SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અંજલિ - ૧૩૧ તેથી પ્રતીક દ્વારા આપણે મૂળ વસ્તુને સમજવા અને તે દિશામાં ઘટતું કરવા પ્રવૃત્ત થઈએ તો જ સમારંભ એ માત્ર સમારંભ ન રહેતાં એ કાર્યસાધક પગલું બની રહે. સામાજિક સુધારણા અને બીજા ફેરફારો કરાવવાની બાબતમાં કોન્ફરન્સ કરવા જેવું હોય તો મુખ્યપણે અત્યારે એ છે વહેમી અને ખર્ચાળ પ્રથાઓના ભારથી કચડાતા મધ્યમ વર્ગને એ જાળમાંથી મુક્તિ અપાવે એવું વાતાવરણ તૈયાર કરવું. એ સિવાયના બીજા સુધારા ને ફેરફારની બાબતમાં આજની સામાજિકતા જે રીતે ઘડાઈ રહી છે અને દેશ-વિદેશનાં બળો એને ઘડવામાં જે રીતે કામ કરી રહ્યાં છે તે જોતાં એ નિશ્ચિત છે કે જેનસમાજ પોતાનું સામાજિક જીવન આપમેળે જ એ પરિવર્તન અને સુધારણાને અનુકૂળ કરી લેવાનો. એમ કર્યા વિના એની બીજી કોઈ ગતિ જ નથી. પરંતુ શિક્ષણ અને સાહિત્યનો એક એવો આગવો પ્રદેશ છે કે જે બાબતમાં કૉન્ફરન્સે ઘણું કરવા જેવું છે. હું ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના ચાલુ શિક્ષણની કે તેનું શિક્ષણ આપે તેવા શિક્ષકો તૈયાર કરવાની વાત નથી કહેતો. એ કામ ઉપાશ્રયો અને મહેસાણા જેવી પાઠશાળાઓ મારફત ચાલી રહ્યું છે અને એમાં અનેક મુનિઓ તેમજ ગૃહસ્થોનો સહયોગ પણ છે. હું જે શિક્ષણની વાત કહેવા ઈચ્છું છું તે ઉચ્ચ ભૂમિકાના સર્વગ્રાહી શિક્ષણની વાત છે. આજે શિક્ષણ વ્યાપક બનતું જાય છે. એનું ઊંડાણ પણ ઉચ્ચ ભૂમિકાએ વધતું જાય છે. મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ અને ઉચ્ચતર અધ્યયનની માગણી વધતી જાય છે, અને એ માગણીને સંતોષે એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીક ઠીક વધતી જાય છે. તેથી આ સમય આપણા માટે બહુ અનુકૂળ છે. જો કૉન્ફરન્સ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉચ્ચ ભૂમિકાસ્પર્શી શિક્ષણની દષ્ટિએ કાંઈક કરે તો એમાં એને જશ મળે તેમ છે. આ કામના મુખ્ય બે ભાગ છે : (૧) તૈયાર મળે એવા સુનિષ્ણાત કે નિષ્ણાત વિદ્વાનો દ્વારા વિષયવાર સાહિત્ય તૈયાર કરાવવું અને સાથે સાથે મહાવિદ્યાલયો કે વિશ્વવિદ્યાલયોમાં પૂરી યોગ્યતાથી કામ કરી શકે એવા થોડા પણ નિષ્ણાતો તૈયાર કરવા-કરાવવામાં શક્તિ ખરચવી. (૨) અને વિષયનું પ્રાચીન સાહિત્ય આપણે ત્યાં છે. તેમાંથી પસંદગી કરી વિશિષ્ટ વિદ્વાનો મારફત તેનું આધુનિક દૃષ્ટિએ સંપાદન-પ્રકાશન કરવું એ કૉન્ફરન્સની પ્રવૃત્તિનું એક અંગ હોવું જોઈએ. પુસ્તકો અનેક પ્રસિદ્ધ થાય છે, પણ જ્ઞાનની નવી પેઢીને સંતોષે એવાં બહુ વિરલ પ્રસિદ્ધ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યનું વિશ્વસાહિત્યમાં યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે નવી દષ્ટિએ યોગ્ય હાથે તેના સંપાદનને બહુ અવકાશ છે, અને કૉન્ફરન્સને એમાં જશ મળે તેમ પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy