________________
ગાંધીજીનો જીવનધર્મ • ૧૧ ગાંધીજીનો ધર્મ કોઈ એક સંપ્રદાયમાં સમાતો નથી, પણ એમના ધર્મમાં બધા સંપ્રદાયો સમાઈ જાય છે, આ વિધાનને મધુકર દગંતથી વધારે સારી રીતે સમજાવી શકાય. આંબલી અને આંબા, બાવળ અને લીંબડો, ગુલાબ અને ચંપો જેવાં એકબીજાથી વિરુદ્ધ રસ અને ગંધવાળાં પુષ્પો અને પત્રો ઉત્પન્ન કરનાર વૃક્ષો જ્યાં હોય ત્યાં ભ્રમર એ બધાંમાંથી જુદો જુદો રસ ખેંચી એક મધપૂડો તૈયાર કરે છે. મધુપટલની સ્થૂળ રચના અને તેમાં સંચિત થતા મધુરસમાં તે દરેક જાતનાં વૃક્ષોના રસનો ભાગ છે પણ તે મધ નથી હોતું. આંબલીની પેઠે ખાટું કે આંબાની પેટે ખાટું, તૂરું. તે નથી હોતું લીંબડા જેવું કડવું કે નથી હોતું બાવળના રસ જેવું. તે નથી હોતું ગુલાબના રંગ કે સ્વાદવાળું અગર તો ચંપાના રંગ કે સ્વાદવાળું. મધ એ ત્યાં રહેલી વૃક્ષ-વનસ્પતિની સમગ્રીમાંથી નિષ્પન્ન ભલે થયું હોય પણ તેમાં મધુકરની ક્રિયાશીલતા અને પાચનશક્તિનો ખાસ હાથ હોય છે. મધુકર ન હોય અને બીજા કોઈ યંત્રથી કે બીજી રીતે તેમાંથી રસ ખેંચે તો તે બીજું ગમે તે હશે, છતાં તે મધુર તો નહિ જ હોય. જો કે એ મધ વિવિધ વૃક્ષવનસ્પતિઓના રસમાંથી તૈયાર થયેલું છે છતાં મધની મીઠાશ કે તેનું પથ્યપોષક તત્ત્વ એ એક વનસ્પતિમાં નથી. વિવિધ વનસ્પતિ-રસો ઉપર મધુકરની પાચકશક્તિએ અને ક્રિયાશીલતાએ જે અસર ઉપજાવી તે જ મધુરૂપે એક અખંડ સ્વતંત્ર વસ્તુ બની છે. તે જ રીતે ગાંધીજીના જીવનવહેણમાં જુદા જુદા ધર્મસોતો ભલે આવીને મળ્યા હોય. પણ તે બધા સોતો પોતાનું નામરૂપ છોડી તેમના જીવનપટલમાં મધુરતમ રૂપે એક નવીન અને અપૂર્વ ધર્મસ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. કારણકે ગાંધીજીએ તે-તે ધર્મનાં તત્ત્વો પોતાના જીવનમાં ઉધાર લીધેલાં નથી કે આગંતુક તરીકે ગોઠવ્યાં નથી. પણ એમણે એ તત્ત્વોને પોતાના વિવેક અને ક્રિયાશીલતાથી જીવનમાં પચાવી તેમાંથી પરસ્પર કલ્યાણકારી એક નવું જ ધાર્મિક દૃષ્ટિબિંદુ નિપજાવ્યું છે. ગાંધીજી વેદોને માનશે પણ વેદાનુસારી યજ્ઞો નહિ કરે. તેઓ ગીતાનો સાથ નહિ છોડે પણ તેમાં વિહિત શસ્ત્ર દ્વારા દુષ્ટ દમનમાં નહિ માને તેઓ કુરાનને આદર કરશે પણ કોઈને કાફર નહિ માને. તેઓ બાઈબલનો પ્રેમધર્મ સ્વીકારશે પણ ધર્માતરને સાવ અનાવશ્યક સમજશે. તેઓ સાંખ્ય, જેન અને બૌદ્ધોના ત્યાગને અપનાવશે પણ જગતરૂપ મિથિલા કે માનવરૂપ મિથિલા દુ:ખાગ્નિથી ઇઝી કે બળી રહી હોય ત્યારે મહાભારત અને બૌદ્ધજાતકના વિદેહજનકની પેઠે અગર તો જૈનોના નમિરાજર્ષિની પેઠે મારું કશું જ બળતું નથી.' એમ કહી એ બળતી મિથિલાને છોડી એકાન્ત અરણ્યવાસમાં નહિ જાય. જૈન વલણથી જુદી અહિંસા
કેટલાકો એમ ધારે છે કે ગાંધીજીનો નિરામિષ ભોજનનો આગ્રહ એ એક જૈન સાધુ પાસેથી લીધેલ પ્રતિજ્ઞાનું પરિણામ છે અને તેમનો અહિંસા વિષેનો પાકો વિચાર શ્રીમદ્ રાયચંદની સોબતનું પરિણામ છે. તેથી ગાંધીજીનો જીવનપંથ મુખ્યપણે જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org