________________
૧૩ર • અર્થ
એક બાબત ધ્યાનમાં રહે કે દેશ-વિદેશના કોઈપણ ઉચ્ચ કે ઉચ્ચતર વિદ્વાનોનો, ધર્મ અને નાત-જાતના ભેદભાવ વિના આપણે ભલે ઉપયોગ કરીએ પણ એ પાછળ દૃષ્ટિ એ રહેવી જોઈએ કે જૈન સમાજ પોતામાંથી જ એવા સુનિષ્ણાતોને તૈયાર કરે અને તૈયાર હોય તેને યથાસ્થાન ગોઠવી પૂરતું કામ આપે, જેથી શિક્ષણ અને સાહિત્યની બાબતમાં બધાં જ સાર્વજનિક ક્ષેત્રે સમાજ પરાવલંબી યા શરણાગત જેવો
ન રહે.
અત્યારે તો આવું કામ કરવા માટે પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે. જૂની વસ્તુઓનાં સર્વત્ર નવેસરથી મૂલ્યાંકનો થવા લાગ્યાં છે. એક અમેરિકન પ્રોફેસર પ્રાચીન ગુજરાતી ભાષાના શાલિભદ્રરાસનું સંપાદન કરવા પ્રેરાય તે શું સૂચવે છે ? હું તો જોઉં છું કે આજે હેમચંદ્ર ફરી જીવતા થાય છે. આજે સારા સાહિત્યની અને સારા વિદ્વાનોની ખોટની ઘણી વાતો થાય છે, પણ આજે હવે આ ખોટ એટલી મોટી નથી. જો જોવા ઇચ્છો તો સારું જૈન સાહિત્ય અને જૈન સાહિત્યના ઉચ્ચ કોટિના વિદ્વાનો પણ આપણે ત્યાં છે જ – પછી ભલે પ્રમાણમાં કદાચ ઓછા હોય, પણ આ રીતે જોવા જાણવાની કોને પડી છે ?
સદ્દગત શ્રી મોતીચંદભાઈના સ્મારકનું ફંડ થયેલું છે, એનો ઉપયોગ પ્રાચીન સાહિત્યના નવા ગ્રંથોના સંશોધન – સંપાદન પાછળ થવો હજુ બાકી છે. ફંડ એકઠું કરવું એક વાત છે. એનો ઉપયોગ કરવો એ બીજી વાત છે. એ માટે તો દષ્ટિ અને ઉદારતા બંને જોઈએ.
ભારતના નાક સમા મુંબઈનો જ વિચાર કરો, કે અહીં જૈન સાહિત્યના કેન્દ્ર જેવું કંઈ આપણે ઊભું કર્યું છે? કોઈને જૈન તત્ત્વજ્ઞાન, સાહિત્ય કે કલાના વિષયમાં મુંબઈમાં જાણવું હોય તો એ વિષયનો નિષ્ણાત – એકસ્પર્ટ કહી શકાય એવો એક પણ વિદ્વાન અહીં છે ખરો ?
વળી આજે માનવતા, રાષ્ટ્રીયતા અને કેળવણીનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે તેનો આપણે વિચાર કરવો જોઈએ. આમાં વિકાસ બે માર્ગે થઈ શકે: એક તો સમાજને ઉચ્ચ સંસ્કારો આપવા; અને બીજો અનૈતિકતાનો ત્યાગ કરવો. અનૈતિક ધન લઈને પુસ્તક, મંદિર કે મૂર્તિ કરવાં એ ભારતીય સંસ્કૃતિને શોભે નહીં, જેનોને તો એ મુદ્દલ શોભે નહીં.
અનેકાંતનો વિકાસ કરવાની અને એના મર્મને જીવનમાં ઉતારીને સમભાવ, સહિષ્ણુતા અને ઉદારતા કેળવવાની જરૂર છે.
સમાજમાં આવા સંસ્કારોનું સિંચન કરવામાં, ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉચ્ચ શિક્ષણનો પ્રચાર કરવામાં અને ઉચ્ચ કોટિનું સાહિત્ય પ્રગટ કરવામાં કૉન્ફરન્સ ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org