________________
૧૨ – અર્ધ્ય
ધર્મપ્રધાન છે. હું એ પ્રતિજ્ઞા અને સંસર્ગની હકીકત કબૂલ રાખું છું. પણ તેમ છતાં એમ માનું છું કે ગાંધીજીનું અહિંસાપ્રધાન વલણ એ અહિંસાના જૈન વલણથી જુદું જ છે. માંસત્યાગની પ્રતિજ્ઞા આપનાર કે લેવડાવનાર આજે જીવિત હોય તો તેઓ ગાંધીજીના નિરામિષ ભોજનના આગ્રહથી પ્રસન્ન જરૂ૨ થાય પણ સાથે જ ગાંધીજીને એમ માનતા જુએ કે ગાય અને ભેંસ વગેરે પશુઓનું દૂધ તેમનાં વાછરડાં કે પાડાંના મોઢેથી છીનવી પી તું એ સ્પષ્ટ હિંસા જ છે, તો તેઓ જરૂર એમ કહે કે આવી તે કાંઈ અહિંસા હોય ! શ્રીમદ્ રાયચંદ જીવિત હોય અને ગાંધીજીને અશસ્ત્રપ્રતિકાર કરતા જુએ તો સાચે જ તેઓ પ્રસન્ન થાય, પણ જો તેઓ ગાંધીજીને એવું આચરણ કરતા, માનતા કે મનાવતા જુએ કે જ્યારે કોઈ પશુ મરવાના અસહ્ય સંકટમાં હોય, બચાવ્યું બચે તેમ ન હોય ત્યારે તેને ઇંજેકશન વગેરેથી પ્રાણમુક્ત કરવામાં પણ પ્રેમધર્મ અને અહિંસા સમાયેલ છે તો તેઓ ગાંધીજીની માન્યતા અને આચરણને કદી જૈનઅહિંસા તો નહિ જ કહે. તે જ રીતે શ્રીમદ રાયચંદ હડકાયા કૂતરાને મારવાના વલણનું અગર ખેતીવાડીનો નાશ કરનાર વાંદરાઓના વિનાશના વલણનું સામાજિક અહિંસાની દૃષ્ટિએ સમર્થન કરતા ગાંધીજીને ભાગ્યે જ જૈન-અહિંસાના પોષક માને. ગાંધીજીના જીવનમાં સંયમ અને તપનું બહુ ઊંચું સ્થાન છે. જે જૈન ધર્મનાં ખાસ અંગ ગણાય છે. અનેકવિધ કડક નિયમોને પચાવી ગયેલ અને લાંબા ઉપવાસોની ઘ૨માળામાં નામ કાઢના૨ ગાંધીજીનાં સંયમ અને તપને જૈન સંયમ કે તપરૂપે ભાગ્યે જ કોઈ માનશે. કોઈપણ જૈનત્યાગી સાધુ કરતાં બ્રહ્મચર્યનું સર્વદેશીય મૂલ્યાંકન વધારે કરવા છતાં જ્યારે ગાંધીજી કોઈનાં લગ્ન જાતે જ કરાવી નવદંપતીને આશીર્વાદ આપતા હશે, અગર તો કોઈ વિધવાને સૌભાગ્યનું તિલક કરાવતા હશે કે કોઈના છૂટાછેડામાં સંમતિ આપતા હશે, ત્યારે હું ધારું છું કે ભાગ્યે જ કોઈ એવો જૈન હશે જે ગાંધીજીના બ્રહ્મચર્યને પૂર્ણ બ્રહ્મચર્ય માનવા તૈયાર હોય. ગાંધીજી ગમે તેટલા લાંબા ઉપવાસો કરે પણ તેઓ લીંબુનું પાણી લે અગર તો તે ઉપવાસો આત્મશુદ્ધિ ઉપરાંત સામાજિક શુદ્ધિ અને રાજકીય પ્રગતિનું પણ અંગ છે એમ સાચા દિલથી માને – મનાવે ત્યારે એમના એ કીમતી ઉપવાસોને પણ જૈનો ભાગ્યે જ જૈનતપ કહેશે.
-
અહિંસા અને સંયમ તત્ત્વો
પરંપરાગત જૈન ધર્મનો ઉદાર દૃષ્ટિએ અભ્યાસ કરનાર પણ કોઈ વિચારક જ્યારે ગાંધીજીના જીવનધર્મ વિષે મુક્ત મને વિચાર કરે છે ત્યારે તે એટલું સત્ય સ્વીકારી લે છે કે ગાંધીજીનો જીવનવ્યવહાર અહિંસા અને સંયમનાં તત્ત્વો ઉપર પ્રતિષ્ઠિત છે અને પ્રામાણિકપણે જૈન ધર્મને આચરનાર ભૂતકાલીન કે વર્તમાનકાલીન પુરુષોનો આચાર-વ્યવહાર પણ અહિંસા સંયમમૂલક છે. આ રીતે તો તે વિચારક એમ માની જ લે છે કે જૈન ધર્મનાં પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપ ગાંધીજીના જીવનમાં કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org