________________
૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા
પાલણપુરવાસી જૈન તો એવો ભાગ્યે જ હશે કે જે લાડુબહેનને ન જાણતો હોય. બીજા પણ ઘણાં શહેરના અનેક જૈનો અને ખાસ કરીને વિદ્યાપ્રેમી જૈનો લાડુબહેનને જાણે છે, એવો મારો અનુભવ છે. થોડા દિવસ પહેલાં એ સુશીલાબહેનનું અવસાન અણધારી અને અનિષ્ટ રીતે થયું એ બીના જેઓ તેમના પરિચયમાં આવ્યા હોય તેઓને દુઃખ આપે તેવી છે. એ બહેન વિદ્યાપ્રિય, ચારિત્રશીલ અને સેવાપરાયણ હોવા છતાં તેઓએ નદીમાં ડૂબી આત્મઘાત કરવાનો વિચાર કેમ કર્યો હશે એ પ્રશ્ન એક કોયડા જેવો લાગે છે, પણ છેલ્લા સવા વર્ષ થયાં જેઓ તેમના સહજ પણ પરિચયમાં આવ્યા હતા તેઓને એ પ્રશ્નનો ઉકેલ તેટલો જ સહેલો છે. સવાવર્ષ થયાં તેઓને ચિત્તભ્રમ જેવું થયેલું. શરીર અને મન દિવસે દિવસે ખૂબ જ નબળાં પડતાં ગયાં. અને ખાસ કરીને માનસિક સ્થિતિ ઉપર તેમનો કાબૂ બહુ જ ઓછો થઈ ગયો. સંકલ્પબળ, નિશ્ચયશક્તિ, અને દઢતા જે એમનાં જીવનમાં ખાસ તત્ત્વો હતાં તે બહુ જ ઘટી ગયાં. તેની અસર શરીર ઉપર ખૂબ થઈ. તેમને ક્ષણે ક્ષણે એમ જ લાગતું કે હું હવે જગત માટે ઉપયોગી નથી, બલ્ક બોજારૂપ છું. આ આત્મગ્લાની દૂર કરવાના અનેક પ્રયત્નો તેમના પરિચિત ગુણાનુરાગીઓએ અને તેમનાં કુટુંબીઓએ કર્યા, પણ નિષ્ફળ. લગભગ છેલ્લા બે માસ થયા તેમની માનસિક સ્થિતિ સુધરે એવા હેતુથી શેઠ અમરચંદ તલકચંદનાં પુત્રવધુ ગંગાસ્વ. મણિબહેન મુંબઈથી અમદાવાદ આવેલાં. એક માસ થયા તો તેઓ સત્યાગ્રહ આશ્રમની નજીક, જ્યાં શ્રી ગંગાબહેન બાલાભાઈ મંછાચંદ રહેતાં હતાં ત્યાં જઈ રહેલાં. મણિબહેનની માફક ગંગાબહેન પણ લાડુબહેનનાં સહૃદય ધર્મબહેન. અને વળી ત્યાં જઈ રહેવામાં આશ્રમનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રવચન અને સેવાકાર્ય એ બધાંનો લાભ મળે અને કદાચ લાડુબહેનની માનસિક સ્થિતિ સુધરે તેવો ઉદાત્ત હેતુ હતો. પણ ધાર્યું કોનું થાય છે? બીજી બધી બાબતમાં સાવધાન અને શાણપણ ધરાવનાર એ બહેનને પોતાના જીવન વિષે નિરાશાનો ઊંડામાં ઊંડો ભ્રમ હતો તે છેવટે જીવ લઈને જ ગયો. એ ભ્રમે પહેલા પણ અનેકવાર તેમને આત્મઘાત કરવા પ્રેરેલાં, પણ ભેદ ખુલ્લો પડી જવાથી તે બધા પ્રયત્નો નિષ્ફળ ગયેલા. જ્યારે કાળ આવે છે અને અવશ્ય ભાવિ હોય છે, ત્યારે સાવધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org