________________
વિભૂતિ વિનોબા - ૩૩ સ્થાપનાર પ્રવૃત્તિ લેખે આવકારી રહ્યા છે એ નાનીસૂની બાબત નથી. વિનોબાજીની પ્રવૃત્તિ માત્ર ભૂમિના દાનમાં જ નથી સમાતી; એ તો સામાજિક, આર્થિક અને રાજકીય એમ બધાં ક્ષેત્રે માનવીય સમતા સ્થાપવાના પ્રયત્નનું પહેલું પગથિયું છે. એ પ્રવૃત્તિનો આત્મા વિનોબાજી જેટલો જ વિશાળ છે. એમાં સંપત્તિનું દાન, બુદ્ધિનું દાન અને જીવનનું દાન સુધ્ધાં સમાઈ જાય છે કે જેની જીવંત મૂર્તિ પોતે વિનોબા જ છે.
ગાંધીજીએ અહિંસાની સર્વાગીણતાનું જે દર્શન અને આચરણ કર્યું હતું. તેનો જ વિકાસ અને વિસ્તાર વિનોબાજીના યજ્ઞમાર્ગ દ્વારા થઈ રહ્યો છે, એવી મારી દઢ પ્રતીતિ છે. તેથી જ તો વિનોબા કોઈ આ કે તે પક્ષના વાડામાં પુરાઈ શકતા નથી, સમાતા નથી. ઊલટું, એમની પ્રવૃત્તિ બધા જ પક્ષોના અવરોધનો દૃઢ પાયો નાખી રહી છે. ભૂમિદાન પ્રવૃત્તિ પક્ષાતીત પણ સર્વપક્ષસંગ્રાહી હોઈ, સાચી સમજણ ધરાવનાર સેવાકાંક્ષી વર્ગ તેમને સાથ આપવા ચોમેરથી એકત્ર થઈ રહ્યો છે.
જ્યાં તથાગત બુદ્ધે બોધિ પ્રાપ્ત કરેલ ત્યાં જ જીવતદાનના પીપળાનું બીજ રોપાયું છે. એની શાખા-પ્રશાખાઓ બોધિવૃક્ષની શાખા-પ્રશાખાઓની પેટે જ જગ્યાએ જગ્યાએ વિસ્તરવાની એમાં લેશ પણ સંદેહ નથી જે ઉત્તર બિહારમાં અહિંસામૂર્તિ મહાવીરે જન્મ લીધેલો અને જ્યાં તથાગત બુદ્ધનાં પગલાં પડેલાં ત્યાંનો વિનોબાજીનો વિહાર એ અત્યારનાં જલસંકટ પ્રસંગે એક આશીર્વાદરૂપ છે. ગાંધીજીએ વિચારેલ અને શરૂ કરેલ અનેક પ્રવૃત્તિઓમાંથી કોઈ એક યા બીજી પ્રવૃત્તિને વરેલા પણ માત્ર તેને જ સર્વસ્વ માની બેઠેલા હરકોઈ સેવકને માટે વિનોબાજીનું જીવન બોધપ્રદ નીવડે તેવું છે. તેથી તેમની જન્મજયંતી પ્રસંગે આપણે સૌ તેમનાં વિવિધ લખાણો, વિવિધ પ્રવૃત્તિઓ, - એ બધાનું આકલન કરીએ અને તેઓ શતાયુ થાઓ એવી હાર્દિક પ્રાર્થના કરીએ !
- ભૂમિપુત્ર, ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org