________________
ગુણાનુવાદ ગુણના પારખુ વિરલા જ હોય છે. જગતમાં ઝવેરીઓની સંખ્યા અલ્પ હોય છે. ઝવેરાતનો ધંધો કરવો, રત્નો પારખવાં અને રત્નો મેળવવાં એ ઝવેરીનો વ્યવસાય હોય છે. ગતમાં ગુણાનુરાગીઓની સંખ્યા અલ્પ હોય છે. ગુણની પરખ અને તેવા જ ગુણો જીવનમાં કેળવવાની ધગશ તો તેનાથી પણ દુર્લભ હોય છે, ગુણો પ્રત્યેની જેવી ધગશ અને પરીક્ષક દૃષ્ટિ પં. શ્રી સુખલાલ સંઘવીજીમાં જોવા મળે છે તેવી અન્યત્ર દુર્લભ છે. પંડિતજી પોતાના જીવનકાળ દરમ્યાન અનેકના સમાગમમાં આવ્યા હશે પણ તેમણે તેમાંથી કેટલાક ચૂંટી કાઢેલા મહાનુભાવોના જીવન વિશે સમયે સમયે અંજલિ સ્વરૂપે લેખો લખ્યા હતા. તે લેખો જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયા હતા. તેનો સંગ્રહ પૂર્વે દર્શન અને ચિંતનમાં અર્થ નામના વિભાગમાં પ્રકાશિત થયો હતો. તે જ લેખસંગ્રહ અહીં પુનઃ પ્રકાશિત થઈ રહ્યો છે.
પંડિતજીએ પૂર્વાવસ્થામાં વિદ્યાર્જિન કરવા માટે દેશનાં વિભિન્ન ક્ષેત્રોમાં પરિભ્રમણ કર્યું હતું. તે સમયે તેમણે અનેક પ્રકારનાં કષ્ટો સહ્યાં હતાં. છતાં જ્યાં ક્યાંય પણ દર્શન અને સાહિત્યનો વિશેષ અભ્યાસ કરવાનો અવસર મળતો ત્યાં જાતની કે પ્રતિકૂળતાઓની પરવાહ કર્યા વગર પહોંચી જતા હતા. ગમે તેવાં કષ્ટો પણ સહન કરી જરાય આળસ કે પ્રમાદ સેવ્યા વગર સતત પુરુષાર્થ કરી વિદ્યાપ્રાપ્તિ માટે ગજબની જિજ્ઞાસાવૃત્તિ દાખવેલી. તેવી જ જિજ્ઞાસાવૃત્તિ આજીવન ટકી રહેલી તેવી પ્રતીતિ આ લખાણો વાંચનારને સહજ જ થશે. ધર્માનંદ કોસાંબી સાથે ગાળેલો તેમનો સમય તેમની અખંડ જિજ્ઞાસાવૃત્તિનો પરિચાયક છે. કોઈ પણ પાસેથી વિદ્યા મેળવવામાં જરાય નાનમ નહીં. તેમજ વિદ્યાપુરુષોનો વિનય કરવામાં પૂરો વિવેક આ લેખોમાં યત્ર તત્ર જોવા મળે છે.
પંડિતજી મૂળે તો જૈન દર્શનના વિદ્વાન. તેમ છતાં તેમણે ભારતનાં તમામ દર્શનોનો અભ્યાસ ખૂબ જ પરિશ્રમ વેઠીને પણ કર્યો હતો. તેઓ માત્ર જૈન ધર્મના પરંપરાગત પંડિત નહીં, પરંતુ સ્મૃતિ, પ્રજ્ઞા અને તીવ્ર તર્કશક્તિને કારણે તેઓ ભારતીય દર્શનનાં તમામ ક્ષેત્રોના પારગામી વિદ્વાન બન્યા હતા. તેમની ખ્યાતિ પણ ભારતનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org