SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ - અર્ધ્ય પણ ભૂલી જાય છે. તેઓના જીવનની છેલ્લી રાતે પાસે રહેનાર અને સાવધાન થઈ સંભાળ રાખનાર દરેકને ભૂલવ્યાં. બીજાંઓ ઊંઘતાં હતાં ત્યારે એ બહેને નદીનું છેવટનું શરણ લીધું. નિરાશાના ભ્રમ સિવાયની એ બહેનની બધી મનોવૃત્તિઓ કેટલી શુદ્ધ અને સમભાવશીલ હતી તેની સાક્ષી તે બહેનનો મળી આવેલો છેલ્લો પત્ર જ છે. આ પત્ર જ્યારે બીજે દિવસે મહાત્માજીને આપ્યો ત્યારે તેઓએ વાંચીને કહ્યું કે “પત્ર પૂરો સમભાવ અને ડહાપણથી ભરેલો છે. આટલી જાગૃતિથી પત્ર લખનાર એ બાઈ કદાચ જીવતી પણ મળી આવે.’ પણ એ આશા વ્યર્થ હતી. છેવટ તેઓનું મૃત શરીર નદીમાંથી મળી આવ્યું* અને તેને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. અવસાનને લગતી આટલી ટૂંક હકીકત આપ્યા પછી તેઓના જીવનનો થોડો પરિચય અસ્થાને નહિ ગણાય. લાડુબહેનને બાલ્યાવસ્થામાં જ વૈધવ્ય પ્રાપ્ત થયેલું. આજે તેઓની ઉંમર ચાળીસ વર્ષથી ઓછી ન હતી. તેઓના શ્વસુરપક્ષનું પારેખ કુટુંબ જાણીતું છે. તેઓનો પિતૃપક્ષ પણ તેટલો જ ખાનદાન છે. શ્વસુર અને પિતૃ એ બંને પક્ષની લાડુબહેન પ્રત્યે ખૂબ મમતા હતી. એટલું જ નહિ, પણ એ બહેનમાં કેટલીક એવી અસાધા૨ણ વિશેષતાઓ હતી કે જેને લીધે એકવાર તેણીના પરિચયમાં આવનાર તેણીના ગુણથી મુગ્ધ જ બની જાય. એ વિશેષતાઓમાં વિનય અને સ્વાર્પણવૃત્તિ મુખ્ય હતાં. લાડુબહેનના વિચારમાં, વ્યવહારમાં અને ભાષણમાં, ઉદ્ધતપણું કદી પણ જોયું હોય એવી એક પણ વ્યક્તિ મળવી દુર્લભ છે. પોતાની નાના હોય કે મોટા હોય, નોકર હોય કે મજૂર હોય, દરેક સાથે મૃદુતાથી અને હસતે ચહેરે જ હંમેશાં બોલવાનું. તેઓની સ્વાર્પણવૃત્તિ તો મેં મારી જિંદગીમાં અન્યત્ર ભાગ્યે જ જોઈ હશે. તેઓની ગમે તેવવી કીમતી વસ્તુ પણ લેવા આવના૨ માટે માત્ર વસ્તુ જ નહિ પણ કોઈ બીમાર કે બીજી રીતે દુઃખી હોય તો તેની તન-મન-ધનથી સેવા કરી છૂટવું એ જ એ બાઈનો જીવનમંત્ર. ચાલુ વર્ષના મે માસમાં ખરે બપોરે એક નાનુ ગધેડું તદ્દન અશક્ત સ્થિતિમાં ખેતરમાં પડેલું. ત્યાર એ બહેને એક વિદ્યાર્થીને સાથે લઈ તેને ઉઠાવી છાંયડામાં મૂકી તેને ખોરાક-પાણીથી ખૂબ જ સંતોષવા પ્રયત્ન કરેલો. એ આ લેખકની જાણમાં છે. એકવાર પાસેના ગામ માદલપુરમાં એક બાઈ બીમાર હોવાથી અને ન ઊઠી શકવાની વાત સાંભળતાં જ રાત્રિએ ત્યાં દવા લઈ જવા અને આખી રાત તેની સેવામાં રહેવા તત્પર થયેલાં. કોઈ વિદ્યાર્થી કે અન્ય બીમાર પડે ત્યારે લાડુબહેને ઊંઘ હોય જ નહિ. કાં તો એ બીમારનું * લાડુબહેનનું આ મૃત શરીર, તેમના મૃત્યુના બીજા દિવસે બપોરના વખતે ઉસમાનપુરાની નીચે નદીમાં વહેતું દૃષ્ટિગોચર થયું હતું અને તેને નદીના ભરપૂર પ્રવાહમાંથી કાંઠે આણવાનું વીરતા અને સાહસભરેલું ભારે કામ, પુરાતત્ત્વમંદિરના મંત્રી ભાઈશ્રી રસિકલાલ પરીખના લઘુબંધુ ભાઈશ્રી સવાઈલાલે બજાવ્યું હતું. એ ૧૭ વર્ષના શૂર બાળકે એ કાર્ય માટે જે પરાક્રમ બતાવ્યું હતું તે ખરેખર આશ્ચર્ય અને અભિમાન ઉપજાવે તેવું હતું. – જિનવિજ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy