________________
૧૪ • અર્થ અને કાર્ય-પ્રદેશ અતિ વિશાળ, તેથી માણસ નેત્ર હોય તો તેનાથી જ કામ લે. અને સંભવ હોય ત્યાં પણ સ્પર્શન અને ઘાણથી કામ લેવાની માથાફોડમાં ન પડે. પણ દૈવયોગે નેત્રનું સામર્થ્ય જાય ત્યારે બધો બોજો સ્પર્શન થ્રાણ ઉપર પડતાં જ તેની ગુપ્ત શક્તિઓ બહાર આવી તે ઇંદ્રિયો જ નેત્રનું પ્રધાનત્વ મેળવી લે છે, અને નેત્રવાનની કલ્પનામાં પણ આવી ન શકે એવાં ચમત્કારી કાર્યો સ્પર્શન ઇંદ્રિય પણ બતાવી દે છે. હેલનની સ્પર્શન ઇંદ્રિય આ વાતનો પુરાવો છે. એ રૂના દલાલો હાથમાંના ગણ્યાગાંઠ્યા સંકેતો ઓળખે એટલું જ હસ્તલેખનથી નથી જાણતી, પણ હસ્તલેખન દ્વારા એ બધું શ્રવણ કાર્ય સાધે છે. અને એની ત્વચા બીજા કોઈના હાથની કે મોઢાની રેખાઓ પારખી શકે છે એ સાંભળતાં તો ભારેમાં ભારે વિચારક પણ થોડી વાર મૂંઝાય ખરો; બોલતા બીજા . માણસોના હોઠો ઉપર આંગણી રાખી તેના શબ્દો ઉકેલવાના તેના ત્વચા સામર્થ્યનો વિચાર કરતાં તો હું આશ્ચર્યમુગ્ધ બની જાઉં છું. માત્ર સ્વરના ભેદવાળા પણ ક્રમિક વ્યંજનની સમાનતાવાળા પણ, પાણી, થાળ, થાળી, હાથી, હાથ” જેવા શબ્દો ઉચ્ચારતા મારા પોતાના જ હોઠો ઉપર ભેદ પારખવા આંગળી મૂકી પ્રયત્નો કર્યા અને એ દિશામાં શૂન્યતા જ અનુભવી, ત્યારે તો હેલન એક દિવ્ય તેજરૂપે જ સામે આવી. અલબત્ત, તેજની આ મૂર્તિના સમગ્ર આશ્ચર્યકારી વિકાસનો મૂળ આધાર-ઉપાદાન માત્ર તેનો આત્મા જ નથી. તેનો આત્મા જ નથી. તેનો આત્મા ગમે તેવો સામર્થ્યશાળી હોત અને છતાં તેને અમેરિકાસુલભ જડચેતન સગવડ મળી ન હોત, તો એ તારો ઊગતાં જ આથમી જાત.
ઇંદ્રિયખોડની નિબિડતર અને નિબિડતમ બેડી છતાં ત્યારે અભ્યાસમાર્ગમાં આગળ ધપવાની હેનને તાલાવેલી લાગે છે, તેમજ ખોડ વિનાના સહચારીઓ સાથે રહેવાની અને તેમનાથી પણ આગળ વધવાની ધૂન લાગે છે, ત્યારે જે મુશ્કેલીઓ અને જે નિરાશા અનુભવાય છે, તે ઘણે સ્થળે મારી અને હેલનની એક જેવી છે. એ બધાની સરખામણીને તો આ સ્થળે અવકાશ નથી. છતાં થોડીક સરખામણીઓ આપવી યોગ્ય થશે. હેલને કૉલેજ વાસ્તેની તૈયારી કરવાનો વિચાર કર્યો. તેની લાચાર સ્થિતિમાં જે મુશ્કેલીઓ સંભવે તેનો વિચારથી હેલનના હિતૈષીઓએ એ બાબત ભારે વિરોધ કર્યો. પણ ક્યાં એ હિતૈષીનો તીવ્ર વિરોધ અને કયાં એનો દુર્દમ તીવ્રતર કાર્યોત્સાહ ? અંતે હેલન જીતી. મારામાં અણધારી ક્યારેક કાશી જવાની ભાવના પ્રગટી. બધાજ હિતૈષીઓનો પ્રબળતર વિરોધ; પણ અંતે એ ભાવનાના તીવ્રતમ વેગે મને કાશીમાં જ જઈ પટક્યો. પરીક્ષાનો પ્રસંગ તો અમારા બંનેનો લગભગ એક જેવો છે. હેલન પરીક્ષામાં પ્રથમ બેઠી ત્યારે એને પ્રશ્નપત્ર સમજાવનાર કુશળ, ઉત્તર લખવાનો સમય પૂરતો, અને લખ્યા પછી બચત સમયમાં ભૂલ સુધારવાની નિરીક્ષકે કરી આપેલી તક; આ બધી પૂરી સગવડ. પણ પછી જ્યારે તે આગલી પરીક્ષામાં બેઠી ત્યારે સગવડનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org