________________
૬૦ • અર્થ
કૌશાંબીજી મૂળે ગોવાના અને મહારાષ્ટ્રમાં વિશેષ રહેલા. તેમના જીવનવ્યવહારમાં પણ મહારાષ્ટ્રીય ઉપરાંત ભિક્ષુક ધર્મનું તત્ત્વ હતું. તેઓએ બૌદ્ધ ભિક્ષુ તરીકે સીલોન, બર્મા અને ભારતમાં જીવન ગાળેલું. બૌદ્ધપરંપરાના ક્ષણિકવાદની એમના જીવનમાં સજીવ છાપ હતી. વિદેશમાં વિશેષે કરી અમેરિકામાં એમણે જીવન ગાળેલું. એટલે પાશ્ચાત્ય રહેણી-કરણીના પણ એમનામાં સંસ્કારો હતા. ક્ષણિકવાદના અને પશ્ચિમના સંસ્કારોએ તો તેમના આખા જીવનમાં કામ કર્યું છે એમ મને ઠેઠ સુધી લાગતું હતું. કોઈપણ સ્થાન કે કોઈપણ કામને સનાતનની પેઠે ચોંટી રહેવાની તેમની પ્રકૃતિ જ ન હતી. પ્રત્યેક ક્ષણે નવું નવું વાંચે અને વિચારે તેમજ લાંબા વખત લગી સેવેલા સંસ્કારોને એક ક્ષણમાત્રમાં ફેંકી દેવા સુધીનો પુરુષાર્થ પણ કરે. એમને જાણનાર દરેક એ સમજતો કે કૌશાંબીજી પોતાની યોજના ગમે ત્યારે અણધારી રીતે બદલી નાખશે, તેમ છતાં તેમનામાં એક અનન્ય વફાદારી હતી. જે કામ એમણે લીધું હોય. જેનું વચન આપ્યું હોય તે ગમે તે ભોગે પૂરું કરે. અને પોતાના કામને બને તેટલું સર્વાગીણ તેમજ વિચારયુક્ત કરવાની કોશિશ પણ કરે. ગરીબીમાં આગળ વધેલા અને ભિક્ષુકપણામાં વર્ષો ગાળેલાં એટલે તેમનામાં શરૂઆતમાં મેં આતિથ્યવૃત્તિ કાંઈક ઓછી જોયેલી, પણ તેમણે ગુજરાતમાં ઘણાં વર્ષો ગાળ્યાં અને ઘણાં ગુજરાતીઓનાં અસાધારણ આતિથ્યનો પગલે પગલે અનુભવ કર્યો, ત્યારબાદ મેં તેમનામાં એ સંસ્કાર બદલાયેલો જોયો. તેઓ. પોતે ગુજરાતના જેન અને જૈનેતરોના આતિથ્ય વિષે જ્યારે ઉદ્દગાર કાઢતા ત્યારે હું જોઈ શકતો કે તેમના ઉપર ગુજરાતના આતિથ્યની જેવી છાપ છે તેવી બીજા એકેય પ્રાન્તની નથી.
કૌશાંબીજીને નોતરવા કે તેમની પાસે બેસવું એટલે ટૂચકા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, રાજકારણ, સામાજિક જીવન વગેરે જ્ઞાનગંગાની અનેક ધારાઓ વચ્ચે સ્નાન કરવું; તેથી અનેક મિત્રો તેમને નોતરતા, અનેક તેમની પાસે ચર્ચા અર્થે જતા અને તેમનાથી સાવ જુદું દૃષ્ટિબિંદુ ધરાવનાર પણ તેમની સાથેના વાર્તાલાપ માટે લલચાતો. કૌશાંબીજી જેટલા ઉગ્રપકૃતિ તેટલા જ સ્પષ્ટભાષી. એમને કાંઈ છુપાવવાનું ન હતું. ગમે તેવી વિરોધી અને સમર્થ વ્યક્તિને પણ પોતાની વાત ચોખ્ખા શબ્દોમાં સંભળાવતા. લોકમાન્ય તિલકે ગીતા-રહસ્યમાં ધમ્મપદના એક પદ્યનો અર્થ અન્યથા કરેલો. કૌશાંબીજીએ તેમને પૂરી રીતે ઠીક ઠીક પકડ્યા અને ભૂલ કબૂલ કરાવી. ત્રિપિટકાચાર્ય તરીકે પ્રસિદ્ધ શ્રી રાહુલજીએ ધમ્મપદનો અનુવાદ કર્યો છે, જેમાં એમની મૌલિક ભૂલ રહી ગઈ છે. કૌશાંબીજીએ એમને એકવાર આડે હાથે લીધા અને રાહુલજી તેમને નમી પડ્યા તથા પોતાની ભૂલ પણ કબૂલ કરી. લખાણ, ઉચ્ચારણ, વાચન, પ્રૂફ આદિ કોઈપણ બાબતમાં પોતે સહેજ પણ ભૂલ ચલાવી ન લે. કોઈ એવી ભૂલ કરે તો તેને જરાય ન સાંખી લેતાં ચોખે ચોખ્ખું કહી દે એટલી એમની ચોકસાઈ. મહૂમ ગાયકવાડ
Jain Education International
For Private & Personal Use Only
se Only
www.jainelibrary.org