________________
સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૩ વાતાવરણ જામેલું. છતાં તેમાં પેલા “હિંસા કમાન સંસ્કૃતિ એ પુસ્તક વિઘ્ન ઉપસ્થિત કર્યું. કૌશાંબીજીએ જ્યારે જાણ્યું કે ઉક્ત પુસ્તકમાં તેમણે કરેલ ગીતા આદિ વૈદિક ગ્રંથોની નિર્દય સમાલોચનાથી બિરલા સહેજ નારાજ થયા છે ત્યારે તેમણે એ વિહારને જ છોડી દેવાનું પસંદ કર્યું. જોકે બિરલાજીની એવી કોઈ વૃત્તિ ન હતી. અને પાછળથી કૌશાંબીજીને તેમણે કહેલું પણ ખરું કે “તમે બહુજન વિહાર શા માટે છોડ્યો ? તમે ત્યાં રહો એમ હું ઇચ્છું છું.' પણ કૌશાંબીજી મને કહેતા કે, તેઓ ગમે તેટલા ભલા અને ઉદાર હોય છતાં જો મારા લખાણથી તેમની સાંપ્રદાયિક લાગણી દુભાતી હોય તો તેમની કોઈપણ સગવડ લઈ દબાણ તળે રહેવું તે કરતાં બીજે ગમે ત્યાં રહેવું એ જ હિતાવહ છે. ખુદ ગાંધીજીએ પણ તેમને કહેલું કે તમે બહુજન વિહાર' શા માટે છોડો છો ? પણ તેમણે એ વિહાર છોડ્યો તે છોડ્યો જ. તેમને પોતાનાં લખાણ વિષે એટલી જાગ્રત પ્રતીતિ હતી કે, તે ખાતર તેઓ ગમે તે સહેવા તૈયાર રહેતા. એ જ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થવાનું હતું ત્યારે તેમણે મને પ્રસ્તાવના લખવા સૂચવ્યું. મારે માટે આ પ્રસંગ “નદીવાઘન્યાય' જેવો હતો. એક તરફ કૌશાંબીજી સાથે મારો ગાઢ સંબંધ અને બીજી તરફ એમનાં પ્રતિપાદનો વિષે ક્યાંક ક્યાંક મારું જુદું પડતું દષ્ટિબિંદુ. હું ગમે તેટલા મૃદુભાવે લખું તોય કૌશાંબીજીનાં અમુક વિચારોનો વિરોધ થતો જ હતો. તેમ છતાં તેમના આગ્રહથી મેં આબુ ઉપર કાંઈક પ્રાસ્તાવિક લખી કાઢ્યું. જોકે મેં એમાં કૌશાંબીજીની અમુક એકાંગી ઉગ્ર વૃત્તિનો પ્રતિવાદ કર્યો જ હતો, છતાં અમારા બે વચ્ચે ક્યારેય અંતર પડ્યું નહિ. ઊલટું હું મારા પ્રત્યે તેમનો ઉત્તરોત્તર પ્રેમ જ નિહાળી શકતો. એક અથવા બીજા કારણે મારું એ પ્રાસ્તાવિક નથી છપાયું તે નોખી વાત છે, પણ અહીં તો પ્રશ્ન કૌશાંબીજીની મક્કમ વૃત્તિ અને નિખાલસતાનો છે.
કૌશાંબીજી “બહુજન વિહાર છોડી સારનાથ આવ્યા અને ત્યાં સીલોની તેમજ બીજા બૌદ્ધ ભિક્ષુકોના આગ્રહથી એક ઝૂંપડી જેવા સ્થાનમાં રહ્યા. બધા જ બિક્ષકો તેમને ગુરુવતુ માનતા ને તેમની પાસે ભણતા. સૌ ઇચ્છતું કે તેઓ આજન્મ ત્યાં જ રહે. ૬૦ કરોડ જેટલા બૌદ્ધોના માન્ય એ પવિત્ર તીર્થમાં રહેવાની તેમની વૃત્તિ પણ હતી, છતાં બીજાને મન નજીવા ગણાતા વિચારભેદને કારણે તેમણે અગવડનું જોખમ વહોરી એ સ્થાન છોડી દીધું. વિચારભેદ મુખ્યપણે એટલો હતો કે કૌશાંબીજીને ત્યાંના બૌદ્ધમંદિરમાં એકત્ર થતો અર્થસંચય પસંદ ન હતો. ભક્તો અને યાત્રીઓ જે આપી જાય કે ચડાવી જાય તે બધું જ પરમાર્થમાં તત્કાળ વાપરી નાખવું ને મંદિર કે મૂર્તિ નિમિત્તે કાંઈ પણ કીમતી રાખી ન મૂકવું એ કૌશાંબીજીનો સિદ્ધાંત હતો. કૌશાંબીજી કહેતા કે, બુદ્ધના અનન્ય ત્યાગ સાથે આવા સંચયનો મેળ શો? જોકે, બીજા બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org