SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. સ્મૃતિશેષ દાદા આજે દેશનું એવું કોઈપણ પ્રસિદ્ધ છાપું નથી જેમાં દાદાસાહેબ વિશે કાંઈ ને કાંઈ લખાયું ન હોય. હિંદુસ્તાન ટાઇમ્સના તા. ૨૮-૨-૧૬ના અંકમાં પં. શ્રી નહેરુએ લોકસભામાં આપેલી ભવ્ય શ્રદ્ધાંજલિ છપાયેલી છે. એથી વધારે સારો ખ્યાલ દાદાસાહેબ વિશે બીજો ભાગ્યે જ આપી શકે. . હું તો અત્રે તેમના વિશે જે કાંઈ લખવા ધારું છું તે મારા ઉપર તેમની સીધા પરિચયથી ઊપજેલી અસર જ છે. તે પ્રમાણમાં મર્યાદિત અને લગભગ અંગત જેવી છતાં અનેક રીતે સૌને બોધપ્રદ થઈ પડે તેવી મને લાગી છે. ગાંધીજીએ સ્વરાજનો શંખ ફૂંક્યો અને દેશના ખૂણે ખૂણે સૈનિકો ઊભરાવા લાગ્યા. અમદાવાદ એ તો મુખ્ય છાવણી હતી. ૧૯૨૧-૨૨માં હું અમદાવાદ આવી રહ્યો, અને જી. વી. માવળંકરનું નામ પ્રથમવાર જ સાંભળ્યું. ભણકારા સંભળાતા કે જી. વી. માવળંકર એક ઓજસ્વી તરુણ છે, વકીલ છે અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે. એ સાથે એમ પણ સાંભળ્યાનું કાંઈક યાદ છે કે બીજા એક માવળંકર છે, તે કટ્ટર સનાતની છે અને ગાંધીજીની હિલચાલના વિરોધી પણ છે. આ બધું સાંભળવા પૂરતું હતું, પણ આગળ જતાં એક સમય એવો આવ્યો જ્યારે જી. વી. માવળંકરને સાંભળવાની તક મળી. ઘણું કરી ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પાડેલી એ દિવસો હતા. સાબરમતીના ખુલ્લા આકાશમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોનો મોટો સમુદાય મળેલો. સૌ રાહ જોતા હતા કે માવળંકર ક્યારે ઊભા થાય. તેઓ ઊભા થયા અને અંગ્રેજીમાં ભાષણ ચાલ્યું. હું અંગ્રેજી તે વખતે ન જાણતો, એટલે તેમના સ્વર અને આરોહ-અવરોહથી જ કાંઈક કલ્પના કરતો. એ સ્વરમાં જેટલી મધુરતા હતી તેટલો જ અસ્મલિત વેગ હતો. આથી વધારે પરિચય ત્યારે તો ન સધાયો, પણ ઘણે લાંબે ગાળે એવો અવસર અણધારી રીતે લાધ્યો. ઘણું કરી ૧૯૪પની વાત છે. શેઠ શ્રી ભોળાભાઈ જેશિંગભાઈ દલાલને ત્યાં ગિરિકંજમુંબઈમાં મળવાનું બન્યું. ચર્ચાનો વિષય હતો શ્રી ભોળાભાઈએ ગુજરાત વિદ્યાસભામાં આપવા ધારેલ રકમનો કેવી રીતે ઉપયોગ કરવો તે. જે પાંચ-સાત જણ મળેલ તેમાં દાદા ઉપરાંત સદ્ગત રામનારાયણ પાઠક તથા ભાઈશ્રી રસિકલાલ માણેકલાલ દલાલ અને શ્રી રસિકલાલ છો. પરીખ પણ હતા. ચર્ચામાં દાદાસાહેબે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy