________________
• અર્થ ઉપવાસો લંબાતા ગયા. કૌશાંબીજીને કેટલાક દિવસો પછી વેદના પણ થવા લાગી. છેવટે ગાંધીજીની વિનંતીને માન આપી, ઘણું કરી ઓગણીસમા દિવસે તેમણે અનશનથી દેહત્યાગનો વિચાર પડતો મૂક્યો. તેમને પારણું કરાવ્યું અને મિત્રો તેમને કાશીમાં લઈ આવ્યા.
કાશીમાં તેમની પરિચર્યા કરનાર અનેક હતા. અધ્યાપક પવારને ત્યાં તેઓ રહેતા. તેઓ કહેતા કે, જવા લાયક સ્વાથ્ય આવે તો મુંબઈ જઈશ અને ત્યાંથી વધ. એ પ્રમાણે તેમણે છેવટે વર્ધા પાસે સેવાગ્રામમાં જ જીવન પૂર્ણ કર્યું. છેવટેના દિવસોમાં કાકાસાહેબની યોજના પ્રમાણે આશ્રમવાસીઓએ તેમની સંપૂર્ણ પરિચર્યા કરી.
તેમણે પાર્શ્વનાથાચા ચાતુર્યામ ધર્મ અને બૌદ્ધિસત્ત્વ' નાટક એ બે લખેલ પુસ્તકો સોંપી મને કહ્યું હતું કે, આ છપાય નહીં તોયે એની નકલો સુરક્ષિત રહે. છેવટે આ બંને મરાઠી પુસ્તકો કાકાસાહેબની પ્રસ્તાવના સાથે ધર્માનંદજીની સ્મારકમાળામાં પ્રસિદ્ધ થયાં છે અને તે હિંદી તેમજ ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા યોગ્ય છે. - કૌશાંબીજીને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ. તેમના પુત્ર કૌશાંબીજી જેવા જ પ્રતિભાશાળી છે અને પૂનાની ફર્ગ્યુસન કૉલેજના ગણિતના પ્રાધ્યાપક છે. તેમની પુત્રીઓ પણ વિદ્યામાં એક એકથી ચડિયાતી. એમની સંતતિ એમના માટે બધું કરી છૂટવા તૈયાર. તે ઉપરાંત બધી જ કોમના, બધા જ પંથના અને બધી જ કક્ષાના અનેક સામાન્ય જન, વિદ્વાન અને શ્રીમાન તેના ચાહક; અને તે પણ કાંઈક કરી છૂટવું એવી વૃત્તિવાળા ચાહક, છતાં કૌશાંબીજી પોતાના બુદ્ધિપૂર્વક સંકલ્પથી જરા પણ ચલિત ન થયા. તેમણે બ્રહ્મદેશ, સારનાથ અને કુશિનારા આદિમાં બૌદ્ધ પરંપરાને અનુસરી સમાધિ ભાવનાઓ પણ કરેલી. તેમણે ચિત્તનિરીક્ષણનો અભ્યાસ તો એટલો બધો વધારેલો કે હું જ્યારે જ્યારે યોગશાસ્ત્ર અને જૈન તથા બૌદ્ધ પરંપરાના ધ્યાનમાર્ગની શાસ્ત્રીય વાતો કાઠું ત્યારે તેઓ એ વિષેનું જાણે સ્વાનુભૂત ચિત્ર જ ન હોય તેમ નિરૂપણ કરે.
આવા એક વિદ્યા, પ્રજ્ઞા અને સમાધિના આરાધકનું ટૂંકું પણ પ્રેરક એવું જે જીવનચરિત આ પુસ્તિકા સાથે સંકળાયેલું છે, તેનું મૂલ્ય બોધિચર્યાવતારમાં નિરૂપેલી પારમિતાઓ અંગેના શ્લોકોથી જરાય ઓછું નથી. વાચકો એને માણે.*
» “બોધિચર્યાવતાર' (નવજીવન પ્રકાશન)નું પુરોવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org