SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ તમામ દર્શનના વિદ્વાનોમાં અઅલિત વહેતી હતી. હિન્દુધર્મના પ્રકાંડ વિદ્વાનો, બૌદ્ધ ધર્મ અને દર્શનના આરૂઢ વિદ્વાનો સાથેની તેમની મૈત્રી તથા તેમની સાથેની શાસ્ત્રચર્ચાઓ સતત થતી રહેતી. આ ગ્રંથમાં આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો લેખ તથા નરેન્દ્ર દેવ ઉપરનો લેખ તેમની વિદ્યાપ્રીતિના પરિચાયક છે. આ વિદ્વાનો સાથેની તેમની મૈત્રી અપ્રતિમ હતી અને તેમનો તેમની સાથેનો સ્નેહ અદ્ભુત હતો. તેમના ગ્રંથો વિશેના અભિપ્રાય ને મુલાકાતોનાં વર્ણનો કોઈ પણ જિજ્ઞાસુને પ્રોત્સાહિત કરે તેવાં છે. ધુવ સાહેબના ગ્રંથો પ્રત્યેની તેમની પ્રીતિ ગુણાનુરાગનો સબળ પુરાવો કહી શકાય. ધ્રુવ સાહેબને અંજલિ આપતાં અભુત ઉપમા આપી બ્રાહ્મણશ્રમણ. મહાપંડિત શ્રી આનંદશંકર ધ્રુવને આવી ઉત્તમ અંજલિ ભાગ્યે જ કોઈએ આપી હશે. જૈન સાહિત્યના ઇતિહાસના લેખક તથા મધ્યકાલીન ગુર્જર સાહિત્યના ઊંડા અભ્યાસી મોહનલાલ દલીચંદ દેસાઈ સાથેનો તેમનો પરિચય અને દેસાઈની આશ્ચર્ય ઉપજાવે તેવી મહેનતને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યાં છે. તેમની સૂક્ષ્મ પ્રજ્ઞામાં દેસાઈ સાહેબના પ્રત્યેક ગુણનો ગુણાનુરાગ જોવા મળે છે. તે સાથે અવિરત કામ કરવાની વૃત્તિને કારણે શરીરમાં ઉત્પન્ન થયેલ વ્યાધિને કારણે તેમણે આપેલી સલાહ એક આત્મીય સ્વજન જેવી અને હૃદયમાં રહેલી મૈત્રીના જ્વલંત દૃષ્યત સદશ છે. તેઓની મૈત્રીનું ક્ષેત્ર માત્ર વિદ્વાનો કે શિષ્યો પૂરતું સીમિત ન હતું. વિદ્વાન્ સિવાય પણ ગાંધીજી તથા વિનોબા ભાવે જેવા અનેક મહાત્માઓ, રાજકીય પુરુષો, રાજનેતાઓ સાથે પણ તેમનો સંબંધ ઘનિષ્ઠ હતો. એક તરફ આખા દેશમાં સ્વતંત્રતાની ચળવળ ચાલી રહી હતી અને ગાંધીજીના વિચારોનો પ્રભાવ સર્વત્ર વ્યાપી રહ્યો હતો ત્યારે તેઓ પણ તે વિચારધારાથી પર રહે તે કેમ બને? વળી, તેમણે તો ગાંધીજીએ જ સ્થાપેલ પુરાતત્ત્વ મંદિરમાં અને ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિ તર્ક જેવા અત્યંત ક્વિઝ ગ્રંથનું સંપાદન આરંભેલું એટલે ગાંધીજીના વિચારોથી સંપૂર્ણ પરિચિત જ હતા. તેમની પ્રજ્ઞાએ ગાંધીજીના વિચારોને પણ સમ્યક રીતે મૂલવ્યા છે. અને તેમને તથા વિનોબા ભાવેના ભૂદાનયજ્ઞને ખૂબ જ ઉચિત અંજલિ આપી છે. જેન હોવાને કારણે જૈન સાધુઓના પરિચયમાં તો આવવાનું બને જ, તેથી તેમણે જૈન સાધુઓના ચારિત્રનું વર્ણન કરતાં તેમને સમ્યફ અંજલિ તો આપી જ છે સાથે સાથે તેમણે સમાજની કુરૂઢિઓની ખૂબ જ માર્મિક રીતે આલોચના પણ કરી છે. પંડિતજીની સ્મૃતિ અત્યંત સતેજ, પ્રજ્ઞા અત્યંત સૂક્ષ્મ અને સાથે સાથે દાર્શનિક હોવાને કારણે તેમણે આપેલ અંજલિ પણ તેમના ગુણાનુરાગને સ્પષ્ટ રીતે ઘોતિત કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy