SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ • ૨૩ રક્ષણ ગાંધીજીને હાથે થવાની વાત આકાશપુષ્પ જેવી છે. આ કામ તો હિંદુ મહાસભા જ કરી શકે અને તે જ બમણા બળથી જેવાની પ્રત્યે તેવા થઈ સામાની સાન ઠેકાણે લાવી શકે. કટ્ટર હિંદુ મહાસભાવાદીઓનો આ મુદ્દો એટલો સરળ હતો કે તને સમજવા કે સમજાવવામાં બહુ ચાતુર્યની જરૂર પડે તેમ હતું જ નહિ. કારણકે લોકમાનસ પ્રથમથી જ પાશવવૃત્તિથી ઘડાયેલું હોય છે, જ્યારે ગાંધીજીને તો આવા લાંબા કાળના રૂઢ માનસને સમજાવટ અને વિવેકથી સુધારવું હતું. ડૂબતો અને આપદગ્રસ્ત માણસ તૂટી જાય એવા તત્કાળસુલભ તણખલાનું અવલંબન લેતો હોય ત્યારે એને કાંઈક ખમી ખાઈ, સંકટ સહી વધારે સ્થિર ઉપાયનું અવલંબન કરવા કહેવામાં આવે તો બહુ ઓછી સફળતા મળે છે. એટલે દેશના ભાગલા પડતાં જે જે કોમી દાવાનળ ભભૂકી ઊઠ્યો તેમાં હિંદુ તેમજ શીખોને એક જ બચવાનો ઉપાય જણાયો. ગાંધીજી એ ઉપાયનું અવલંબન કરવામાં લાંબે ગાળે બહુ જ અહિત જોઈ શક્યા. તેથી તેમણે હિંદુ અને શીખોને એ બદલાની વૃત્તિ અજમાવતા પ્રથમ રોક્યા. આને લીધે જેમ જેમ મુસલમાનો ગાંધીજીને પ્રશંસવા લાગ્યા તેમ તેમ હિંદુઓ અને શીખો વધારે છંછેડાયા અને ખુલ્લંખુલ્લા પ્રચાર કરવા લાગ્યા કે જુઓ ! મુસલમાનો જ ગાંધીજીને પોતાના હિતૈષી ગણે છે. જે મુસલમાનનો હિતૈષી હોય તે તો હિન્દુદ્રોહી હોય છે. ઉશ્કેરણીજનક બન્યું જતા નવાનવા બનાવોમાં બધે જ એકસરખી રીતે સાંત્વન આપવાનું અને સમજાવટ કરવાનું કામ ગાંધીજી માટે ઘણું અઘરું હતું. છતાં તેમણે અનશન જેવા જલદ ઉપાયો અને રેડિયો ઉપરનાં સર્વગમ્ય પ્રવચનો દ્વારા પોતાનું કામ જારી રાખ્યું અને બદલા લેવાની વૃત્તિ જે ભયંકર રૂપમાં હિંદુ તેમજ શીખ ભાઈઓમાં ફાટી નીકળી હતી તે કાંઈક અંશે કાબૂમાં લીધી. પણ આ વખતે પેલો અસહિષ્ણુ અને સત્તાલોલુપ વર્ગ લોકોને આડે રસ્તે દોર્યે જતો અને ખુલ્લંખુલ્લા કહેતો કે ગાંધીજી તો અહિંસા દ્વારા છેવટે હિંદુઓ અને શીખોની જ કતલ કરાવી રહ્યા છે. જ્યારે ગાંધીજી વિરુદ્ધ લોકમાનસ ઠીક ઠીક પ્રમાણમાં કેળવાયું ત્યારે જે રૂઢિચુસ્તો અને નામધારી ધાર્મિકો પહેલેથી જ ગાંધીજીની વિરુદ્ધ હતા અને અત્યારલગી પોતપોતાના આંગણામાં જ રહી તેમને ભાંડતા તે બધા પેલા બુદ્ધિપટુ સત્તાલોલુપ વર્ગના ટેકેદાર થઈ ગયા. એ અસહિષ્ણુ વર્ગ હિંદુ જાગીરદારો અને રાજાઓને તેમની સત્તા જવાનો ભય બતાવી અને પોતા દ્વારા તેમની સત્તા ચાલુ રહેવાની આશા આપી હિંદુ ધર્મ અને જાતના ઉદ્ધારને બહાને પોતાની તરફ વાળવા લાગ્યા. હિંદુત્વાભિમાની આચાર્યો અને મહંતોને તેમના પરંપરાગત ધર્મની રક્ષાની બાંહેધરી આપી પોતાનામાં મેળવવા લાગ્યો, ચુસ્ત મૂડીવાદીઓને ભાવિ ભયમાંથી મુક્તિ આપવાની આશા દ્વારા પોતાનામાં મેળવવામાં સફળ થયો. પરિણામે એ ગાંધીજી વિરુદ્ધના ખૂની માનસમાં અનેક વર્ગોનો સમાસ થતો ગયો, અને તેવો વર્ગ હિંદુપદ પાદશાહીનાં સ્વપ્ન પણ સેવવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy