SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ - અર્ધ્ય કરી રહ્યા છે.’ એમ માનવા લલચાવતો, જ્યારે બીજી બાજુથી તે સાંકડા મનના રૂઢિચુસ્ત અને સ્વાર્થી ધાર્મિકોના મનમાં તે જરા પણ સ્થાન ન પામતો અને તેમને અનેક રીતે અકળાવી મૂકતો. જગત કઈ દિશામાં ઘસડાઈ રહ્યું છે અને મૃત્યુના મહાગર્તમાં ખૂંચતું જાય છે એ સ્થિતિનું ભાન હોવાથી અને તે માટેનો નિર્દોષ તેમજ સર્વ આચારી શકે તેવો ત્રાણોપાય લોકો સામે મૂકેલો હોવાથી દિવસે દિવસે ગાંધીજીને અનુસરનારા વચ્ચે જતા હતા. અને ઓછામાં ઓછું તેમની અસરકારક વાણી વાંચવા કે સાંભળવા માટે તો તલપાપડ થનારની સંખ્યા વધ્યે જ જતી હતી. જૂની પેઢીના અને ઘડપણને કિનારે જઈ બેઠેલા લોકો પણ આ વર્ગમાં આવતા જ જતા હતા. એટલે રૂઢિચુસ્ત અને વિરોધી માનસવાળા, જેમને પોતાના ધર્મ કે કોમના વાડા માટે પણ કશું સક્રિય કામ કરવાનું ન હતું તેઓ મનમાં સમસમતા અને ગાંધીજી પ્રત્યે જાહેરમાં નહિ તો ખાનગીમાં રોષ સેવતા અને ફેલાવતા. આવા લોકોમાં કેટલાક બુદ્ધિપટુ છતાં માત્ર સત્તાલોલુપ અને અસહિષ્ણુ લોકોનો એક વર્ગ પહેલેથી જ હતો. ગાંધીજીની વધતી જતી વિશ્વપ્રિય પ્રવૃત્તિ એને દેશોદ્ધારક પ્રવૃત્તિના તેજ સામે તેવા વર્ગનું બહુ ઓછા લોકો સાંભળતા. પણ ગાંધીજીનો હિંદુત્વશોધક કાર્યક્રમ જેમ જેમ ઉગ્ર અને વિશાળ બનતો ગયો તેમ તેમ તે અસહિષ્ણુ વર્ગને ભોળા, અજ્ઞાની અને સ્વાર્થી લોકોને પોતાના તરફ આકર્ષવાની વધારે તક સાંપડતી ગઈ. મુસલમાનોની માંગણીઓ વધતી ચાલી. ગાંધીજી તેમને કોરો ચેક આપવાની દીર્ઘદૃષ્ટિ ભરેલી વાત કરે તો પેલો અસહિષ્ણુ વર્ગ હિંદુ લોકોને ઉશ્કેરે કે જુઓ, ગાંધીજી પોતાને હિંદુ કહેવડાવે છે, હિંદુ ધર્મના અનુયાયી હોવાની વાત કરે છે, ગીતાને અક્ષરસઃ આચરવાની વાત કરે છે, અને છતાંય આતતાયી મુસલમાનો સામે ભીરુ થઈ નમી પડે છે. સામાન્ય લોકો જેઓ લેવડદેવડમાં પાઈએ પાઈનો હિસાબ ગણતા હોય અને જેઓનાં મન ઉપર આતતાયીને પ્રહાર કરીને જ ઠેકાણે લાવવાનો સંસ્કાર હોય તેઓ ગાંધીજીની દીર્ઘદષ્ટિ ભરેલી ઉદારતાનો અવળો અર્થ લે તો એ સ્વાભાવિક જ હતું. ગાંધીજીની દીર્ઘદૃષ્ટિ એ હતી કે પહેલાં મારા ઘરનું શોધન થાય તો બીજાને શોધન માટે કહેવાનું કામ સરળ થાય, અને દુનિયામાં પણ પોતાની પ્રતિષ્ઠા વધે. જ્યાં લગી મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા વચ્ચે રસાકસી ચાલી ત્યાં લગી પેલા અસહિષ્ણુ વર્ગે દેશના ભોળા લોકોમાં એક જ જાતનું વિષ ફેલાવ્યું કે હિંદુ જાતિ અને હિંદુ ધર્મ ગાંધીજીના હાથે જોખમાય છે. દુર્ભાગ્યે દેશના ભાગલા પડ્યા અને એમાંથી અરસપરસ કાપાકાપીનો દાવાનળ પ્રગટ્યો. મુસ્લિમ લીગે તો ગાંધીજીને ઇસ્લામ અને મુસલમાનના શત્રુ તરીકે ગણાવ્યા જ હતા; પણ કટ્ટર હિંદુ મહાસભાવાદીઓએ પણ તેમને હિંદુ ધર્મના શત્રુ તરીકે ગણાવ્યા. જે લોકોના મનમાં ગાંધીજી વિષે કુસંસ્કાર પોષાયો હતો તેમણે જ્યારે હિંદુ અને શીખોની કત્લેઆમ જોઈ, સ્ત્રીઓનાં અપહરણો જોયાં, ત્યારે તો તેમને દઢ પ્રતીતિ થઈ કે હિંદુ ધર્મ કે હિંદુ જાતિનું Jain Education International... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy