SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી • ૭૯ અમે મિત્રો મુંબઈમાં એમને સમજાવવા મથતા કે, તમે હજી સશક્ત છો; તમારી પાસે હજી ઘણું દેવા જેવું છે, અને તમારો સમગ્ર જીવનભાર અમે સહર્ષ વહીશું. તેમને અમારા બધા ઉપર વિશ્વાસ તો હતો, પણ પોતાના સંલ્પથી શ્રુત થવા તેઓ તૈયાર ન હતા. તેઓ સંકલ્પના બચાવમાં જૈન પરંપરામાં જાણીતી મારણાંતિક સંખનાની વાત કરતા; અને તથાગત બુદ્ધનાં કથનમાંથી પણ ટેકો આપતા. પ્રથમ પ્રથમ કૌશાંબીજી જૈનોની ઉગ્ર તપસ્યાના સખત વિરોધી હતા. છતાં આ વખતે તેઓ એટલું કહેતા કે, એવી મારણાંતિક તપસ્યાનું પણ જીવનમાં કયારેક સ્થાન છે જ. એમણે આવા વિચારથી પોતાનો સંલ્પ અડગ બનાવ્યો. ૧૯૪૬માં તેઓ અને હું ફરી કાશીમાં મળ્યા. હવે એ સંકલ્પ પાર પાડવાની ઘડી તેમને મન આવી લાગી હતી. દેશમાં રમખાણો અને જ્યાં ત્યાં મારકાપ ચાલતાં હતાં. એમનાથી આ દુઃખ સાંભળ્યું પણ જતું નહીં. છેવટે અમે મિત્રો તેમના અડગ સંકલ્પને જોઈ મોળા પડ્યા અને અમે વિચાર્યું કે, હવે આમને રસ્તો કરી આપવો. અનશન ક્યાં રહી કરવું, પરિચર્યામાં કોણ રહે, તે વખતે લોકો ભીડ ન કરે અને કોઈપણ સ્થળે પ્રચાર ન થાય – આ બધા મુખ્ય પ્રશ્નો હતા. મને અને પં. શ્રી દલસુખ માલવણિયાને એનો ઉત્તર મળી ગયો અને અમે કૌશાંબીજીને કહ્યો. - સરયૂનદીને તટે દોહરીઘાટ પાસે સ્વામી સત્યાનંદનો આશ્રમ છે. એ સ્વામી પ્રથમથી દલિતોદ્ધારક અને અસ્પૃશ્યતાનિવારણના મક્કમ કાર્યકર્તા વિદ્વાન અને વિચારક; ત્યાગી અને તપસ્વી; ગાંધીજીને પણ એવા જ પ્રિય. એમની સાથેનો અમારો પરિચય અમને કહેતો કે, એમના આશ્રમમાં કૌશાંબીજી રહીને અનશન કરે, તો એમની બધી શરતો સચવાય. સ્વામીજી કબૂલ થયા. પણ પ્રશ્ન હતો શ્રદ્ધાળુ અને વિવેકી પરિચારકનો. એવા એક પરિચારક પણ મળી ગયા. પ્રથમ સ્થાનકવાસી જૈન સાધુ પણ હવે નિષ્ઠાવાન લોકસેવક તરીકે જાણીતા સ્વામી રૌતન્ય – અપરનામ ચુનીલાલજી – તેમણે પરિચર્યાનું બીડું ઝડપ્યું અને અમને બધાને નિરાંત વળી. દોહરીઘાટવાળા આશ્રમમાં ઉપવાસો શરૂ થયા. દિવસની નોંધ ચુનીલાલ અમને કાશીમાં મોકલે અને જરૂરી સાધન કાશીથી પૂરા પડાય. કૌશાંબીજીએ વચન લીધેલું કે, અનશનના સમાચાર તેમનાં પુત્ર-પુત્રીઓ વગેરેને ન આપવા અને અન્યત્ર પ્રચાર પણ ન કરવો. પરંતુ એ વાત થોડી જ છાની રહે ? છેવટે દિલ્હી સુધી વાત પહોંચી. શ્રી પુરુષોત્તમ ટંડનજી વગેરેની વિનવણીઓ વ્યર્થ ગઈ. ગાંધીજી તરફથી ઉપવાસ બંધ કરવા માટે આવતા તારો પણ વ્યર્થ ગયા. ગાંધીજીએ સૂચના આપી કે, કૌશાંબીજી તેમને દિલ્હીમાં મળે. જવાબમાં કૌશાંબીજીએ જણાવ્યું કે, જો તમે મને અહીં આવીને અનશનની અયોગ્યતા સમજાવશો, તો હું છોડી દઈશ. પણ તે વખતે એક ક્ષણ માટે પણ ગાંધીજી દિલ્હી છોડી શકે તેમ ન હતું. આ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy