________________
ક્રાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ • ૪૧ પણ પરિપક્વ થઈ હતી. એટલે સહેજે જ મેં અવારનવાર મારા પ્રશ્નો તેમની સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. એના સ્પષ્ટ અને સુશ્લિષ્ટ ઉત્તરોથી હું તેમના પ્રત્યે વધારે આકર્ષાયો, અને પછી તો આશ્રમમાં જાઉં ત્યારે તેમને મળવાનું ભાગ્યે જ ટાળતો.
હવે તેમનો પ્રત્યક્ષ પરિચય વધતો ગયો અને સાથે સાથે તેમનાં પ્રસિદ્ધ થતાં નાનાંમોટાં લખાણો પણ સાંભળતો ગયો. પ્રથમ પ્રથમ “જીવન શોધનની’ હસ્તલિખિત નકલ જોઈ જવાનું યાદ છે. એ વાચને તેમના પ્રત્યે મને ઓર આકર્ષો. આ આકર્ષણ આજ લગી વધતું જ રહ્યું છે.
કિશોરલાલભાઈમાં વિદ્વત્તા કરતાં પ્રતિભાનું તત્ત્વ વધારે છે, એમ મને લાગે છે. કાવ્યની મીમાંસામાં – પ્રજ્ઞા નવનવોને શાંતિની પ્રતિમા મતા ! એવું પ્રતિભાનું લક્ષણ આપ્યું છે, તે કાવ્યતત્ત્વ માટે પૂરતું છે, પણ હું કિશોરલાલભાઈની પ્રજ્ઞાની વાત કહું છું તે પ્રજ્ઞા તેથી જુદી જ છે. તથાગત બુદ્ધ જે પ્રજ્ઞા ઉપર વારંવાર ભાર આપ્યો છે અને પ્રજ્ઞાપારમિતામાં જે પ્રજ્ઞા વિવક્ષિત છે તે પ્રજ્ઞાની હું વાત કરું છું.
વિશુદ્ધિ માર્ગમાં પ્રજ્ઞાનું સ્થાન શીલ અને સમાધિ પછી છે. શીલ અને સમાધિ સિદ્ધ થયાં ન હોય તો એ પ્રજ્ઞા ઉદ્દભવી ન શકે. પ્રજ્ઞાસોતના ઉદ્ઘાટન માટે શીલ અને સમાધિ એ બે આવશ્યક અને અનિવાર્ય અંગ છે. આપણે પણ જાણીએ છીએ કે કિશોરલાલભાઈના જીવનમાં શીલ અને સમાધિનું કેટલું સ્થાન છે. તેમનાં પુસ્તકો અને બીજાં લખાણોના વાચનથી તેમજ તેમના અલ્પસ્વલ્પ પરિચયથી મારા ઉપર એવી છાપ પડી છે કે શીલ અને સમાધિની યોગ્ય સાધના દ્વારા જ તેમનામાં પ્રજ્ઞાનું બીજ વિકસ્યું છે. યોગશાસ્ત્રમાં શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા એ પાંચને યોગનાં અંગ લેખ્યાં છે. આમાં પહેલાના ચાર એ પ્રજ્ઞાની આવશ્યક ભૂમિકા છે. હું કિશોરલાલભાઈનાં લખાણો અને જીવન, બંને વિશે જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે . ત્યારે એમની પ્રજ્ઞાનો ખુલાસો મને બુદ્ધ અને યોગશાસ્ત્રના કથનમાંથી જ મળી જાય છે.
કિશોરલાલભાઈની પ્રજ્ઞા નાનામુખી છે. તેમણે “ઊધઈનું જીવન,‘વિદાયવેળાએ', તિમિરમાં પ્રભા', “માનવી-ખંડિયેરો જેવા કૌશલપૂર્ણ અનુવાદો કર્યા છે. “ગીતાધ્વનિ' અને બીજાં છૂટક પદ્યો પણ રચ્યાં છે. સ્વતંત્ર લખાણો તો એમનાં ઢગલાબંધ છે; અને એમનાં લખાણોના વિષયો કોઈ એક નથી. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણ આદિ અનેક વિષયોને લગતા અનેક મુદ્દાઓ ઉપર તેમણે વિચારપૂતે લખ્યું છે. એમનું લખાણ એટલું મનનપૂર્વકનું અને મૌલિક છે કે આટલા બધા વિષયો અને મુદ્દાઓ ઉપર આવું સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વક ભાગ્યે જ કોઈ લખી શકે. જો અંત:પ્રજ્ઞાનો સ્રોત ઊઘડ્યો ન હોય તો એમના જેવા જીર્ણશીર્ણ, કૃશકાય, પથારીવશ પુરુષને હાથે આવો વિશદ વિચારશશિ ભાગ્યે જ લખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org