________________
૬. આજનો યથાર્થ માર્ગ : ભૂદાન
એક વાત મારે સ્પષ્ટ કહેવી જોઈએ કે સામુદાયિક પદયાત્રાના મૂળમાં વિનોબાજી છે. હું તેમને કઈ રીતે જોઉં છું તે તમને કહું.
મારો વ્યવસાય અભ્યાસ, ચિંતન અને પરિશીલન છે. તમે જેમ પ્રત્યક્ષ કાર્ય કરો છો તેમ હું નથી કરી શકતો, છતાં અભ્યાસ મારફતે હું વિનોબાજીને જાણું છું. તેમના પ્રત્યે મારી જે શ્રદ્ધા છે તે જાગરૂક શ્રદ્ધા છે. હું ઘણીવાર જોઉં છું કે ગાંધીજી પછી એવી કઈ વ્યક્તિ છે કે જેને દેશની આટલી બધી પડી હોય ? વાહરલાલજી ઘણા ઉજાગરા કરે છે. ઍરોપ્લેનમાં દોડાદોડ કરે છે, ખૂબ મહેનત કરે છે તે સાચી વાત છે. પણ ગાંધીજીની કાર્યપદ્ધતિનો જો કોઈએ યોગ્ય વિકાસ કર્યો હોય તો તે વિનોબાજીએ અને તે પણ કોઈ મોટી સંસ્થાની કે મોટા માણસની મદદ વગર. ગાંધીજીની પ્રણાલી એવી હતી કે તેઓ નાનામાં નાની બાબત તરફ બહુ ધ્યાન આપતા. અલબત્ત, મોટામાં મોટી યોજનાઓ પણ થતી, પરંતુ ઝીણામાં ઝીણી બાબતનેય તેઓ ખૂબ ઊંડાણથી જોતા. આથી તેમની આસપાસ મોટું મંડળ એકઠું થતું.
સાધનામૂર્તિ
ગાંધીજી પહેલાં ઘણા સુધારકો થઈ ગયા પણ કોઈએ ગાંધીજી જેવું મૂળભૂત કામ નહોતું કર્યું. ગાંધીજીની આશ્રમપ્રથાને કા૨ણે તેમાં જે સમાયા તે સૌને ગાંધીજીનો અનહદ પ્રેમ મળ્યો. તેઓ હસીને વાતો કરે ત્યારે અનેકને તેમાંથી પ્રેરણા મળતી. તેમનામાં ચોકસાઈ, સ્નેહ અને મનની વૃત્તિ હતી. તેનો ત્યાગ અને વિચારના બળે જો કોઈએ ઉપયોગ કર્યો હોય તો તે વિનોબાજીએ. આ દેશમાં ઘણા સંતો અને વિદ્વાનો છે. તેમાં સાચા પણ છે. પરંતુ જ્યાં સુધી હું લોકોના સંપર્કમાં છું ત્યાં સુધી, હું વિનોબાજીની કોટિનો બીજો કોઈ માણસ જોતો નથી. વિનોબાજીમાં ત્યાગવૃત્તિ, અને અનાસક્તિ ન હોય તો આ જ રાજપુરુષો તેમને પી જાય ! જે લોકોને દેશવિદેશના ઝગડામાં ૨સ છે, તેના સમાધાનમાં રસ છે, તે લોકોને પણ વિનોબાજીની વાત આજ સાંભળવી પડે છે. વિનોબાજીને એક વ્યક્તિ તરીકે નહીં પણ એક સાધનામૂર્તિ તરીકે જોતાં તેમની પ્રવૃત્તિ તરફ માત્ર શ્રદ્ધા જ નહીં પણ જાગરૂક શ્રદ્ધા’ પેદા થાય છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org