________________
૬૨ • અર્થ માનતા. ગુપ્તાજીએ કહેલું કે તમારું પુસ્તક હું હિન્દીમાં છપાવીશ, પણ કૌશાંબીજી મને હિંમેશ કહેતા કે કંપોઝિટર કે અનુવાદક, વિક્રેતા કે બીજા કોઈ જે હિન્દુ હશે અને વેદપુરાણ સંસ્કૃતિને માનતો હશે તે મારું ખૂન ન કરે તો હું પાડ માનીશ. અને બન્યું પણ તેમ જ. લગભગ ૧૨ વર્ષ વીતી ગયાં, એનો ગુપ્તાજીએ કરાવેલ હિન્દી અનુવાદ પણ તૈયાર પડયો છે, છતાં હજી લગી એને છાપનાર કોઈ મળ્યું નથી. જે એમાં વેદપુરાણ તેમજ ગીતાની સ્પષ્ટ સમાલોચના વાંચે છે તે જ છાપવા કે પ્રકાશિત કરવાની હિંમત કરી શક્તો નથી. છેલ્લે છેલ્લે ૧૯૪૬ના જુલાઈમાં તેઓ જ્યારે સરયુતટે દોહરીઘાટ ઉપર અનશન લેવા ગયા ત્યારે મને એ હિન્દી અનુવાદ સોંપી શ્રી નાથુરામ પ્રેમીજીને મોકલવાનું કહી ગયા. એમને વિશ્વાસ હતો કે પ્રેમીજી નિર્ભય અને વફાદાર છે, તેથી તેઓ અવસર આવ્યું છાપતાં કે છપાવતાં પાછા નહિ પડે. - શ્રી શિવપ્રસાદ ગુપ્તાએ કાશી વિદ્યાપીઠમાં કૌશાંબીજી માટે તેમની જ સૂચના પ્રમાણે નાનકડું પણ સગવડિયું મકાન બાંધી આપેલું. તેમાં રહી કૌશાંબીજીએ “અહિંસા આણિ સંસ્કૃતિ' એ પુસ્તક લખેલું. મેં તેમને પહેલેથી કહેલું કે આ પુસ્તક પૂરું થાય કે સ્થાનાંતર કરવું અને જોયું કે બહુ ચાહકો પણ એને પ્રગટ કરે છે કે નહિ ? તેમણે એમ જ કર્યું. શેઠ જુગલકિશોર બિરલા જેવા પૈસાદાર છે તેવા જ દાની અને ઉધર છે. હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે તેમની અનન્ય નિષ્ઠા જાણીતી છે. બિરલાજી જ એક એવા કે જેમણે હિન્દુ પરંપરામાં બૌદ્ધોને સંમિલિત કરી લેવાનો સજીવ પ્રયત્ન કર્યો છે. બિરલાજી જેટલા ગીતાભક્ત તેટલા જ બૌદ્ધગ્રંથોના ભક્ત છે. બૌદ્ધગ્રંથોના હિન્દી અનુવાદો રસપૂર્વક વાંચે અને સારનાથ જેવા વિશ્વવિખ્યાત બૌદ્ધતીર્થમાં એકાંતમાં બેસીને તે ઉપર મનન પણ કરે છે, એટલું જ નહિ પણ તેમણે કલકત્તા, દિલ્હી અને હિંદુ યુનિવર્સિટીમાં બૌદ્ધશાસ્ત્રોના અધ્યયન માટે તેમજ બૌદ્ધ મંદિર અને ધર્મશાળા માટે અનેકવિધ એટલો મોટો ખર્ચ કર્યો છે અને હજી કરે છે કે તે જાણનાર જ બિરલાજીની હિન્દુસ્તાનમાં ફરી બૌદ્ધ-પરંપરા પ્રતિષ્ઠિત કરવાની ધગશ જાણી શકે. આવી વૃત્તિ ધરાવનાર શ્રીયુત જુગલકિશોર બિરલાએ મુંબઈ-પરેલમાં એક બૌદ્ધ વિહાર બંધાવી આપ્યો ને તેમાં કૌશાંબીજીને રહેવા તેમજ કામ કરવાની સગવડ કરી આપી. કૌશાંબીજી ગરીબ અને દલિત જાતિઓની સેવા કરવા ઇચ્છતા, તેથી તેઓ એ વિહારમાં રહ્યા અને તેમણે તેનું બહુજન વિહાર' એવું નામકરણ કર્યું. “બહુજન’ શબ્દની પસંદગી તેમણે પાલિ-ગ્રંથોને આધારે કરેલી, જેનો આધુનિક ભાષામાં સાધારણ જનતા અથવા લોકસમાજ એવો અર્થ થઈ શકે. કૌશાંબીજી એ વિહારમાં રહી પરેલના લત્તામાં વસતા મજૂરો અને હરિજનોમાં સંસ્કાર સિંચવાનું કામ કરતા. કૌશાંબીજીના એ કાર્યમાં અનેક જૈન ગૃહસ્થોનો આર્થિક તેમજ બીજા પ્રકારનો સક્રિય સહયોગ હતો. આવું સેવામય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org