SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૧ મહારાજા સયાજીરાવ કૌશાંબીજીના અનન્ય ભક્ત. પણ એવા ચકોર, સમર્થ અને સહાયક રાજવી સુધ્ધાંને કૌશાંબીજી તેમની ભૂલો કે કુટેવો વિશે ખખડાવી નાખતા. શ્રીમંત સયાજીરાવ અને તેમનાં પત્ની ચીમનાબાઈ સાથેનાં અનેક કટુ-મધુર સ્મરણો તેઓ મને ઠેઠ સુધી પ્રસંગે પ્રસંગે સંભળાવતા. તે ઉપરથી હું તેમની નિર્ભયતા, સત્યવાદિતા અને નિઃસ્પૃહતા પારખી જતો. કાકા કાલેલકર તેમના અંગત મિત્ર અને સજાતીય. કાકા પોતે જ કૌશાંબીજીને પુરાતત્ત્વમંદિરમાં લાવેલા અને સેવાગ્રામમાં તેમને જ હાથે કૌશાંબીજીનો અગ્નિસંસ્કાર થયો. કાકા બહારગામથી આવ્યા અને કૌશાંબીજીએ મૌનપણે જોયા કે તરત થોડીવારમાં પ્રાણ છોડ્યો. આટલી નિકટતા છતાં એક પ્રસંગે કૌશાંબીજી કાકા સુધ્ધાંને નારાજ કરતાં ખંચકાયા ન હતા. કૌશાંબીજી મને કહેતા કે “અમેરિકામાં યંગ ઇન્ડિયા વાંચતો ત્યારે મને ઘણીવાર આંસુ આવી જતાં. ગાંધીજીના અહિંસા તેમજ વિશ્વપ્રેમના વિચારો નવા રૂપમાં વાંચી મને થતું કે આ એક અહેતુ છે. એ જ બુદ્ધિએ મને અમેરિકા છોડાવ્યું અને અમદાવાદમાં લાવી મૂક્યો. કૌશાંબીજીની ગાંધીજી પ્રત્યે ઠેઠ સુધી કેવી અનન્ય શ્રદ્ધા હતી તે આપણે ટૂંકમાં આગળ ઉપવાસ પ્રસંગે જોઈશું. આમ છતાં ઘણી બાબતોમાં કૌશાંબીજી ગાંધીજીની ટીકા કરતા. કેટલીકવાર તેઓ એ ટીકા બહુ સખતપણે પણ કરતા. ગાંધીજી ઉપવાસ અને બીજા દેહદમનો ઉપર જે ભાર મૂકે છે તેને કૌશાંબીજી બુદ્ધિની દૃષ્ટિએ નિહાળી અયોગ્ય લેખતા. અને તેથી ઘણી વાર કહેતા કે, ગાંધીજીમાં જે ત્યાગ, જે અહિંસાવૃત્તિ છે તેની સાથે આવા તપનો કોઈ મેળ નથી. કૌશાંબીજી આ ટીકા સૌની સમક્ષ પણ કરતા. જેઓ ગાંધીજીના પ્રત્યેક વ્યવહાર અને વિચારને અક્ષરશઃ માનતા અને અનુસરતા તેઓ કેટલીકવાર ગાંધીજીની ટીકાથી કૌશાંબીજી પ્રત્યે અકળાતા પણ ખરા, છતાં સૌમાં કૌશાંબીજીની નિષ્ઠા અને પ્રામાણિકતા વિષે એકસરખી શ્રદ્ધા જોઈ શકાતી. દરેક એમ સમજતો કે કૌશાંબીજી માને છે તેમ કહે છે અને કોઈની શેહમાં લેશ પણ આવે તેવા નથી. દરેક જણ એમ સમજતો કે કૌશાંબીજીને બુદ્ધિથી સમજાવી શકાય, પણ દબાણ કે લાલચથી નહિ. ગાંધીજી દ્વારા પ્રાર્થના ઉપર જે ભાર અપાતો અને ગીતાનું જે અનન્ય મહત્ત્વ અંકાતું તેની સામે કૌશાંબીજી અનેક દલીલો સાથે મનોરંજક ટીકા કરતા. કોઈ બચાવમાં ઊતર્યા કે એનું આવી બન્યું. તે વખતે કૌશાંબીજીની પ્રજ્ઞા અને દલીલશક્તિનો પ્રવાહ કેવો વહેતો એ તો ત્યાં હાજર હોય તે જ સમજી શકે. કૌશાંબીજી માત્ર અન્ય સંપ્રદાયો કે ધર્મોના જ ટીકાકાર ન હતા. તેઓ બૌદ્ધ હોવા છતાં બૌદ્ધ-પરંપરાની ત્રુટીઓની પૂર્ણપણે ટીકા કરતા. જેણે તેમનું “અહિંસા આણિ સંસ્કૃતિ' પુસ્તક વાંચ્યું છે તે જોઈ શકશે કે કૌશાંબીજી વહેમો અને ધાર્મિક દંભોના કેટલા વિરોધી હતા. આ પુસ્તક તેમણે કાશીમાં લખેલું અને મને આખું મરાઠીમાં જ સંભળાવેલું. કાશીવિદ્યાપીઠના પ્રાણ શ્રી શિવપ્રસાદ ગુપ્તા તેમને બહુ Jain Education International For Private & Personal Use Only - WWW.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy