોતાના આચરણ દ્વારા દર્શાવ્યો છે અને વિકસાવ્યો પણ છે. ગાંધીજીની દૃષ્ટિ ધ્યાનમાં રાખી ગીતાને સમજવા પ્રયત્ન કરીએ તો એના ચાલુ શબ્દાર્થની પેલીપાર એક લોકોત્તર ભવ્ય અર્થની ઝાંખી થાય છે. આ મુદ્દાનો વિસ્તાર ક૨વાનું આ સ્થાન નથી. પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમની દૃષ્ટિની અલ્પ ઝાંખી કરવા-કરાવવા પૂરતું એક ઉદાહરણ ટાંકવું અપ્રસ્તુત નથી.
પ્રાચીન કાળથી આજ લગી યુદ્ધપ્રિય લોકોને ઉત્તેજવા અને પાનો ચડાવવા માટે એક ચમત્કારી ઉક્તિ ગીતામાં છે. તે કહે છે કે : “અરે બહાદુર, તું કમર કસ ! તૈયા૨ થા ! રણમાં જા ! અને પછી પીઠ ન ફેરવ. દુશ્મનોથી ન ડર ! જો દુશ્મનોને હાથે મરણ પામીશ તો કશું નુકશાન નથી. ઊલટું એ રીતે મરીને તું અહીંના રાજ્ય કરતાં મોટું સ્વર્ગનું રાજ્ય પામીશ, અને જો દુશ્મનોને જીતીશ તો અહીંનું રાજ્ય છે જ. જીવીને કે મરીને તું રાજ્ય જ ભોગવવાનો છે. શરત એટલી કે લડતાં પાછી પાની ન કરવી.’ આ ઉત્તેજનાએ આજ લગી હિંસક યુદ્ધો પોષ્યાં છે. કેમકે તે ઉત્તેજના કોઈ એક પક્ષ પૂરતી હોતી નથી. બંને પક્ષો તેવી ઉત્તેજનાથી બળ મેળવી પ્રાણાન્ત યુદ્ધ ખેલે છે અને પરિણામે નાશની પ્રક્રિયા અટકતી નથી. ગાંધીજીએ આ ઉત્તેજનાને મિટાવી નહિ. તેનું બળ કાયમ રાખ્યું એટલું જ નહિ પણ તેને ઘણે અંશે વધાર્યું પણ છે. માત્ર તેને અહિંસાનો નવો ઝોક અને નવો પુટ આપ્યો અને તે ઉત્તેજનાને અમર રસાયણ બનાવ્યું. હજારો વર્ષ થયાં ચાલી આવતી પાશવી હિંસક ઉત્તેજનાને તેમણે માનવીય કે દિવ્ય ઉત્તેજનામાં ફેરવી નાંખી, અને તે કેવી રીતે ? ગાંધીજીએ ઉપરની ઉત્તેજનાને નવો અર્થ આપતાં કહ્યું કે ‘શાશ્વત સિદ્ધાંત તો એવો છે કે કોઈ પણ કલ્યાણ કરનાર દુર્ગતિ પામતો નથી. તેથી હે બહાદુર ! તું કલ્યાણમાર્ગે નિર્ભયપણે વિચર ! આગળ અને આગળ વધ્યે જા ! પાછો ન હઠ ! કોઈનું અકલ્યાણ ચિંતવવામાં કે કોઈનું બગાડવામાં ન પડ ! એમ કલ્યાણમાર્ગે ચાલતાં અને ઝૂઝતાં મરી જઈશ, ખવાઈ જઈશ તોયે શું ? તેથી તો તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org