SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિશેષ દાદા • ૯૩ અગત્યની વાત કહી જે આગળ જતાં તેમની સાથે લંબાયેલ પરિચયને આધારે કહું તો એમનાં અનેક જીવનસૂત્રો પૈકી એક અફર જીવનસૂત્ર જેવી હતી. તે એ કે માત્ર વ્યાજ ઉપર જ સંસ્થાએ કામ કદી ન કરવું. જરૂર જણાતાં સંસ્થાની દઢતા અને વિકાસ માટે મૂળ બધી રકમ ખરચી નાખતાં કદી ખચકાવું જોઈએ નહિ. આ સૂત્ર પાછળ એમની દષ્ટિ મુખ્યત્વે એ હતી કે પ્રાપ્ત થયેલી રકમો સંસ્થા સંભાળ્યા કરે અને માત્ર એના વ્યાજને જ કામમાં લે તો ઘણીવાર એ સંસ્થાનો વિકાસ જ રૂંધાઈ જાય, એવો પણ સમય આવે. દાદાની દષ્ટિ મુખ્યપણે કામના પાયા પાકા કરવાની, તેનો વિકાસ અને વિસ્તાર કરવાની હોઈ તે ફંડની રકમને માત્ર સાચવવાની તરફેણ કરતી ન હતી. હું અત્યાર લગી લગભગ મૌન હતો. પણ એમની એ દષ્ટિ મને તરત જ ગળે ઊતરી; કારણ કે, અતિ નાના ક્ષેત્રમાં પણ મારો અનુભવ એવો જ હતો કે જો ખરેખર કામ જમાવવું અને વિકસાવવું હોય, કામ કરનાર પણ સાચા અને જાગતા હોય તો જમા ફંડને જેમનું તેમ સાચવી માત્ર વ્યાજનો જ ઉપયોગ કરવાથી ધારેલી નેમ બર નથી જ આવતી. તેથી મેં એમની દૃષ્ટિનું સમર્થન કર્યું કે છોડ ઉપર ફળ આવે ત્યારે જ વાવેતર સફળ છે એમ માનવું એ સ્થૂળ દૃષ્ટિ છે, ખરી રીતે જમીન-ખેડાણ, ખાતર આદિ પ્રાથમિક ક્રિયાઓ સુયોગ્ય રીતે થાય તો એમાં પણ એ ભાવિ દય-ફળ સમાયેલું જ છે; કેમકે, એવા ફળનો આધાર મુખ્યપણે પાકી પ્રાથમિક તૈયારીમાં છે. આમ સીધી રીતે પરસ્પરની વાતચીત વિના પણ અમે બંને અંદરથી એક જ દિશામાં છીએ એવું મને ભાન થયું છે. વચલા દિવસો બનારસમાં વીત્યા, પણ વળી અણધારી રીતે ૧૯૪૭ના જૂન માસમાં અમદાવાદ આવી રહેવાનું બન્યું. હવે દાદાસાહેબને મળવાના સીધા પ્રસંગો આવતા ગયા. તેઓ ગુજરાત વિધાસભાના પ્રમુખ. એ સભાને આશ્રયે ચાલતા ભો. જે. વિદ્યાભવનના પણ પ્રમુખ. એટલે વિદ્યાસભાની કોઈ સભા હોય તોય મળવાનું બને. અને ભો.જે. વિદ્યાભવનની કાર્યવાહક સમિતિની બેઠક હોય તોય મળવાનું બને. ગુજરાત વિદ્યાસભાની સભા તો એ સભાના મકાનમાં મળે; પણ ભો. જે. વિદ્યાભવનની કાર્યવાહક સમિતિ દાદાના પોતાના મહારાષ્ટ્ર સોસાયટીમાંના મકાનમાં મળે. એમને મકાને સમિતિ મળે ત્યારે જ એમનો પરિચય સાધવાની તક સાંપડે. વર્ષમાં અનેક વાર એ સમિતિ મળે. છેલ્લે છેલ્લે ૯-૨-૧૬ના રોજ પણ એમને ત્યાં જ સમિતિ મળેલી. એક સભ્યના નાતે હું અમદાવાદ હોઉં ત્યારે તબિયત ગમે તેવી હોય, છતાં એ બેઠકમાં હાજર રહેવાનો લોભ ખાળી ન શકું એવું આકર્ષણ દાદાસાહેબની કાર્યપદ્ધતિ, વિચારસરણી અને ખુલ્લા દિલથી સૌ સાથે વાત કરવાની ટેવ જન્માવ્યું હતું. કાર્યસૂચિમાં લખાયેલ કામકાજને લગતી વિગતો એમણે પ્રથમથી જ સમજી લીધી હોય, એટલે ગમે તેટલાં કામો પણ ત્વરાથી પતાવે. એ કામકાજ થયા પછી આપી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy