________________
૧૩૬ • અર્થ કીમતી ઓજારો સાથે કારીગરીનો યોગ સાધવા મંડી જાય. મેં ઘણીવાર જોયું કે એ કામની ઝંખનામાં મિસ્ત્રી દૂધ અને ભોજન સુધ્ધાંનો વખત ભૂલી જાય.
તેઓનું મંદિર લગભગ પૂરું થવા આવ્યું છે. બધી કુશળતા એમાં જ રેડવાનો મિસ્ત્રીનો ઇરાદો મેં ઘણીવાર તેઓને મોઢેથી સાંભળ્યો છે; પણ એ વ્યવહારકુશળ શેઠ ઘણીવાર કહે છે કે બહુ જ ઊંડાણમાં ઊતરવા જતાં રખે આ છેલ્લી કૃતિ જેવું મંદિર મિસ્ત્રીના વૃદ્ધત્વને લીધે અધૂરું રહી જાય. મિસ્ત્રી મને કહેતા કે કોઈ શીખતું જ નથી, નહીં તો જે ઇચ્છે તેને શિખવાડું છું. જે આવે છે તે થોડા દિવસમાં જ ધીરજ છોડી ચાલતો થાય છે. ખરેખર આવી કારીગરી શીખવા ઇચ્છનારમાં સ્થિરતા અને સેવાપરાયણતા હોવા જોઈએ, નહિ તો આ યોગ સાધી શકાય નહિ.
મિસ્ત્રીની કારીગરીના ફોટાઓ લેવા જોઈએ અને પ્રસ્થાનના પાઠકોને ભેટ ધરવા જોઈએ. એ કામ હજી બાકી જ છે. મિસ્ત્રીની અનેક નાની-મોટી કૃતિઓ જે જે મંદિરોમાં, રાજમહેલોમાં અને ગૃહસ્થોને ત્યાં રહી હશે તે જોવાલાયક છે. જે માણસ આ કલાનો ખરો શોખી હોય તે એકતરફી પોથાંની માથાફોડમાંથી મુક્તિ મેળવી આવા મિસ્ત્રીની ઉપાસના કરે તો હજીયે ખરી પ્રાચીન વસ્તુ સાચવી શકાય તેમ છે. અત્યારે જામસાહેબ અને અન્ય રાજાઓ બહુમૂલ્ય નમૂનાઓથી જ પોતાનાં ભવનો શણગારે છે. પોતાના દેશનો જૂનો, કીમતી અને સસ્તો વારસો આમ નષ્ટ થાય છે. એ જાગૃત કલા-ભક્તોને માટે દુઃખદ બીના છે.
- પ્રસ્થાન, ફાગણ ૧૯૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org