________________
0 • અર્થ
આ બધી વિગતો કિશોરલાલનો મહિમા વધારવા હું નથી લખતો. એમને મહિમાની કે ગૌરવગાનની મુદ્દલ જરૂર નથી. મારા આત્મસંતોષને ખાતર હું તે લખી રહ્યો છું.’
પણ ઉપર જે કાંઈ કહ્યું તે એક રીતે બીજાનો અનુવાદ જ કહેવાય. અનુવાદનું પ્રામાણ્ય ઓછું નથી, પણ શ્રોતાઓ, ખાસ કરી શિક્ષિત શ્રોતાઓ મુખ્યપણે કંઈક વિધિની અપેક્ષા રાખે. વિધિનો અર્થ છે કે, અપૂર્વ અર્થનું પ્રતિપાદન – અજ્ઞાતનું જ્ઞાપન. કિશોરલાલભાઈના પરિચયની બાબતમાં વિધિવચન તરીકે કાંઈ પણ કહેવું હોય તો તે સ્વાનુભવમાંથી જ કહી શકાય. આ દૃષ્ટિથી હું તેમના પરિચયમાં ક્યારે અને કેમ આવ્યો, ને પરિચય કેવી રીતે વધતો ગયો, એ વિષે થોડું પણ કહું તો તે યોગ્ય કહેવાય.
૧૯૨૧ની સ્વરાજ્યની હિલચાલના જુવાળ વખતે એક સાંજે હું આશ્રમમાં સાંજની પ્રાર્થનામાં જઈ ચડેલો. પ્રાર્થનાને અંતે બાપુજીને એમ કહેતાં સાંભળ્યા કે, “મારે મન સ્વરાજ્ય કરતાં આધ્યાત્મિક રાજ્યની કિંમત વધારે છે, તેથી કિશોરલાલે આધ્યાત્મિક સાધના માટે જે એકાંત જીવન સ્વીકાર્યું છે, તેની ઉપયોગિતા મારી દૃષ્ટિએ બહુ વધારે છે. આપણે આશ્રમવાસીઓ એમની સાધનામાં દૂર રહ્યા રહ્યા પણ ઉપયોગી થઈએ. અને તે દૂર પણ ક્યાં છે? આશ્રમથી થોડેક દૂર એમની ઝૂંપડી છે. ગોમતીએ તો વિશેષ પ્રસન્ન થવાનું છે,' ઇત્યાદિ. આ ભાવના બાપુના શબ્દો સાંભળી મારી જિજ્ઞાસા સતેજ થઈ. હું કિશોરલાલભાઈનું નામ પણ ન જાણતો. કિશોરલાલ કોણ? સાધના શી? ઝૂંપડું શું? ગોમતી કોણ? વગેરે પ્રશ્નો મનમાં ઊઠ્યા. તરત જ મિત્રો પાસેથી ખુલાસો મેળવ્યો, પણ કિશોરલાલભાઈ વિશેની જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી ચાલી. એકાંતવાસમાંથી પાછા તેઓ ઘેર આવ્યા ત્યારે પણ હું આશ્રમમાં તો જતો જ અને મોટેભાગે તેમના મકાનની નજીકમાં જ મિત્રોને ત્યાં જતો, પણ ઉત્કટ જિજ્ઞાસા છતાં કિશોરલાલભાઈ પાસે જવામાં સંકોચ અનુભવતો. સંકોચ એટલા કારણસર કે માત્ર શાસ્ત્રવ્યાસંગી અને શાસ્ત્રવ્યસની એક આધ્યાત્મિક અનુભવી પાસે જઈ કાંઈ ચર્ચા કરે તો એનું મૂલ્ય શું? આ સંકોચ ઠીક ઠીક વખત ચાલ્યો પણ યોગ એવો આવી. મળ્યો કે પરિચયનાં દ્વાર ખુલ્લાં થયાં. કિશોરલાલભાઈ પાછા વિદ્યાપીઠના મહામાત્રપદે આવ્યા. તેઓ રોજ (મને યાદ છે ત્યાં સુધી) આશ્રમથી ચાલી એલિસબ્રિજ નજીકના મકાનમાં આવેલ વિદ્યાપીઠની ઓફિસમાં આવતા. હું પણ ત્યાં પુરાતત્ત્વમંદિર પુસ્તકાલય અને કાર્યાલયમાં રહેતો અને કામ કરતો. શાસ્ત્રીય વાચન અને સ્વયંચિંતનથી કેટલાક પ્રશ્નો વિશે વિચારો તો બાંધી રાખેલા, તેમાં વજૂદ છે કે નહિ અને સુધારવા જેવું હોય તો તે કઈ રીતે અને શું સુધારવું, એવી જિજ્ઞાસા મને હંમેશાં રહેતી. જ્યાં લગી બાંધેલા વિચારો સમવાદની કસોટીએ ન કસાય ત્યાં લગી મુક્તપણે લોક સમક્ષ ન મૂકવા, એવી ઊંડે ઊંડે મનોવૃત્તિ હતી. હવે ઉત્કટ જિજ્ઞાસા અને તેમના પ્રત્યે બંધાયેલી પરોક્ષ શ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org