SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩) • અર્થ જે મઠો, વિહારો, મંદિરો અને ધર્મસંઘો પરિગ્રહત્યાગની ભાવનામાંથી અસ્તિત્વમાં આવ્યાં હતો અને જે દાનદક્ષિણાને લીધે જ પોષાયે જતાં હતાં તેઓ દાનદક્ષિણા દ્વારા મેળવેલ અને બીજી અનેક રીતે વધારેલ પૂંજી અને પરિગ્રહની માલિકી ધરાવવા છતાં સમાજમાં ત્યાગીની પ્રતિષ્ઠા પામતાં રહ્યાં અને સાથે સાથે ઉત્પાદક શ્રમનું સાર્વજનિક મૂલ્ય સમજવાની બુદ્ધિ ગુમાવવાને લીધે એક રીતે અકર્મ જેવાં બનતાં ચાલ્યાં. બીજી બાજુ સાચી-ખોટી ગમે તે રીતે ધનસંપત્તિ કે ભૂમિસંપત્તિ મેળવનાર વ્યક્તિઓ પણ, દાનદક્ષિણા દ્વારા પોતાના પાપનું પ્રક્ષાલન થાય છે એમ માની દાનદક્ષિણા આપતા રહ્યા અને સમાજમાં વિશેષ અને વિશેષ પ્રતિષ્ઠા પામતા પણ રહ્યા. આમ સમાજમાં પ્રતિષ્ઠા પામનાર મુખ્યપણે બે વર્ગ અસ્તિત્વમાં આવ્યાઃ એક ગમે તેટલું અને ગમે તે રીતે અપાયેલું દાન લેનાર, એનો સંગ્રહ અને વધારો કરનાર છતાં ત્યાગી મનાતો બ્રાહ્મણ – શ્રમણવર્ગ અને બીજો ન્યાયઅન્યાય ગમે તે રીતે મેળવેલ સંપત્તિનું દાન કરનાર ભોગી વર્ગ. આ બે વર્ગ વચ્ચે એક ત્રીજો વર્ગ પણ રહ્યો કે જેના આધારે ઉપરના બંને વર્ગોનું અસ્તિત્વ હોવા છતાં સમાજમાં જેનું આવશ્યક ગૌરવ લેખાતું નહિ. તે વર્ગ એટલે નહિ કોઈના દાન ઉપર નભનાર કે નહિ કોઈ દાન-દક્ષિણા દ્વારા નામના મેળવનાર, પણ માત્ર કાંડાબળે જાતશ્રમ ઉપર નભનાર વર્ગ. અહિંસા અને મમતાત્યાગનો જે ધર્મ મૂળે સમાજમાં સર્વક્ષેત્રે સમતા આણવા અસ્તિત્વમાં આવ્યો હતો. તે જ ધર્મ અવિવેકને લીધે સામાજિક વિષમતામાં અનેક રીતે પરિણમ્યો. એવી વિષમતા નિવારવા અને કર્મયોગનું મહત્ત્વ સ્થાપવા કેટલાક દ્રાઓએ અનાસક્ત કર્મયોગ તેમજ સમત્વયોગની સ્થાપના માટે સબળ વિચારો રજૂ કર્યા. દક્ષિણ અને ઉત્તર હિન્દુસ્તાનમાં થયેલ અનેક સંતોએ એ વિચારનું પોષણ પણ કર્યું. જ્યાં ત્યાં એની સારી અસર પણ થઈ. પરંતુ એ અસર છેવટે ન તો સ્થાયી બની અને ન તો સર્વદેશીય. તેથી કરીને સમાજમાં છેવટે રાજસત્તા અને ધનસંપત્તિનો મહિમા, દાન અને ત્યાગનો મહિમા એ જેવા ને તેવા ચાલુ જ રહ્યા અને સાથે સાથે ગરીબી તેમજ જાતમહેનત પ્રત્યેની સૂગ પણ ચાલુ રહી. ઊંચ-નીચના ભેદની, સંપત્તિ અને ગરીબીની, નિરક્ષરતા અને સાક્ષરતાની, તેમજ શાસક અને શાસિતની, એમ અનેકવિધ વધતી જતી વિષમતાને લીધે દેશનું સામૂહિક બળ ક્ષીણ જેવું થયું અને અંતે વિદેશી રાજ્ય પણ આવ્યું. એણે પહેલાંની વિષમતામાં અનેક નવી વિષમતાઓ અને સમસ્યાઓ ઉમેરી. ચોમેરથી પ્રજા ત્રાહિ ત્રાહિ પોકારવા લાગી. કવિઓ ઈશ્વરનું આવાહન કરવા લાગ્યા. જ્યારે આ વિષમતા નિવારવાનું કામ શસ્ત્રબળ અને શાસ્ત્રબળ બંને માટે અસાધ્ય જેવું દેખાતું હતું ત્યારે પાછો એ જ જૂનો અપરિગ્રહ અને અહિંસાનો માર્ગ એક વિશિષ્ટ વ્યક્તિને મૂક્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy