________________
બંને કલ્યાણકારી: જીવન અને મૃત્યુ - ૨૧ ગાંધીજીનું તેજ નથી. આમ શા માટે ? એનો ઉત્તર ગાંધીજીની પારમાર્થિક સત્ય સાથેની પોતાના જીવનની વધારે ઊંડી એકરૂપતામાંથી મળી જાય છે. આવી એકરૂપતાએ દુન્યવી લોકજીવનનાં ઘણાં પાસાંને સુધાર્યા છે, ઉત્રત કર્યા છે. આ બીના આપણને જેટલી વિદિત છે તે કરતાં વધારે પ્રમાણમાં હવે પછીની પેઢીઓને વિદિત થશે. પ્રકૃતિનું તત્ત્વ જ એવું છે કે તેનું લોલક માત્ર એક જ દિશામાં નથી થોભતું. જ્યારે તે કોઈ એક છેડા તરફ ઝૂકે છે ત્યારે તેની તદ્દન સામેની વિરુદ્ધ બાજુએ તેનાં આંદોલનો શરૂ થાય છે. ગાંધીજીએ દુનિયાને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ સરળ માર્ગે આણવાનો કાર્યક્રમ યોજયો. જે દુનિયા આજલગી ઝેરનું ઔષધ ઝેર જ છે, એવા સૂત્રમાં તથા કુટિલતાનો જવાબ કુટિલતાથી જ અપાય એવા સૂત્રમાં માનતી, તેમજ એવા સૂત્ર પ્રમાણે જીવન જીવતી અને છતાં કોઈ સારો કાયમી ઉકેલ આણી ન શકતી તે દુનિયાને ગાંધીજીએ નવો માર્ગ બતાવ્યો કે ઝેરનું ખરું અને કાયમી ઓસડ અમૃત જ છે; તથા કુટિલતા નિવારવાનો સરળ અને સાચો ઇલાજ સરળ જીવન જીવવું એ જ છે. ગાંધીજીનું આ કથન નવું તો ન હતું, પણ એનું સર્વાગીણ વ્યાપક આચરણ સાવ નવું હતું. તેમનું એ નવજીવન ગમે તેટલું પારમાર્થિક સત્યને સ્પર્શતું હોય, તે દ્વારા બધા જ જટિલ પ્રશ્નોનો ગમે તેટલો સરળ ઉકેલ શક્ય હોય, છતાં તેને સમજવા અને પચાવવા જેટલી માનવ-સમાજની ભૂમિકા તૈયાર ન હતી. ગાંધીજીએ સમાજના ખૂણેખૂણામાં પહોંચી લોકોની બુદ્ધિ જાગ્રત કરવા ભગીરથ પ્રયત્ન કર્યો. તેને પરિણામે લાખો માણસો એમનું કથન સમજવા તરફ અને એમનું જીવન ઓછેવત્તે અંશે જીવવા તરફ વળ્યા. પણ સમાજનો એક મોટો ભાગ એવો ને એવો જ રહ્યો, અને ગાંધીજીના નવજીવનમય સંદેશની તીવ્રતા અને વિશેષ પ્રકારની સાથે સાથે તે વધારે ને વધારે વધતો ગયો કે ગાંધીજીના સંદેશને ઝીલી ન શક્યો, એટલું જ નહિ પણ તેને એ સંદેશ સાવ ઘાતક તેમજ અવ્યવહારુ લાગ્યો. જેઓ ગાંધીજીના નવજીવનસંદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળતા અને યથાશક્તિ તે પ્રમાણે વર્તવા ઇચ્છતા તેઓના મનમાં પણ કેટલીકવાર ગાંધીજીના પારમાર્થિક સિદ્ધાંતો વિશે શંકા ઊઠતી, અને પૂરતું સમાધાન ન થતું. એવો પણ વર્ગ વધતો ગયો જે ગાંધીજીને સાંભળવાનું જતું કરી શકે જ નહિ. પણ મનમાં એક જ વાત પોષ્યા કરે કે એ તો સંત રહ્યા, વ્યવહારમાં એમની વાત ન ચાલે. પણ આથીયે વધારે મોટો વર્ગ તો એવો નિર્માણ થતો ગયો કે જે ગાંધીજીના પારમાર્થિક સત્યના સિદ્ધાંતને તત્ત્વતઃ માનવા છતાં . વ્યવહારમાં તેની તદ્દન અવગણનાપૂર્વક અવ્યવહારિકામાં જ માનતો. આ છેલ્લો વર્ગ
એ જ ગાંધીજીના નવજીવનસંદેશ માટે ભયાનક હતો. ગાંધીજી પોતાને હિંદુ કહેતા અને હિંદુ ધર્મ આચરવાનો દાવો કરતા, પણ તેમનો હિંદુ ધર્મ ઋતંભરા પ્રજ્ઞામાંથી ઉદ્ભવેલ અને પોષાયેલ હોવાથી એટલો બધો વિશાળ બન્યો હતો કે તે એકબાજુથી દુનિયાના સમગ્ર સાચા ધમનુયાયીઓને ‘ગાંધીજી અમારા જ ધર્મનો મર્મ સર્વત્ર સાચી રીતે પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org