SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ૦ અર્ધ્ય બધાં સાધનો જાણી ઐતિહાસિક દૃષ્ટિએ જૈનદર્શનની પ્રાચીનતા અને મહત્તા સ્થાપિત કરવાનો પ્રયત્ન એમણે જ પહેલવહેલાં કર્યો હતો. એમનું આશ્ચર્ય પમાડે એવું વિશાળ વાચન, અદ્ભુત સ્મરણશક્તિ અને ઉત્તર આપવાની સચોટતા એમનાં સ્મરણીય પુસ્તકોમાં પદે પદે દેખાય છે. એ જ બુદ્ધિયોગે તેમને વિશિષ્ટ દરજજો આપ્યો છે. (૨) ક્રાંતિકારિતા : તેમનામાં બુદ્ધિયોગ ઉપરાંત એક બીજું તત્ત્વ હતું, કે જે તત્ત્વ એમને મહત્તા અર્પી છે. તે તત્ત્વપરીક્ષક શક્તિનું અગર તો ક્રાંતિકારિતાનું. ઘણાં વર્ષ અપાર પૂજાના ભાર નીચે એક સંપ્રદાયમાં બદ્ધ થયા પછી તેને કાંચળીની પેઠે ફેંકી દેવાનું સાહસ એ તેમની ક્રાંતિકારિણી શક્તિ સૂચવે છે. એમના આત્મામાં કોઈ એવી સત્યશોધક શક્તિ હોવી જોઈએ કે જેણે તેમને રૂઢિના ચીલા ઉપર સંતુષ્ટ રહેવા ન દીધા. એમનું જીવન બીજાં ત્રીસેક વર્ષ લંબાયું હોત તો તેમની ક્ષત્રિયોચિત ક્રાંતિકારિણી પ્રકૃતિએ તેમને કઈ ભૂમિકાએ પહોંચાડ્યા હોત એની કલ્પના કરવી એ કઠણ છે. પણ એટલું તો એમના તરવરતા જીવનમાંથી ચોખ્ખું દેખાય છે કે તેઓ એક વાર પોતાને જે સાચું લાગે તેને કહેવા અને આચરવામાં કોઈ મોટા ખાનખાનાની પરવા કરે કે પ્રતિષ્ઠાથી લલચાઈ જાય તેવા ન હતા. (૩) વારસામાં ઉમેરો : જૈનશ્રુતનો જે વારસો મળ્યો તે જ વારસો સંભાળી બેસી રહ્યા હોત અને બહુશ્રુત કહેવાયા હોત તોપણ તેમનું આ સ્થાન ન હોત. એમણે દેશકાળની વિદ્યાસમૃદ્ધિ જોઈ, નવાં સાધનો જોયાં અને ભાવિની જોખમદારી જોઈ, અને આત્મા તનમની ઊઠ્યો. તે સાથે જ તે માટે જેટલું પોતાથી થઈ શકે તે કરવા મંડ્યા. એમણે વેદો વાંચ્યા, ઉપનિષદો જોયાં, શ્રૌતસૂત્રો સ્મૃતિઓ અને પુરાણોનું પારાયણ કર્યું. નવું ઉદ્ભવતું સામયિક સાહિત્ય જોયું. મૃત અને જીવતી બધી જૈન શાખાઓનું સાહિત્ય, તેમનો તિહાસ અને તેમની પંરપરાઓ જાણી, અને ત્યારબાદ પોતાને જે કહેવું હતું તે કહ્યું. એમના કથનમાં શાસ્ત્રનો પ્રચંડ સંગ્રહ છે. વ્યવસ્થાની પ્રતિભા છે અને અભ્યાસની જાગૃતિ છે. એમણે મળેલ વારસામાં આટલો ઉમેરો કરી હવે પછી આચાર્યપદે આવનાર વ્યક્તિઓને સૂચવી આપ્યું કે જૈનશાસનની ખરી સેવા દત્તક લીધેલ ગ્રંથોથી અગર ખરીદેલ પદવીઓથી નહિ થાય. ૨. એમની જગ્યા કોણ લઈ શકે? એ પ્રશ્નોનો ઉત્તર એ જ આજની સમસ્યાનો ઉકેલ છે. જેનામાં સ્વતંત્ર બુદ્ધિ વિનાની શ્રદ્ધા એટલે આજકાલ ચાલતી વ્યાખ્યા પ્રમાણે આસ્તિકતા માત્ર હશે અને ચિકિત્સા કરવાની, દેશકાળ પ્રમાણે પુરવણી કરવાની, નવાં બળો પચાવવાની અને કીમતી જૂનાં બળો સાચવવાની, એક પણ બાધક બંધન સ્વીકાર્યા સિવાય – સંકુચિતતા રાખ્યા સિવાય બધી વિદ્યાઓને અપનાવવાની અને બદલતા સંયોગો પ્રમાણે નવા નવા યોગ્ય ઇલાજો લેવાની નાસ્તિકતા જેનામાં નહિ હોય તે જો આચાર્યપદે આવશે તોપણ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy