________________
અંજલિ • ૧૨૫ સ્વરૂપ આજકાલની ભાષામાં કહીએ તો લોકશાહી છે; અલબત્ત, તે એક ધર્મપરંપરા પૂરતી.
કૉન્ફરન્સ પોતનો કાર્યપ્રદેશ મુખ્યપણે ત્રણ બાબતોમાં મર્યાદિત કરેલો એમ હું સમજું છું : (૧) ધાર્મિક, (૨) સાહિત્યિક, અને (૩) સામાજિક, ધાર્મિક બાબતમાં તીર્થના પ્રશ્ન ઉપરાંત ધર્માચાર અને તાત્ત્વિક શિક્ષણ વગેરેનો સમાસ થાય છે. બને ત્યાં લગી નવા જમાનાની માગણીને અનુકૂળ થાય એ રીતે કોન્ફરન્સ સાધન ને શક્તિના પ્રમાણમાં એ બાબત કાંઈક ને કાંઈક કર્યું છે, અને હજીયે એ કાંઈક ને કાંઈક કરે છે. સાહિત્યની બાબતમાં એનું કામ વિશેષ ધ્યાન ખેંચે એવું છે. પ્રથમથી જ એણે પ્રાચીન સાહિત્યવારસાને પ્રકાશમાં લાવવાની નેમ રાખી છે અને એ દિશામાં યથાશક્તિ પણ નક્કર કામ કર્યું છે. સામાજિક બાબતમાં કૉન્ફરન્સે દેશમાં વિકસતા જતા ઉદાર વિચારોને ઝીલ્યા અને યથાશક્તિ પ્રચાય પણ છે.
કૉન્ફરન્સની ઉપર સૂચવેલી ભૂમિકામાં સદ્દગત મોહનભાઈનો શો સંબંધ હતો અને તેમણે શો શો ફાળો આપ્યો, મુખ્યપણે એ જાણવું તે જ આજના પ્રસંગ સાથે વિશેષ સંગત છે. મુંબઈમાં સદ્ગત ડૉ. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણા નીચે અધિવેશન થયું ત્યારે હું પહેલવહેલો કોન્ફરન્સમાં આવેલો, એમ યાદ છે. ઘણું કરી તે જ વખતે મોહનભાઈનો પ્રથમ પરિચય થયો અને તેમની રુચિ, પ્રવૃતિ તથા પ્રકૃત્તિ વિશે કાંઈક જાણવા પામ્યો. તે જ વખતે મારા મન ઉપર એમને વિશે જે સામાન્ય છાપ પડેલી તે જ છેવટ સુધી વધારે ને વધારે પ્રત્યક્ષ પરિચયથી સ્પષ્ટ થતી ગઈ.
મેં જોયેલું કે તેમની પ્રકૃતિ જેમ હસમુખી તેમ આશાવાદી હતી. મેં એ પણ જોયું કે તે કાંઈક ને કાંઈક સારું કામ કરવાની ધગશવાળા અને જાતે જ કાંઈક કરી છૂટવાની વૃત્તિવાળા હતા અને એ પણ જોયેલું કે જ્યાંથી જે પ્રાપ્ત થાય અને શીખવાનું મળે ત્યાંથી મુક્તમને તે મેળવવું અને તેનો યોગ્ય વિનિમય કરવો.
મુંબઈના પ્રથમ મિલન પછી તો તેમના છેલ્લા દિવસો સુધીમાં હું અને તેઓ એટલી બધી વાર મળ્યા છીએ કે તેનો આંક સ્મૃતિમાં પણ નથી. માત્ર મળ્યા જ છીએ એટલું જ નહિ, પણ સાથે કલાકો લગી અને કેટલીક વાર તો દિવસો લગી રહ્યા છીએ. સાથે પ્રવાસ પણ કર્યો છે. આ બધા પ્રસંગે મેં એ જોયું કે તેઓ રાજકારણ, કોંગ્રેસ કે ગાંધીજી વગેરેની કોઈપણ ચર્ચા ઉપરથી છેવટે કૉન્ફરન્સની પ્રવૃત્તિને લગતી કોઈ ને કોઈ બાબત ઉપર આવે, જાણે કે એમના મનમાં એક પ્રશ્ન ઘોળાતો ન હોય તે રીતે વાત કરે. મને લાગેલું કે એમનો પ્રશ્ન એ છે કે કૉન્ફરન્સ શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સુધારાની બાબતમાં શું શું કરી શકે અને તે કામ કેવી રીતે
પાર પાડવું ? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org