SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ તેજોમૂર્તિ ભગિની - ૧૪૫ તંત્ર અગવડમાં પરિણમ્યું અને હેલનને પરીક્ષાની ભયંકરતાનો સાક્ષાત્કાર થયો. મારી પણ એ જ દશા. કાશી ક્વીન્સ કોલેજમાં પહેલી વાર પરીક્ષા આપવા બેઠો ત્યારે લેખકની ખામીનું ફળ ભોગવવાનો પ્રસંગ આવતાં જ એક ભલા નિરીક્ષક બંગાળી ભટ્ટાચાર્ય એ પામી ગયા. અને નવેસર સગવડ થતાં હું ઉચ્ચ ધોરણે જ પસાર થયો. પણ આગલાં વર્ષોમાં વ્યવસ્થાપક અને પરીક્ષકોની બેપરવાઈ તથા અનાવડત જોઈ મને પણ પરીક્ષાનું મૂલ્ય સમજાયું અને પરીક્ષાનો અર્થો રસ્તો કાપ્યા પછી પરીક્ષકના એ જ કમરામાં સંલ્પ કર્યો કે આજ પછી પરીક્ષા નિમિત્તે આ અવિચારી ખાનામાં કે કતલખાનામાં દાસ કે પશુ બની દાખલ ન થવું. મને યાદ છે કે એ નિશ્ચય પછી લગભગ ચોવીસ વર્ષે હું ફરી એ ક્વીન્સ કોલેજમાં અભ્યાસક્રમ ઉપર વિચાર કરવાના ત્યાંના રજિસ્ટ્રારના આમંત્રણને સ્વીકારી હિંદુ યુનિવર્સિટીના એક અધ્યાપક તરીકે જ ગયો, પણ પરીક્ષ્ય વિદ્યાર્થી તરીકે નહીં. હેલને સ્કૂલ અને કૉલેજના વિદ્યામય વાતાવરણમાંથી જ્યારે જ્ઞાનતૃષા શમાવે છે, ત્યારે એ પોતાની અપંગતાનું ભાન ભૂલી ચિત્ત-શક્તિના એલૌકિક આનંદનો અનુભવ કરે છે ને એમાંથી જીવનકથા જેવાં મધુર ફળો પીરસે છે. મારી પણ લગભગ એ જ દશા રહી છે. બાહ્ય અને આંતરિક વિક્ષેપોના મૃત્યુને તટે લાવી મૂકે એવા સંભાર વચ્ચે મને વિવિધ શાસ્ત્રોના અભ્યાસે, ચિંતન અને લેખને જ બચાવી સ્વસંવેદ્ય એલૌકિક આનંદભૂમિકા ઉપર મૂક્યો છે. હેલન કૉલેજમાં યાંત્રિક રીતે શીખવતા અધ્યાપકોની શુષ્ક દોડની પોતાની પરિસ્થિતિ કારણે ટીકા કરે છે ત્યારે પણ તેને સમુદ્રમાં મીઠી વિરડી જેવા વિરલ અધ્યાપકો મળે છે, જેઓ હેલનને રસમય શિક્ષણથી તરબોળ કરી દે છે. સાંકડી અભ્યાસ - કોડમાં સતત પુરાયેલ શાસ્ત્રગાયોના અર્થહીન શબ્દસ્તનોમાંથી દૂધને બદલે રક્ત ખેંચી તેને દૂધ માની-મનાવી પિવરાવનાર પંડિતગોપો વચ્ચે મને પણ સતત શુદ્ધ દુષ્પવર્ષા કામદુઘા જેવા વિરલ અધ્યાપક બહુ મોડે મોડે પણ મળેલા અને હજીયે છે જેમ હેલનનું માનસ વિવિધ વિષયસંચારી શિક્ષણમાં રસ લે છે. તેમ મારું માનસ પણ. અભ્યાસ્ય ભાષાઓ જુદી છતાં અનેક એ તત્ત્વ પણ અમારા બંનેનું સમાન પ્રમાણ અને સાધનનો ભેદ બાદ કરતાં વનવિહાર, જલવિહાર, પર્વતપર્યટન, સમુદ્રયાત્રા, પશુપક્ષીપરિચય આદિનો રસ બંનેનો સમાન જ. અલબત્ત, એનો સાઈકલ-સવારીનો તંરગ મને કદી જ આવ્યો નથી. પણ હું ધારું છું. મારો અશ્વારોહી તરંગ એને ભાગ્યે જ થયો હશે. સમૂહમાં અને એકલાં શેતરંજ રમવાની શોધેલી એની નવી રીતે આજે પણ મારું મન લોભાયું. પુસ્તકો અને શિક્ષકો એનાં અને મારાં સમાન મિત્રો. હેલન અંતમાં લખે છે એમ, “મારી જીવનકથા મારા મિત્રોએ ઘડી છે' એ સૂત્ર મારા જીવન વિષે પણ પૂર્ણપણે સત્ય છે. મારા પણ મિત્રોની યાદી ભારે વિશાળ અને તે પણ અનેક આકર્ષક તેજસ્વી નામ અને ગુણના રંગોથી ભૂષિત છે. શ્રત, પરિશીલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy