SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર • અર્થ જીવતી એમ તો ભાગ્યે જ કહી શકાય. તેમ છતાં સ્વરાજ્ય મળ્યા પછી રાજ્યતંત્ર તો એ શ્રદ્ધાના પાયા ઉપર જ ચાલતું આવ્યું છે. - પરકીય સત્તા ગઈ; દેશમાં જે એકહથ્થુ સત્તા જેવાં નાનાં-મોટાં રાજ્યો હતાં તે પણ વિલય પામ્યાં. બીજા પણ કેટલાક સુધારાઓ આકાર અને આવકાર પામતા ગયા; પણ સામાજિક વિષમતાનો મૂળ પાયો જે આર્થિક વિષમતા તે તો જૂના અને નવાં અનેક સ્વરૂપે કાયમ જ છે. એ વિષમતાની નાબૂદી થયા સિવાય બીજી રાજકીય કે સામાજિક ક્ષેત્રે લીધેલી સિદ્ધિઓ પણ બેકાર જેવી છે. એ દરેકે દરેકને વધારે ને વધારે સમજાવા લાગ્યું, અને સૌનું ધ્યાન આર્થિક સમતાની ભૂમિકા ભણી વળ્યું. આવી સમાનતા સ્થાપવાના પ્રયત્નો ભારત બહાર પણ થયા છે, પરંતુ તે અહિંસાના પાયા ઉપર નહિ. જ્યારે ભારતીય પ્રજાનો અંતરાત્મા એવી કોઈ વ્યક્તિને ઝંખી રહ્યો હતો કે જે તેના અહિંસક સંસ્કારને અનુરૂપ અને ગાંધીજીએ તૈયાર કરેલ ભૂમિકાને જ અનુસરી આર્થિક સમાનતાનો પ્રશ્ન ઉકેલે. એ ઝંખનાનો જવાબ ગાંધીજીના જ અનુગામી વર્તુળમાંથી એવી વ્યક્તિએ વાળ્યો કે જેણે આખી જિંદગી ધર્મ તેમજ કર્મનો સુમેળ સાધવામાં અને શાસ્ત્રીય જ્ઞાનરાશિને પ્રજ્ઞાનરૂપે પરિણાવવામાં ગાળી છે. તે વ્યક્તિ બીજી કોઈ નહિ પણ જેના ઉપર આખા દેશની અને કેટલેક અંશે દેશાન્તરની પણ નજર ચોંટી છે તે વિભૂતિ વિનોબા. - વિનોબાએ જોયું કે પરંપરાગત સામંતો અને રાજાઓ ગયા પણ મૂડીવાદને પરિણામે દેશમાં અનેક નવા રાજાઓ અસ્તિત્વમાં આવ્યા છે અને આત્રે જાય છે. વિનોબાએ એ પણ જોયું કે લોકતંત્ર સ્થપાયા છતાં એમાં જૂની જ અધિકારશાહી અને અમલદારશાહી કામ કરી રહી છે. તેમાં સેવાનું સ્થાન સત્તાની હરીફાઈએ લીધું છે. એમણે એ પણ જોયું કે ભિન્નભિન્ન રાજકારણી પક્ષોમાં પુરાઈ રહેલો, બુદ્ધિમાન વર્ગ પણ પોતપોતાના પક્ષની નબળાઈ અને અકર્મણ્યતા જોવા કરતાં સામા પક્ષની ત્રુટિઓ તરફ જ વધારે ધ્યાન આપે છે. અને પરિણામે એ પક્ષોની સાઠમારીમાં જનતાનું હિત બહુ ઓછું સધાય છે તેમજ કાંઈક સારું કરવાની વૃત્તિવાળા એવા બુદ્ધિમાન લોકોની શક્તિનો પ્રજાના ઉત્કર્ષમાં બહુ ઓછો ઉપયોગ થાય છે. વિનોબાની પ્રજ્ઞાએ અર્થોપાર્જન અને અર્થરક્ષણના જુદા જુદા માર્ગોમાં પ્રવર્તતી અન્યાયપૂર્ણ તેમજ અસામાજિક ગેરરીતિઓનું પણ આકલન કર્યું. એમણે એ જોઈ લીધું કે તત્કાળ વિધાયક અહિંસાને રસ્ત લોકોની બુદ્ધિ વાળવામાં નહિ આવે તો અત્યાર લગી થયેલું બધું કામ ધૂળધાણી થઈ જશે અને લોકો હિંસા ભણી વળશે. આ મથામણમાંથી તેમને ભૂમિદાનનો માર્ગ લાધ્યો. જોતજોતામાં એને કેટલી સફળતા મળી અને કેટલી મળી રહી છે તે ઉપરથી જ આપણે તે માર્ગનું મૂલ્ય આંકી શકીએ છીએ. રાષ્ટ્રપતિ હોય કે મહામાત્ય હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે રાજાજી હોય, દરેક આ ભૂદાન-પ્રવૃત્તિને જીવનનાં નવાં મૂલ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy