SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨૦ અર્ધ્ય હેલનને દર્શન, શ્રવણ અને વાચનની ત્રણે શક્તિઓ એક જ સાથે અને તે પણ છેક શૈશવકાળથી ગઈ, જ્યારે મારી તો માત્ર દર્શનશક્તિ ગયેલી અને તે પણ ગ્રામ્યશાળાસુલભ માતૃભાષાના પૂરા અભ્યાસ તેમજ આજુબાજુનાં બધા દૃશ્ય પદાર્થોના પત્યક્ષ, અવલોકન તેમજ તત્સંબંધી ભાષા અને લેખનવ્યવહાર સિદ્ધ થયા પછી લગભગ પંદરેક વર્ષની ઉંમરે. ઇન્દ્રિયવૈકલ્ય અને તે પ્રાપ્ત થવાની ઉંમરની દૃષ્ટિએ હેલન મારા કરતાં અનેક ગણી વધારે લાચાર, વધારે બંધનવાળી ખરી. પણ દેશ, કુટુંબ અને બીજા સંયોગોની દૃષ્ટિએ તેનું સ્થાન મારા કરતાં અનેક ગણું વધારે સાધનસંપન્ન અને વધારે સ્વતંત્ર. કયાં અમેરિકા કે જ્યાં જન્મથી રાષ્ટ્ર, સમાજ, અર્થ અને બંધનોને સ્પર્શ જ નહીં, અને કયાં હિંદુસ્તાન કે જ્યાં તેવાં બંધનો વિના બીજો સહજ અનુભવ જ નહીં ? ક્યાં હેલનના કૌટુંબિક સંયોગો અને કયાં મારા ? એનાં માતાપિતા એને વાસ્તે દરેક જાતનો માર્ગ તૈયાર કરવા બુદ્ધિપૂર્વક બધું સર્વસ્વ હોમે છે, જ્યારે મારા પ્રત્યે પૂર્ણ સદિચ્છાવાળા પણ મારા વડીલો સ્વયં વિદ્યાહીન હોઈ મારા વિકાસમાર્ગની કોઈપણ દિશા સ્વયં જાણવા તેમજ કોઈ જણાવે તો તે સમજવા છે કે જે અસમર્થ. કયાં ઇંદ્રિયવિકલ માનવબંધુઓને વિવિધ રીતે શિક્ષિત અને સંસ્કારી બનાવવા કામ કરતા અખૂટ ધીરજવાળા તપસ્વી શિક્ષકોથી શોભતી તપોભૂમિ જેવી અમેરિકાની અપંગ શિક્ષણસંસ્થાઓ; અને ક્યાં અપંગને અનુપયોગી સમજી તેના દુઃખ પ્રત્યેની સાચી સહાનુભૂતિથી બે નિસાસા નાખી, બહુ તો તેને કાંઈક દાન આપી સંતોષ માનનાર, પણ એ અપંગની ઉપયોગિતા અને તેના વિકાસમાર્ગની શકયતાના વિચારથી છેક જ અજાણ અને અશ્રદ્ધાળુ, એવા પૌરુષહીન પુરુષોની જનની કહેવાતી કર્મભૂમિ આર્યાવર્ત ? એક દેશમાં જાતિથી અબળા ગણાતી અને ત્રણ ત્રણ ઇંદ્રિયોથી વિકલ એવી અપંગ વ્યક્તિને પોતાનું સુષુપ્ત બધું બળ પ્રગટાવવાની પૂરી તક મળે છે. ને તે એ દ્વારા પોતાની જાતને આખા વિશ્વમાં માન્ય બનાવે છે; ત્યારે બીજા દેશમાં અપંગની તેમજ અબળાઓની વાત જ શું, પૌરુષવાન ગણાતા પૂર્વાંગ પુરુષો સુધ્ધાંને, પશુતામાંથી મુક્ત થવાની અને માનવતા પ્રગટવવાની ઓછી અને નજીવી તક છે. આત્મિક દૃષ્ટિએ નહીં પણ દેશ અને સંયોગોની દૃષ્ટિએ અમેરિકા અને હિન્દુસ્તાન વચ્ચે જે અંતર છે, તે હેલન અને મારા જીવનની અનેક શક્તિઓના આવિર્ભાવમાં વ્યકત થાય છે. એટલી નાની ઉંમરે ત્રણ ત્રણ ઇંદ્રિયોથી વિકલ એ બાલિકા ૨૧ વર્ષની ઉંમરે પોતાનું અભ્યાસવિષયક જે જીવનચિત્ર ખેંચે છે તેની તો મને તેથી બમણાં વર્ષે પણ બહુ ઓછી કલ્પના આવી છે. વિશ્વના અને તેને ગ્રહના૨ ઇંદ્રિયના પણ ત્રણ વિભાગ કલ્પી શકાય. દશ્ય સ્થૂળ વિશ્વ, કે જેને ભૌતિક યા વ્યક્ત વિશ્વ કહી શકાય, તેને નેત્ર આદિ પાંચ બહિરિંદ્રિય જાણી શકે છે; દૃશ્ય સૂક્ષ્મ વિશ્વ, કે જેને અવ્યક્ત ભૌતિક વિશ્વ કહી શકાય, તેને Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy