SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ • અર્થ અને અભ્યસ્ત વિવિધ વિષયોનાં પુસ્તકોની યાદી મારી ખંત પણ બતાવે અને કાંઈક એકાંગી જડતા પણ. હેલનને પરિચિત ધર્મગુરુઓમાં કોઈ સંકીર્ણ મનનો દેખાતો નથી. તેને જે જે બિશપ વગેરે મળ્યા છે તે બધાએ તેને અસાંપ્રદાયિક સત્યને જ માર્ગે દોરવા યત્ન કર્યો છે. સદ્દભાગ્ય કે દુર્ભાગ્યે મારી બાબતમાં તેમ નથી બન્યું. છેક લઘુવયથી તે બહુ મોડે મોડે સુધી આપણા દેશમાં જડ જનતાને સુલભ એવા જ અતિ સાંકડા મનના અને અંધારામાં પ્રકાશ તેમજ કૂવામાં સમુદ્ર માની બેઠેલા અનેક ધર્મગુરુઓ એક પછી એક મને મળતા જ રહેલા. છતાં તેમનાં ચરણોમાં બેસી ઝીલેલ ધર્મબોધ ઉપર ફરી વિચાર કરવાની ફરજ પડે અને આખું માનસ બદલી નાખે એવું વ્યાપક ધર્મભાન કરાવનાર ધર્મપ્રાણ પુરુષોનું પણ મારા જીવનમાં સ્થાન છે. અને તેમાંના ઘણા તો અત્યારે મોજૂદ છે.’ આમ અમારા બંનેનું ક્ટલુંક સામ્ય છતાં એકવીસ વર્ષ જેટલી નાની ઉમર હેલનના – “એવી ક્ષણ હોય છે જ્યારે મને એમ લાગે છે કે શાયલૉક તથા યૂડા જેવા લોક અને સંતાન પણ વિશ્વમાં પ્રવર્તમાન સાધુતાના મહાચકના ભાંગી ગયેલા આરા છે અને તેઓ યોગ્ય સમયે પાછા સમારી લેવાશે' – આ વાકયમાં જે મહાવીર, બુદ્ધ, ક્રાઇસ્ટ અને ગાંધીજીની સહજ શ્રદ્ધા અને પ્રજ્ઞાઈદ્રિયના ફુરણનું ભાન થાય છે, તે આટલી પ્રૌઢ ઉંમરે પણ સ્વાભાવિક રીતે મારા જીવનક્રમમાં મને દેખાતું નથી. અલબત્ત, આર્યાવર્તના વિવિધ દર્શનોના અનેક વિષયસ્પર્શી, કામના અને નકામા, જટિલ, કંટકિલ અને ગ્રંથિલ વાદવિવાદ વચ્ચે પણ મેં તેની પારના પ્રજ્ઞામય, શાંત અને સર્વવ્યાપક ભાવનું વિસ્મરણ કદી કર્યું નથી. પણ એ દિશામાં પ્રજ્ઞા ઇંદ્રિયનું જાગરણ કરવાનું તો હજી મનોગત જ છે. પ્રસ્તુત પુસ્તક વિષે શ્રીમાન કાકાસાહેબ કાંઈક લખવાના છે એ જો મેં સાંભળ્યું ન હોત તો હું આટલાં ટૂંકામાં કદાચ ન પણ પતાવત. છતાં શ્રીયુત મગનભાઈના અનુવાદવાચનથી મારા મન ઉપર પડેલ અનેક છાપોમાંની અગત્યની બેએક લખી દેવી યોગ્ય છે. અનુવાદ સ્વતંત્ર લખાણ જેવો સીધો છે. અર્થ સમજવામાં શબ્દની, વાક્યની કે તેવી જ આંટીઘૂંટી આડે આવતી નથી. અનુવાદકે મૂળગત ભાવો સ્પષ્ટ કરવા અને પોતાની નવશબ્દરચના સમજાવવા જે ટૂંકાં પણ મહત્ત્વનાં ટિપ્પણો કર્યા છે તે ન હોત તો અનુવાદનો આત્મા આટલો અર્થપૂર્ણ ન બનત. અનુવાદકમાં જે ભાવપૂર્ણ નવશબ્દસર્જનનું અનુકરણીય સામર્થ્ય દેખાય છે તે ગુજરાતી ભાષાના સમૃદ્ધ અભ્યદયનાં અનેક લક્ષણોમાંનું એક મહત્ત્વનું લક્ષણ છે. એકંદર આખો અનુવાદ અંગ્રેજીને ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ રાખવાની બળવત્ તરફદારી કરનારને માતૃભાષાના માધ્યમનું સામર્થ્ય સમજાવનાર અજિલ્લ જવાબ જેવો છે. હું શ્રીયુત મગનભાઈ પાસે એટલી માગણી અવશ્ય કરું છું કે, તેઓ શ્રીમતી હેલનના પછીની વયના ઉત્તરોત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy