________________
૨૪. તેજોમૂર્તિ ભગિની
पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः (श्वेता.)
વાપિ ના વI વીસથી વધારે વર્ષ થયાં હશે, મેં પ્રસિદ્ધ હિંદી પત્રિકા “સરસ્વતી'માં શ્રીમતી હેલનનું સંક્ષિપ્ત પણ અદ્ભુત પુરુષાર્થ અને પ્રતિભાનું સૂચક જીવનચિત્ર વાંચેલું. ત્યારે જ એ બહેન તરફ મારું આકર્ષણ સહજભાવે થયું. એને વિષે વધારે વિગતવાળી સ્પષ્ટ માહિતીની મારી જિજ્ઞાસા અદ્યપિ જાગરિત જ હતી. પણ મારા મર્યાદિત જીવન અને કાર્યક્ષેત્રમાં એને સંતોષવાની તક મને મળી ન હતી. તેટલામાં ગત મે માસમાં શ્રીયુત ગોપાલદાસભાઈએ મને એક દિવસ કહ્યું કે, વર્ધાથી મગનભાઈ પુછાવે છે કે તેમણે શ્રીમતી હેલનની જીવનકથાનો ગુજરાતી અનુવાદ કર્યો છે તે તમને અર્પણ કરવા ઇચ્છે છે, ને જો તે સ્વીકારો તો તેના પ્રારંભમાં તમે સ્વીકારરૂપે કાંઈક લખી આપો એમ પણ ઇચ્છે છે. મેં તરત જ કહ્યું, “હું એ વાંચી પછી હા ના કહું. જો એના વાચન પછી જરા પણ મને લખવાનો મારો અધિકાર જણાશે તો અવશ્ય કાંઈક લખીશ.” મને તરત જ અનુવાદના ફરમા મળ્યા. મારું ઘણાં વર્ષ પહેલાંનું શ્રીમતી હેલન પ્રત્યેનું આકર્ષણ અને તેના જીવન વિષેની જિજ્ઞાસા એ બંને એટલાં બધાં તીવ્રપણે સજીવ થઈ ગયાં કે, તે વખતના ચાલુ લેખન અને સતત મનનકાર્યના પ્રવાહો મારા મનને બીજી દિશામાં જતાં રોકી શક્યા નહીં. કાંઈક અંશે સમશીલ જીવનકથા સાંભળતાં જ અનેક વિચારો ઊભરાયા. પણ અહીં તો મર્યાદાનુસાર ટૂંકમાં જ પતાવવું યોગ્ય છે. અનુકૂળતા રહી તો કયારેક મારા પોતાના વિદ્યાવ્યવસાય વિષેની જીવનસ્મૃતિ લખવાની ઇચ્છા મૂર્ત થશે.
શ્રીમતી હેલનને તેજોમૂર્તિ અને ભગિની’ એવાં બે વિશેષણો આપ્યાં છે, તે સાભિપ્રાય છે. એની જીવનકથામાં પદે પદે પુરુષાર્થ અને પ્રતિભાના તેજ સિવાય બીજું કાંઈ જ દૃષ્ટિગોચર નથી થતું. એના પુરુષાર્થ અને પ્રતિભારૂપ તેજના અંબારમાં એની શરીરમૂર્તિ અભુત થઈ જાય છે. અનેક રીતે જુદાઈ હોવા છતાં ઉંમર અને સમાનશીલતાની દૃષ્ટિએ મેં એને આપેલું “ભગિની’ એ વિશેષણ એની સાથેનો મારો સાદય-સંબંધ ઠીક ઠીક વ્યક્ત કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org