SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય જિનવિજયજી • ૮૫ એક રીતે નિરાધાર સ્થિતિમાં આવી પડ્યો. માબાપ દૂર, અને પતિના શિષ્ય પરિવારમાં જે સંભાળનાર તે તદ્દન મૂર્ખ અને આચારભ્રષ્ટ કિસન રાતદિવસ ખેતરમાં રહે, કામ કરે અને છતાં તેને પેટપૂરું અને પ્રેમપૂર્વક ખાવાનું ન મળે. એ બાળક ઉપર આ આફતનું પહેલું વાદળું આવ્યું અને તેમાંથી જ વિકાસનું બીજ નંખાયું. કિસન બીજા એક મારવાડી જૈન સ્થાનકવાસી સાધુની સોબતમાં આવ્યો. એની વૃત્તિ પ્રથમથી જ જિજ્ઞાસાપ્રધાન હતી. નવું નવું જોવું, પૂછવું અને જાણવું એ તેનો સહજ સ્વભાવ હતો. એ જ સ્વભાવે તેને સ્થાનકવાસી સાધુ પાસે રહેવા પ્રેર્યો. જેમ દરેક સાધુ પાસેથી આશા રાખી શકાય તેમ તે જૈન સાધુએ પણ એ બાળક કિસનને સાધુ બનાવ્યો. એ સ્થાનકવાસી સાધુ તરીકેના જીવનમાં કિસનનો અભ્યાસ શરૂ થાય છે. એમણે કેટલાક ખાસ જૈન ધર્મ-પુસ્તકો થોડા સમયમાં કંઠસ્થ કરી લીધાં અને જાણી લીધાં, પરંતુ જિજ્ઞાસાના વેગના પ્રમાણમાં ત્યાં અભ્યાસની સગવડ ન મળી. અને પ્રકૃતિ સ્વાતંત્ર્ય ન સહન કરી શકે એવાં નિરર્થક રૂઢિબંધન ખટક્યાં. તેથી જ કેટલાંક વર્ષ બાદ ઘણા જ માનસિક મંથનને અંતે છેવટે એ સંપ્રદાય છોડી જ્યાં વધારે અભ્યાસની સગવડ હોય તેવા કોઈપણ સ્થાનમાં જવાનો બલવાન સંકલ્પ કર્યો. - ઉજ્જયિનીનાં ખંડેરોમાં ફરતાં ફરતાં સંધ્યાકાળે સિપ્રાને કિનારે તેણે સ્થાનકવાસી સાધુવેષ છોડ્યો અને અનેક આશંકાઓ તેમજ ભયના સખત દાબમાં રાતોરાત જ પગપાળા ચાલી નીકળ્યા. મોઢે સતત બાંધેલ મુમતીને લીધે પડેલ સફેદ ડાઘાને કોઈ ન ઓળખે માટે ભૂંસી નાખવા તેમણે અનેક પ્રયત્નો કર્યા. પાછળથી કોઈ ઓળખી પકડી ન પાડે માટે એક-બે દિવસમાં ઘણા ગાઉ કાપી નાખ્યા. એ દોડમાં રાતે એકવાર પાણી ભરેલ કૂવામાં તેઓ અચાનક પડી ગયેલા. રતલામ અને તેની આજુબાજુનાં પરિચિત ગામોમાંથી પોતાની જાતને બચાવી લઈ ક્યાંક અભ્યાસયોગ્ય સ્થાન અને સગવડ શોધી લેવાના ઉદ્ધગમાં તેમણે ખાવાપીવાની પણ પરવા ન રાખી. પણ પુરુષાર્થીને બધું અચાનક જ સાંપડે છે. કોઈ ગામડામાં શ્રાવકો પજુસણમાં કલ્પસૂત્ર વંચાવવા કોઈ યતિ કે સાધુની શોધમાં હતા. દરમિયાન કિસનજી પહોંચ્યા. કોઈમાં નહિ જોયેલું એવું ત્વરિત વાચન ગામડિયાઓએ એમનામાં જોયું અને ત્યાં જ તેમને રોકી લીધા. પજુસણ બાદ થોડી દક્ષિણા બહુ સત્કારપૂર્વક આપી. કપડાં અને પૈસા વિનાના કિસનજીને મુસાફરીનું ભાતું મળ્યું અને તેમણે અમદાવાદ જવાની ટિકિટ લીધી. એમણે સાંભળેલું કે ગુજરાતમાં અમદાવાદ મોટું શહેર છે અને ત્યાં મૂર્તિપૂજક સંપ્રદાય મોટો છે. એ સંપ્રદાયમાં વિદ્વાનો બહુ છે અને વિદ્યા મેળવવાની બધી સગવડ છે. આ લાલચે ભાઈ અમદાવાદ આવ્યા, પણ પુરુષાર્થની પરીક્ષા એક જ આક્ત પૂરી થતી નથી. અમદાવાદની પ્રસિદ્ધ વિદ્યાશાળા આદિમાં કયાંય ધડો થયો નહિ. પૈસા ખૂટ્યા. એક બાજુ વ્યવહારની માહિતી નહિ અને બીજી બાજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy