SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ એક બીજા મિસ્ત્રી - ૧૩૫ માટે ૬ રૂપાની ખુરશીઓ, ૧ રૂપાનો કોચ અને એક રૂપનો છત્ર-પલંગ માસિક રૂા. ૩રના પગારે બનાવ્યાં. ત્યારબાદ જામનગરમાં જ પુરુષોત્તમ જસરાજ લઠેટવાળા મંદિરનાં રૂપાના કમાડો, રૂપાનાં સિંહાસન અને ઠાકુરજીના બે લાકડાના ઘોડા અને બે હાથી બનાવ્યા. ત્યાર પછી જૂનાગઢ દરબારમાં, જસા જામના દરબારમાં, કિસનગઢ દરબારમાં, સોના, રૂપા અને લાકડાના નકશીવાળા અનેક નમૂના તેઓએ બનાવ્યા. હાથીદાંત ઉપર પણ તેઓએ ઘણું કામ કર્યું છે. કદાચ આજે આમાંના ઘણા નમૂનાઓ વિલાયતમાં અમીરોના મહેલો શોભાવતા હશે. મિસ્ત્રીના લાકડા ઉપરના નકશીકામના નમૂના તરીકે અમદાવાદ સ્વામીનારાયણના મંદિરમાં ગણપતિની મૂર્તિ છે. જૈનમંદિરો પણ તેઓની કૃતિથી ભૂષિત છે. આજે જિંદગીના છેવટના ભાગમાં સમગ્ર અનુભવના પારિપાકરૂપે પોતાની કારીગરી એ મિસ્ત્રી એક જૈન મંદિરમાં દાખલ કરે છે. આ મંદિર લાકડાનું અને તેનું ખોખું રૂપાનું છે. મંદિર કરાવનાર જામનગરના જાણીતા ગૃહસ્થ શેઠ કેશવજી માણેક છે. એ શેઠ જેવા અર્થરક્ષક મેં બહુ ઓછા જોયા છે, છતાં તેઓ મને વારંવાર કહેતા કે આવા વૃદ્ધ અનુભવી મિસ્ત્રીની કારીગરી ગમે તેમ કરીને પણ સાચવી જ લેવી, એને જ દૃષ્ટિથી મારા સ્નેહી શેઠે આ મંદિરનું કામ કરાવવા માંડ્યું છે. શેઠ પોતે જ એકલા ખંતીલા નથી પણ તેઓનું આખું કુટુંબ આ મંદિરની રચના માટે મમત્વ ધરાવે છે. તે એટલે સુધી કે આખું કુટુંબ આ મિસ્ત્રીને વૃદ્ધ પિતારૂપે અગર વૃદ્ધ ગુરુરૂપે માની તેઓની બધી પરિચય ઉઠાવે છે. મિસ્ત્રીને માસિક રૂ. ૧૨૫ મળે છે અને ખાનપાન વગેરેની બધી પૂરી સગવડ. પણ શેઠ જેવા કુશળ તેવા મિસ્ત્રી કૃતજ્ઞ. ગયા વર્ષમાં મિસ્ત્રીને ન્યૂમોનિયા થયો, શેઠે પોતાના પિતા જેટલી જ સેવા કરી; સ્વઉપકાર અને પરોપકાર બંને હતાં. મંદિરનું કામ હજી ચાલે જ છે. શેઠના સમગ્ર કુટુંબની સેવાથી મિસ્ત્રી બચી ગયા. એકવાર મેં પૂછ્યું, દાદા? પગાર શ્યો લો છો ? તેઓનો ઉત્તર એક ગંભીર તપસ્વી જેવો હતો. માસિક રૂા. ૧૨૫ છે, પણ આ કુટુંબે હંમેશાં, અને મારી જીવલેણ બીમારીમાં જે સેવા કરી છે તે જોતાં હું કશું જ કહી શકતો નથી, દેલવાડાનાં પ્રસિદ્ધ મંદિરો બનાવનાર કારીગરોની અનુપમાદેવી'એ સવારે શીરો ખવડાવવાની અને તાપણી તપાસવાની સેવા ઇતિહાસમાં વાંચેલી. ઉક્ત શેઠને ત્યાં આ મિસ્ત્રીની એવી જ સેવા નજરે જોઈ છે. મિસ્ત્રીની આટલી વૃદ્ધ ઉંમરે જે કાર્યતત્પરતા છે તે અચંબો પમાડે તેવી છે. રાતના બાર બાર વાગ્યા સુધી અને ઘણીવાર તો જ્યારે ઊંઘ ઊડે ત્યારે નકશા જ ચીતરતા હોય. આગળ કરવાના નમૂનાઓ વિચારી કાગળ ઉપર ગોઠવતા હોય. સવારે શેઠને બતાવે અને મન મળ્યું કે વળી આખો દિવસે એ ભોંયરામાં પોતાનાં જીવનસાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy