________________
૧૩. આચાર્ય જિનવિજ્યજી
ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય શ્રીમાન જિનવિજયજી ગઈ તા. ૧૨મી મેએ જર્મની સિધાવ્યા. તેમના આચાર્ય તરીકેના જીવનમાં સીધી રીતે પરિચયમાં આવનાર કે એમની સાહિત્ય કૃતિઓ દ્વારા પરિચયમાં આવનાર બધા મોટે ભાગે તેમને ગુજરાતી તરીકે ઓળખે છે અને જાણે છે. અને તેથી દરેક એમ માનવા લલચાય કે ગુજરાતની વ્યાપારજન્ય સાહસ વૃત્તિએ જ એમને દરિયાપાર મોકલ્યા હશે, પણ ખરી બિના જુદી જ છે. તેવી જ રીતે, તેમની સાથે સીધા પરિચય વિનાના માણસો, માત્ર તેમના નામ ઉપરથી તેમને જૈન અને તેમાં પણ જૈન સાધુ માને અને તેથી જ કદાચ વૈશ્ય તરીકે ઓળખવા પણ પ્રેરાય, પરંતુ તે બાબતમાં પણ બિના જુદી છે.
આચાર્ય જિનવિજયજીના જીવનમાં આ વિદેશયાત્રાના પ્રસંગથી તદ્દન નવું જ પ્રકરણ શરૂ થાય છે અને તેથી આ પ્રસંગે તેમના અત્યાર સુધીના જીવનનો અને તેનાં મુખ્ય પ્રેરક બળોનો પરિચય આપવો ઉચિત ગણાશે.
તેમનું જન્મસ્થાન ગુજરાત નહિ પણ મેવાડ છે. તેઓ જન્મ વૈશ્ય નહિ પણ ક્ષત્રિય રજપૂત છે. પરદેશમાં જનારા ઘણાખરાઓ પાછા આવી અહીં ઇષ્ટ કારકિર્દી શરૂ કરવા જાય છે. આ જિનવિજયજીનું તેમ નથી. તેમણે ઇષ્ટ દિશાની એટલે પ્રાચીન સંશોધનની કારકિર્દી અહીં ક્યારની શરૂ કરી દીધી છે. પોતાની શોધો, લેખો, નિબંધો દ્વારા આ દેશમાં અને પરદેશમાં તેઓ મશહૂર થઈ ગયા છે અને હવે તેમને પોતાના અભ્યાસમાં જે કાંઈ વધારો કરવો આવશ્યક જણાયો તે કરવા તેઓ પરદેશ ગયા છે.
તેમનો જન્મ અજમેરથી કેટલેક દૂર રૂપેલી નામના એક નાના ગામડામાં થયેલો. તે ગામમાં એકસો વરસથી વધારે ઉંમરના જૈન યતિ રહેતા. તેમના ઉપર તેમના પિતાની પ્રબળ ભક્તિ હતી, કારણ કે એ જૈન યતિશ્રી વૈદ્યક, જ્યોતિષ આદિના પરિપક્વ અનુભવનો ઉપયોગ માત્ર નિષ્કામ ભાવે જનસેવામાં કરતા. જિનવિજયજીનું મૂળ નામ કિસનસિંહ હતું. કિસનસિંહના પગની રેખા જોઈને એ વતિએ તેના પિતા પાસેથી તેમની માગણી કરી. ભક્ત પિતાએ વિદ્યાભ્યાસ માટે અને વૃદ્ધ ગુરુની સેવા માટે ૮-૧૦ વરસના કિસનને યતિની પરિચર્યામાં મૂક્યા. જીવનના છેલ્લા દિવસોમાં યતિશ્રીને કોઈ બીજા ગામમાં જઈ રહેવું પડ્યું. કિસન સાથે હતો. યતિજીના જીવન-અવસાન પછી કિસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org