________________
આચાર્યશ્રી આત્મારામજી • ૮૩ ભાવિ ધર્મસમાજ ઘટનામાં તેનું સ્થાન કશું જ નહિ હોય. મહારાજશ્રીને પદે આવનારમાં લોયમાન અને યાકોબી જેવી વિદ્યાનિષ્ઠા તથા ચિકિત્સાશક્તિ જોઈશે. આ આનંદશંકર ધ્રુવ કે ડૉ. શીલ જેવો તાત્ત્વિક અને તટસ્થ વિશાળ અભ્યાસ જોઈશે, કવિ ટાગોરની કલ્પનાશક્તિ જોઈશે અને ગાંધીજીની નિર્ભયતા તેમજ નિખાલસતા જોઈશે. આટલા ગુણો ઉપરાંત એનું સ્થાન લેવા ઇચ્છનાર અને જૈન સમાજને જીવિત રહેવામાં ફાળો આપવા ઇચ્છનાર વ્યક્તિમાં પંથનો નહિ પણ અંદરનો ત્યાગ જોઈશે. એનામાં ક્રાઈસ્ટની સેવાભાવનાની તપસ્યા અને એની બિમેંટનો “આગળ વધોનો ઉત્સાહ જોઈશે. પોતાની પરિસ્થિતિમાં રહી નવા નવા માર્ગો યોજવાની અને તે દ્વારા જ્ઞાન અને ત્યાગની સમૃદ્ધિ વધારવાની શક્તિ જોઈશે.
જયંતીની પુષ્પાંજલિ માત્ર ગુણાનુવાદમાં પૂરી થાય છે પણ તેથી જે કૃત્રિમતા - અવાસ્તવિકતાનો કચરો એકઠો થવાનો સંભવ ઊભો થાય છે તે લાભના પ્રમાણમાં બહુ જ મોટો છે. તેથી કોઈપણ પૂજ્ય વ્યક્તિની જયંતી વખતે ગુણાનુવાદમાં ભાગ લેનાર ઉપર યથાર્થતા સામે દષ્ટિ રાખવાની ભારે જવાબદારી ઊભી થાય છે. એ વાત ધ્યાનમાં રાખી મારે કહેવું જોઈએ કે મહારાજશ્રીએ બહુશ્રુતપણાની ગંગા શરૂ કરી છે તે નવી પરિસ્થિતિ જોતાં માત્ર ગંગોત્રી છે અને સંપ્રદાયની ભૂમિકા ઉપર ઊભા રહી તેમણે જે સંશોધનવૃત્તિ તેમજ ઐતિહાસિકવૃત્તિ દાખવી છે તે ભાવિ સંશોધકો અને ઐતિહાસિકોને ઇતિહાસનો મહેલ બાંધવા માટે પાયામાં મુકાતા એક પથ્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધનો, ઐતિહાસિક ગવેષણાઓ અને વિદ્યાઓ જ્યાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે, તેથી તે દિશામાં સમગ્ર પુરુષાર્થ દાખવી પગલું ભરનારનો નાનકડો શો ફાળો પણ બહુ જ કીમતી ગણાવો જોઈએ. આ દૃષ્ટિએ “અજ્ઞાન તિમિર ભાસ્કર' ઉપર વિશેષ કામ કરવા ઇચ્છનાર પ્રૌઢ સંશોધક અને ઐતિહાસિકને પુષ્કળ અવકાશ છે.
- સિંવત ૧૯૮૫ના જ્યેષ્ઠ સુદ ૮ શુક્રવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી વિજયવલ્લભસૂરિના અધ્યક્ષપણા નીચે ઊજવાયેલી શ્રી આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન.]
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org