________________
અર્થ્ય
૫. સુખલાલજી
આપણે જાણતા હતા કે સોક્રેટિસની હત્યા પ્રીકોને હાથે થાય, કાઈસ્ટની હત્યા જ્યે લોકોના હાથે થાય, પણ હિંદુ માનસ તો એમના જેવા મહાસંત કે ઋષિ કે તપસ્વીના ખૂનનો વિચાર સુધ્ધાં કરી શકે નહિ. હિંદુ માનસના આવા ગૌરવથી આપણું મન ઉન્નત હતું. રાજલોભના કારણે અને બીજાં કારણોએ હિંદુ જાતિમાં પણ અનેક ખૂનો થયાં છે પણ કોઈ સાચા તપસ્વી કે સાચા સંતનું ખૂન તેના કટ્ટરમાં કટ્ટર વિરોધી હોય એવા હિંદુને હાથે કદી પણ થયું નથી. હિંદુ માનસમાં આવો જે ભવ્યતાનો અને ધર્મનો ઊંડો સંસ્કાર હતા તે સંસ્કારના લોપથી – તેને લાગેલ કલંકથી આખું હિંદુ માનસ જાણે શરમાઈ ગયું છે અને એ જ ઊંડી શરમ પણ તેનાં આંસુની વાટે જાણે વહી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org