________________
૧૨. આચાર્યશ્રી આત્મારામજી
આજે જે હું કહેવા ઇચ્છું છું તેની જવાબદારી બીજા કોઈ ઉપર નથી. શ્રદ્ધેય આચાર્યશ્રી વિષે બોલવાનો મારો અધિકાર જો કાંઈ હોય તો તે ફક્ત એટલો જ છે કે લગભગ ૨૫૦ વર્ષથી બંધ પડ્યા જેવા શ્રુત અભ્યાસનો જે વિશાળ માર્ગ વાયાંભોનિધિ શ્રી આત્મારામજી મહારાજે શરૂ કર્યો અને જેમાં સમયને છાજે એવું તેજ મૂક્યું તે માર્ગનો હું સાધારણ પથિક છું. મહારાજશ્રીના જીવન વિષે ફક્ત બે બાબત ઉપર મુખ્ય દૃષ્ટિ અત્યારે મેં રાખી છે : ૧. જૈન ઇતિહાસમાં મહારાજજીનો દરજ્જો અને તેનાં કારણો ૨. તેમની જગ્યા કોણ લઈ શકે ?
૧. મહારાજજીનો દરજ્જો અને તેનાં કારણો ૨૫૦૦ વર્ષના જૈન ઇતિહાસમાં શ્વેતાબંર-દિગંબર બંને સંપ્રદાયે કેટલીક વિભૂતિઓ એવી જન્માવી છે કે ઈતિહાસના લેખક અને અભ્યાસીનું ધ્યાન તેની તરફ ગયા વિના રહે જ નહિ. એવી વિભૂતિઓમાં કેટલીક વિરલ વિભૂતિઓ છેલ્લાં હજાર વર્ષમાં શ્વેતાંબર સંપ્રદાયે અર્ધી છે તેમાં મહારાજશ્રીનું સ્થાન આવે છે. વાચક યશોવિજયજી પછી તો બસો વર્ષે બહુશ્રુતપણાનું સ્થાન મહારાજજીએ જ વાસ્તવિક રીતે સંભાળી લીધું છે. તેથી છેલ્લાં અઢીસો વર્ષના ઇતિહાસમાં તો શ્વેતાંબર કે દિગંબર બંને પંથમાં એક મહાન વિભૂતિ તરીકે મહારાજજી જ નજરે આવે છે. તેમને આ દરજ્જો પ્રાપ્ત થયાનાં ખાસ કારણો છે, તેની ટૂંકમાં નોંધ લઈએ.
(૧) શ્રદ્ધા અને બુદ્ધિઃ મહારાજજીમાં ગમે તેટલી અડગ શ્રદ્ધા હોત અને ગમે તેટલો શાસન અનુરાગ હોત છતાં જો તેમણે બુદ્ધિદ્વાર ખુલ્લું ન મૂક્યું હોત અને મેળવી શકાય તેટલા સમગ્ર જ્ઞાનને મેળવવા અખંડ પુરુષાર્થ કર્યો ન હોત તો તેઓ આચાર્ય પરંપરામાં માત્ર નામના જ દાખલ થયા હોત. તેમણે પોતાની બુદ્ધિને શાસ્ત્રવ્યાયામની કસોટીએ જિંદગીભર કસી. અને જે વખતે છાપેલાં પુસ્તકો બહુ જ ઓછાં હતાં તે વખતે અત્યારના જમાનાનો માણસ ન કલ્પી શકે તેટલાં જૈન-જૈનેતર દર્શનોનાં અનેક વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકો વાંચી કાઢ્યાં. જે વખતે જૈન પરંપરામાં ઐતિહાસિક દૃષ્ટિ આવી ન હતી અને જેને પુસ્તકો ઉપરાંત શિલાલેખો, તામ્રપત્રો, ભૂગોળ, ભૂસ્તર આદિ વિદ્યાઓને પણ બહુશ્રુતપણામાં સ્થાન છે એ કલ્પના જ જાગી ન હતી તે વખતે મળેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org