________________
સ્વ. કૌશાંબીઝનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૫ પણ આંદોલન જાગેલું. હવે એનાં મોજાં રાજપૂતાના, યુપી, પંજાબ અને બંગાળના શ્વેતાંબર સમાજ સુધી ફરી વળ્યાં. આના છાંટા મને પણ સ્પર્શવા લાગ્યા. પહેલાં મહારાષ્ટ્ર અને સી.પી.માંથી અનેક દિગંબર ભાઈઓના મારા ઉપર પત્રો આવતા કે “તમે આનો જવાબ લખો. તમે કૌશાંબીજીના પરિચિત છો અને કદાચ તમે જ જૈનશાસ્ત્ર વિષે તેમને માહિતી આપી હશે.” મુનિશ્રી જિનવિજયજી ઉપર પણ એવી જ મતલબના પત્રો આવતા. કેટલીકવાર કેટલાક લેખકો અમને એવી પણ ધમકી આપતા કે તમે જવાબ નહિ લખો તો તમને પણ દોષપાત્ર ગણવામાં આવશે, ઈત્યાદિ. હવે યુ. પી. રજપૂતાના અને ગુજરાતમાંથી પણ અનેક પરિચિત-અપરિચિત જૈન ગૃહસ્થોના અને ત્યાગીઓના પત્રો મારા ઉપર આવવા લાગ્યા. એમાં કાંઈક દબાણ, કાંઈક અનુરોધ અને કાંઈક ધમકી પણ રહેતાં. એકાદ એવા પત્રને બાદ કરી મેં કોઈને યદ્યપિ ઉત્તર વાળ્યો નથી. ઘણા મિત્રો આ મુદ્દા વિષે મને મોઢે પૂછતા અને ચર્ચા પણ કરતા. કૌશાંબીજી આ વખત દરમ્યાન કાશીવિદ્યાપીઠ અને સારનાથમાં રહેતા. છેવટે તેઓ ૧૭૪૫માં મુંબઈ મળ્યા. તેમણે પોતાની વિરુદ્ધ જૈનોમાં ઊભા થયેલ વ્યાપક આંદોલન વિષે મને વાત કરી અને તેમને કાશીમાં કેવી રીતે લલચાવવામાં અને શરમાવવામાં આવ્યા તથા કેવી રીતે ધમકીઓ આપવામાં આવી એ વિષે બધી વાત કરી. હવે તેઓ મુંબઈમાં જ હતા અને મુંબઈમાં તો સેંકડો જૈનો, તેમના ચાહકો તેમજ વિરોધીઓ પણ હતા. જે તેમના ચાહકો હતા તેઓ પણ તેમના વિધાનથી વિરુદ્ધ હોવાને કારણે તેમની પાસે ખુલાસો મેળવવા ઇંતેજાર હતા. કેટલાંય સાધુ-સાધ્વીઓ તેમને ઉતારે ચર્ચા અર્થે જતાં, કેટલાંય શિક્ષિત અને ધનિક જૈન મિત્રો પોતાને ત્યાં નિમંત્રી તેમની પ્રસ્તુત ચર્ચા કરતા. કૌશાંબીજી આ બધી વાત મને મળતા ત્યારે કહેતા અને એમ કહેતા કે મને જો કોઈ ઐતિહાસિક આધાર અને દલીલથી મારી ભૂલ સમજાવે તો હું આજ ને આજ મારે વિધાન બદલી નાખું. પણ હું કશું વિશેષ બોલ્યા વિના બધું સાંભળી લેતો. હું જાણતો હતો કે જૈનપરંપરા બચાવમાં જે વાત કરે છે તે પોતાના અહિંસકસિદ્ધાંતની ભૂમિકા પ્રમાણે અમુક દૃષ્ટિએ વાત કરે છે, જ્યારે કૌશાંબીજી અમુક ઐતિહાસિક ભૂમિકાના આધારે વાત કરે છે. બંનેની પરસ્પર અથડાતી દષ્ટિઓનું અંતર સાંધવા કે સમજવાનો મને એ રસ્તો સૂઝી આવ્યો અને મેં તે કૌશાંબીજીને સૂચવ્યો. કૌશાંબીજી એમાં સહમત થયા અને પોતાના સુધારા સાથે તેમણે એક નિવેદન પ્રગટ કર્યું. તેનો આશય એ હતો કે તેમનું વિધાન નિષ્પક્ષ પંચ તપાસે. એ પંચમાં હાઈકોર્ટના સંસ્કૃતજ્ઞ ન્યાયાધીશ હોય અને તે ગુજરાતી જ હોય. પંચ જે ફેંસલો આપે તે બંને પક્ષને માન્ય રહે. કૌશાંબીજીના આ નિવેદન પછી આગળ આંદોલન ચાલ્યું હોય તો તે હું નથી જાણતો. જ્યારે ચોમેર કૌશાંબીજીની વિરુદ્ધ આંદોલનનો દાવાગ્નિ સળગી રહ્યો હતો ત્યારે કૌશાંબીજી તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org