SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ • અર્થ જાતને જાહેર ન કરવાની વૃત્તિ અને ત્રીજી બાજુ ઉત્કટ જિજ્ઞાસા, એ બધી ખેંચતાણમાં એમને બહુ જ સહેવું પડ્યું. અંતે ભટકતાં ભટકતાં મારવાડમાં પાલી ગામમાં એક સુંદરવિજયજી નામના સંવેગી સાધુનો ભેટો થયો, જેઓ અત્યારે પણ વૃદ્ધાવસ્થામાં વિચરે છે, અને અત્યાર સુધીનાં બધાં પરિવર્તનોમાં સરળ ભાવે એમ કહેતા રહે છે કે તે જે કરશે તે ઠીક જ હશે. એમની પાસે તેમણે સંવેગી દીક્ષા લીધી અને જિનવિજયજી થયા. એમના ગુરુ તરીકેનો આશ્રય તેમણે વિદ્વાનની દષ્ટિએ નહિ પણ તેમના આશ્રયથી વિદ્યા મેળવવામાં વધારે સગવડ મળશે એ દૃષ્ટિએ લીધેલો. આ બીજું પરિવર્તન પણ અભ્યાસની ભૂમિકા ઉપર જ થયું. થોડા વખત બાદ માત્ર અભ્યાસની વિશેષ સગવડ મેળવવા માટે જિનવિજયજી એક બીજા જૈન સુપ્રસિદ્ધ સાધુના સહવાસમાં ગયા. પરંતુ વિદ્વત્તા અને ગુરુપદના મોટા પટ્ટ ઉપર બેઠેલ સાંપ્રદાયિક ગુરુઓમાંથી બહુ જ ઓછાને એ ખબર હોય છે કે કયું પાત્ર કેવું છે અને તેની જિજ્ઞાસા ન પોષવાથી કે પોષાવાથી શું શું પરિણામ આવે? જોકે એ સહવાસથી તેમને જોવા-જાણવાનું વિસ્તૃત ક્ષેત્ર તો મળ્યું પણ જિજ્ઞાસાની ખરી ભૂખ ભાંગી નહિ. વળી તે ઉગે તેમને બીજાના સહવાસ માટે લલચાવ્યા અને પ્રસિદ્ધ જૈન સાધુ પ્રવર્તક કાંતિવિજયજીના સહવાસમાં તેઓ રહ્યા. ત્યાં તેમને પ્રમાણમાં ઘણી જ સગવડ મળી અને તેમની સ્વતઃસિદ્ધિ ઐતિહાસિક દૃષ્ટિને પોષે અને તૃપ્ત કરે એવાં ઘણાં જ મહત્ત્વનાં સાધનો મળ્યાં. ગમે ત્યાં અને ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સહવાસમાં તેઓ રહેતા છતાં પોતાની જન્મસિદ્ધ મિતભાષિત્વ અને એકાંતપ્રિયતાની પ્રકૃતિ પ્રમાણે, અભ્યાસ, વાચન અને લેખન ચાલુ જ રાખતા. એક બાજુ સાધુજીવનમાં રાત્રીએ દીવા સામે વંચાય નહિ અને બીજી બાજુ વાંચવાની પ્રબળ વૃત્તિ કે લખવાની તીવ્ર પ્રેરણા રોકી શકાય પણ નહિ. સમય નિરર્થક જવાનું દુઃખ એ વધારામાં. આ બધાં કારણોથી તેમને એકવાર વીજળીની બેટરી મેળવવાનું મન થયું. આજથી લગભગ ૧૩ વર્ષ પહેલાં જ્યારે હું તેઓના પરિચયમાં પહેલવહેલો આવ્યો ત્યારે તેમણે મને બેટરી લેતા આવવાનું કહ્યું. હું બૅટરી અમદાવાદથી પાટણ લઈ ગયો, અને એને પ્રકાશે તેમણે તદન ખાનગીમાં કોઈ સાધુ કે ગૃહસ્થ ન જાણે તેવી રીતે લખવા અને વાંચવા માંડ્યું. જો હું ન ભૂલતો હોઉં તો “તિલકમંજરી'ના કર્તા ધનપાળ વિશે એમણે જે લેખ લખેલો છે તે એ જ બૅટરીની મદદથી. તે સિવાય બીજું પણ તેમણે તેની મદદથી ઘણું વાંચ્યું અને લખ્યું, પરંતુ દુર્દેવે બૅટરી બગડી અને વિપ્ન આવ્યું. આખો દિવસ સતત વાંચ્યા-વિચાર્યા પછી પણ તેમને રાતે વાંચવાની ભૂખ રહેતી. તે ઉપરાંત અભ્યાસનાં આધુનિક ઘણાં સાધનો મેળવવાની વૃત્તિ પણ ઉત્કટ થતી હતી. છાપાં, માસિકો અને બીજું નવીન સાહિત્ય એ બધું તેમની નજર બહાર ભાગ્યે જ રહે. તેઓ અન્ય જૈન સાધુઓની પેઠે કોઈ પંડિત પાસે ભણતા. પણ ભણવાનો આરંભ અને અંત લગભગ સાથે જ થતો. સંસ્કૃત સાહિત્ય હોય કે પાકૃત એ બધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy