SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પં. સુખલાલજી એટલે ગુજરાતનું ગૌરવ અને ભારતીય દર્શનની આગવી પ્રતિભા. તેમના નામનું સ્મરણ થતાં જ સાહિત્ય, ભાષા, ધર્મ અને દર્શનની જીવતા જાગતા વિશ્વવિદ્યાલયનું સ્મરણ થઈ આવે. તેમના લખાણમાં સાગર જેવું ગાંભીર્ય અને સ્ફટિકરન જેવી પારદર્શકતા, વિચારોમાં સચ્ચાઈની સાધનાનો રણકાર અને પ્રસ્તુતિમાં સરળતા સહેજે જણાઈ આવે. તેમના વિચારો, ચિંતન અને મનન સાગર જેવું અગાધ હોવા છતાં ક્યાંય જ્ઞાનનું અભિમાન, વિદ્યાનો ગૌરવ કે જાણકારીનો અહં જોવા ન મળે. અને જેટલું કહે તે બધું જ જામે અતળ ઊંડાણમાંથી નીકળી રહ્યું હોય તેમ જણાય છતાંય હંમેશા સત્ય સ્વીકારવા અને નવાં તથ્યો પ્રાપ્ત થતાં પોતાના વિચારોને કે મતને પરિવર્તિત કરવો પડે તો તે પણ સહર્ષ કરવાની તત્પરતા. મનની ઉન્મુક્ત દશા આવા અનેક ગુણોથી યુક્ત તેમનું જીવન હતું. તેમની સાધના માત્ર જ્ઞાન સુધી જ સીમિત ન હતી. આચાર અને વિચારનાં તમામ ક્ષેત્રો સુધી વિસ્તરેલી હતી. તેમના લેખો વર્ષો પૂર્વે લખાયેલા હતા છતાં આજેય પ્રસ્તુત છે. કોઈ ઋષિનાં ઉપનિષદ્વાકયો વાંચતા હોઈએ તેવો. આ લખાણ વાંચતાં અનુભવ થાય. આ લખાણો પૂર્વે દર્શન અને ચિંતનમાં પ્રગટ થયાં હતાં પણ છેલ્લાં કેટલાંય વર્ષોથી તે અપ્રાપ્ય થયાં હતાં તેને પુનઃ પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. પં. સુખલાલજીનો ગૂર્જર સાથેનો આત્મીય સંબંધ રહ્યો છે. ગૂર્જરની યાત્રાના આરંભનાં વર્ષોમાં તેમની પ્રેરણા અને માર્ગદર્શનરૂપી સંબલ (ભાથું સતત મળતું રહ્યું છે. તેમનો અમારી સંસ્થા ઉપરનો ઉપકાર અનન્ય છે. તે ઉપકારના ભારથી મુક્ત થવું તો અસંભવિત છે પણ તેમના ભારને કંઈક હળવો કરવા તેમના વિચારોને જીવંત રાખવા અને તેમની ચિંતનની ગંગાને વહેતી રાખવાના આ પ્રયાસ દ્વારા ત્રણ સ્વીકાર સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથમાળાનું અમે પુનઃ મુદ્રણ કરી રહ્યા છીએ. આ કાર્યમાં અમને પરિચય ટ્રસ્ટે પૂરો સહયોગ આપ્યો છે. તેમના સહયોગ વિના અમારી ભાવનાને મૂર્ત સ્વરૂપ ન જ મળી શકત. આ ક્ષણે અમે પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો તથા ચંદ્રકાન્તભાઈ શાહનો આભાર માનીએ છીએ. આ ગ્રંથમાળાનું સંપાદનકાર્ય લા: દ. ભારતીય વિદ્યામંદિરના નિયામક પંડિત જિતેન્દ્ર બી. શાહે તેમનું પોતાનું જ કામ સમજીને ખંતથી કરી આપેલ છે તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. - ગુર્જર પરિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy