________________
અંજલિ - ૧૩૩ ઘણું કરી શકે એમ છે. સદ્ગત શ્રી મોહનલાલ દેશાઈએ આ બાબતમાં કૉન્ફરન્સ દ્વારા પહેલ કરી છે, અને આપણે માટે કર્તવ્યની દિશા સૂચવી છે. હવે એ દિશાને વિકસાવવા અને સમૃદ્ધ ક૨વામાં જ એમનું ખરું સ્મરણ રહેલું છે એમ સૌ કોઈ સ્વીકારશે.
આટલા પ્રાસંગિક નિવેદનને અંતે સદ્દગત શ્રી મોહનભાઈની નિષ્ઠા અને સાહિત્યસેવાને અંજલિ આપી, મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌને આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરું છું.”
- જૈન, ૨૧ જુલાઈ ૧૯૫૬
* તા. ૧૫-૭-૧૯૫૬ ને રવિવારના રોજ સદ્દગત શ્રી મોહનલાલ દ. દેશાઈના તૈલચિત્રની અનાવરણવિધિ પ્રસંગે આપેલું વક્તવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org