SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ • અર્થ કેમ રહ્યું એ વિશે પૂછું તે પહેલાં તો એમણે જેલમાં પોતે કરેલ સાધનાની વાત કાઢી. મને કહે કે વસુબધુના “અભિધર્મકોશનું મારે ભાષાન્તર કરવું હતું. પહેલાં તો હું જેલમાં ફ્રેન્ચ શીખ્યો. ફ્રેન્ચ ઉપરથી અંગ્રેજી અને હિંદી તરજૂમો કર્યો. ઘણું કરી સાથે લાવેલ એ હિંદી તરજૂમાની મોટી મોટી દળદાર કોપીઓ મને બતાવી. એમની આ સાધના સાંભળી હું છક થઈ ગયો. જ્યારે આચાર્યજી આવી દાર્શનિક અને બીજી વિદ્યાઓની ઉપાસના કરતા ત્યારે પણ એમનું વ્યવહારુ રાજકારણ ચાલતું જ હોય. પણ એમની વિશેષતા એ હતી કે તેઓ રાજકારણી જૂઠાણાથી અલિપ્ત હતા. આચાર્યજી લખનૌ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ હતા. ત્યાં ઓરિએન્ટલ કૉન્ફરન્સ ભરાઈ. લખનૌ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં જ અમારો ઉતારો. અનેક જવાબદારીઓ અને નાદુરસ્ત તબિયત, છતાં મારા જેવા સાધારણ માણસને આમ કાંઈક જતાં-આવતાં જોઈ લે તો પકડી પાડે. એકવાર તેઓ પોતાના મકાને લઈ ગયા અને અનેક હિંદુમુસલમાન સાક્ષર-ગૃહસ્થો સાથે પરિચય પણ કરાવ્યો. વિદાય થતી વખતે અમને કહે કે હું તમારી બધાની ખબર લઈ શકયો નથી. ત્યાં મહેમાનો માટે વ્યવસ્થા તો એટલી બધી સારી હતી કે અમે એવી ધારણા પણ નહિ રાખેલી. પણ હવે પરિચયનો છેલ્લો અધ્યાય આવે છે. હું વૈશાલીથી પાછો ફરી કાશીમાં આવી રહ્યો. સખત ઉનાળો હતો. આચાર્યજી તે વખતે હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ. આમ તો બધા જ ઉપકુલપતિઓ દુર્દર્શન અને દુઃસમાગમ હોય છે, પણ આચાર્યજી વિશે દરેક એમ જ મનાતું કે એમને મળવું એ તો ઘરની વાત છે. એ હતા અજાતશત્રુ અને ફકીરી વૃત્તિના વિદ્યા-તપસ્વી. એમને જાણ થઈ કે હું અમુક જગ્યાએ છું. હજી તો હું એમને ત્યાં જવાનો, ખાસ કરીને પ્રથમથી સૂચના આપી જવાનો, વિચાર જ કરતો હતો ત્યાં તો તેઓશ્રી પં. શ્રી દલસુખ માલવણિયાના મકાને આવી પહોંચ્યા. મેં ખરા હૃદયથી કહ્યું કે હું આવવાનો હતો, પણ એ તો વિનય અને વિદ્યામૂર્તિ. હું રહ્યો એટલા દિવસમાં કેટલીય વાર આવી ગયા. તેમની સાથે બીજા પંડિતો અને પ્રોફેસરો હોય જ. આ બધી વખતે ચર્ચા શાસ્ત્ર અને વિદ્યાની જ થાય. એમણે શું શું લખ્યું છે, શું લખવા અને છપાવવા ધારે છે ઈત્યાદિ તો કહે જ, પણ આપણે કાંઈ નવી અને જ્ઞાત વાત કહીએ તો ધ્યાન દઈ સાંભળે. એમને બૌદ્ધ વિષય ઉપર કાંઈક છપાવવાનું હતું. પોથી જૂની અને લિપિ દુષ્મઠ. જ્યારે મેં કહ્યું કે આ બધી બાબતમાં તમારી પાસે જ રત્ન પડ્યું છે, ત્યારે આચાર્યજીએ જાણ્યું કે હું શ્રી માલવણિયાજી વિશે સંકેત કરી રહ્યો હતો. ત્યારબાદ એમણે પં. શ્રી દલસુખભાઈ માલવણિયાજી ઉપર અન્યત્વે વિશ્વાસ મૂક્યો અને તેમને અનુભવ થયો કે તેમનો વિશ્વાસ કેટલો સાચો ઠર્યો છે. આચાર્યજીએ જ અધ્યાપક પાનાભ જૈનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy